Anubandham Portal Registration 2023: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના યુવાનોને રોજગારી મળી રહે તે માટે વિવિધ યોજનાઓ બહાર પાડતી હોય છે. આ યોજનાઓનો લાભ સરળતાથી દરેક યુવાનોને મળે તે માટે સરકાર દ્વારા ઓનલાઇન સેવાઓ પુરી પાડવા પોર્ટલ શરુ કરવામાં આવતા હોય છે. આવી જ રીતે શરુ કરવામાં આવેલ Anubandham Portal વિષે આજે માહિતી મેળવીશું.
ગુજરાત સરકાર દ્વારા ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત anubandham પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે આ પોર્ટલ દ્વારા નોકરીદાતા અને નોકરી ઇચ્છુક યુવાનો વચ્ચે સરળતાથી ઓનલાઇન સંકલન થઇ શકે તે માટેની સુવિધા પૂરી પાડવામાં આવી છે. આ પોર્ટલ પર નોકરીદાતા અને જેને નોકરી મેળવવી છે તે બંને રજિસ્ટ્રેશન કરી શકે છે.
Anubandham Portal Registration 2023 @anubandham.gujarat.gov.in
જો તમે નોકરી મેળવવા ઈચ્છો છો અથવા તો તમારી પાસે બીજા લોકો માટે નોકરી માટેની જગ્યાઓ ઉપલબ્ધ છે તો તમે આ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરી શકો છો. Anubandham Portal પર નોકરીવાંચ્છુ અને નોકરીદાતા બંને વચ્ચે કમ્યુનિકેશન જળવાય તેવી સુવિધા આપવામાં આવી છે.
અનુબંધમ પોર્ટલ વિગત 2023
નામ | અનુબંધમ પોર્ટલ |
સંસ્થાનું નામ | Directorate of Employment & Training, Government of Gujarat |
રાજ્ય | ગુજરાત |
રજિસ્ટ્રેશન પ્રોસેસ | ઓનલાઇન |
ઓફિસિયલ વેબસાઈટ | https://anubandham.gujarat.gov.in/ |
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ‘રોજગાર દિવસ” ના દિવસે Anubandham Portal & Mobile Application નું લોન્ચિંગ કર્યુ હતું. આ પોર્ટલ રોજગાર ઈચ્છુક અને નોકરીદાતાઓનો સારી સમન્વય થશે. જેના કારણે નોકરી મેળવવા માંગતા યુવાનોને સરળતાથી નોકરી પ્રાપ્ત થશે.
અનુબંધમ પોર્ટલ લાભ
- રાજ્યના નવયુવાનો નોકરી માટે ઘરે બેઠા ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકશે.
- ઉમેદવારે પોતાની લાયકાત અનુસાર રોજગારીની તકો શોધી શકશે.
- ગુજરાતના વિવિધ એકમો ની રોજગારી ની ઘેર બેઠા માહિતી મળશે.
- નોકરીદાતાઓ ને સરળતાથી કૌશલ્ય બતાવો અને જરૂરિયાત મુજબ યુવાનો મળી રહેશે.
Anubandham Online Registration [નોકરી ઈચ્છુક માટે]
Gujarat Anubandham Job Portal ઉપર રાજયના નોકરી મેળવવા ઈચ્છતા યુવાનો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. Anubandham Gujarat Registration કેવી રીતે કરી શકાય. તે અંગે નીચે મુજબ પગલાં અનુસરો.
- સૌપ્રથમ ઓફિશ્યિલ વેબસાઈટ “https://anubandham.gujarat.gov.in/” પર જાઓ.
- ત્યારબાદ અનુબંધમ પોર્ટલ પર “Register” બટન પર ક્લિક કરવું.
- જેમાં નોકરી મેળવવા ઈચ્છતા હોય તો “Job Seeker” સિલેક્ટ કરવાનું રહેશે.
- ત્યારબાદ ઉમેદવારે પોતાની Email Id અથવા Mobile Number નાખીને OTP દ્વારા વેરિફાઈ કરવાનું રહેશે.
- OTP વેરીફાઈ થયા બાદ ઉમેદવારે પોતાની Basic, Unique ID વગેરે થોડીક પ્રાથમિક માહિતી ભરવાની રહેશે.
- ત્યારબાદ નોકરી મેળવવા માંગતા ઉમેદવારોએ 6 પ્રકારની માહિતી ઓનલાઈન ભરવાની રહેશે, જેમ કે Personal Information, Communication Detail, Education & Training, Employment Detail, physical attributes અને Job Preference વિગતો ભરવાની રહેશે.
- ત્યારબાદ “Sign Up” કરીને ઉમેદવારની પૂરી માહિતી ભરવાની રહેશે.
Anubandham Online Registration [નોકરીદાતા માટે]
- સૌ પ્રથમ ઓફિસિયલ વેબસાઈટ “Anubandham Portal” પર જવું.
- ત્યાર બાદ અનુબંધમ પોર્ટલ પર “Register” પર ક્લિક કરવું.
- જેમાં નોકરીદાતા હોય તો “Job Provider / Employer” સિલેક્ટ કરવાનું રહેશે.
- ત્યારબાદ Job Provider એ પોતાની Email Id અથવા Mobile Number નાખીને OTP દ્વારા વેરિફાઈ કરવાનું રહેશે.
- OTP વેરીફાઈ થયા બાદ ઉમેદવારે પોતાની Basic Information માહિતી ભરવાની રહેશે.
- ત્યારબાદ “Sign Up” કરીને નોકરીદાતાએ સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે.
અનુબંધમ પોર્ટલ રજીસ્ટ્રેશન માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ
અનુબંધમ ગુજરાત પોર્ટલ લોગિન કરવા માટે નોકરીદાતા અને નોકરી મેળવનાર બન્નેને અલગ-અલગ ડોક્યુમેન્ટ જોઈએ. આ ડોક્યુમેન્ટ ઓનલાઈન રજીસ્ટ્રેશન દરમિયાન અપલોડ કરવાના રહેશે. જેથી રેજીસ્ટ્રેશન કરતી વખતે નીચે મુજબના ડોક્યુમેન્ટ તૈયાર રાખવા.
- મોબાઈલ નંબર
- Email Id
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
- આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, લાઈસન્સ, પાસપોર્ટ વગેરેમાંથી કોઈપણ એક
- લાયકાતની માર્કશીટ
- અનુભવની વિગત દર્શાવતું પ્રમાણપત્ર