હવેથી તમે ઘરે બેઠા તમારી જમીન ના રેકોર્ડ મેળવી શકશો. ગુજરાત સરકારના રેવન્યુ ડિપાર્ટમેન્ટે નાગરિકોની સરળતા માટે તમામ જમીનોના રેકોર્ડ ઓનલાઇન ઉપલબ્ધ કર્યા છે. આ માટે anyror gujarat પોર્ટલ બનાવવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના ખેડૂતો મહેસૂલી રેકોર્ડ એટલે Land Record નમૂના 7/12, 8-A, 6 વગેરે ઓનલાઇન ડાઉનલોડ કરી શકશે.
7/12 અને 8-અ ની નકલ ઓનલાઇન મેળવો
સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવે છે પોર્ટલ AnyRoR અને iORA પરથી 7/12 અને 8-અ ની નકલ ઓનલાઇન ડાઉનલોડ કરી શકશો. આ નકલ પર ક્યુ આર કોડ હશે, જેથી તેની અધિકૃતતાની ખાતરી કોઈપણ વ્યક્તિ કે સંસ્થા કરી શકશે.
તો મિત્રો તમે પણ ઓનલાઈન જમીન રેકોર્ડ વિશે વધારે જાણકારી મેળવવા માંગતા હોવ તો આ લેખ સંપૂર્ણ વાંચવો. જેથી તમે ઘરે બેઠા ઓનલાઇન જમીન રેકોર્ડ ડાઉનલોડ કરી શકો. અહીં તમને તમામ વિગતો આપવામાં આવેલ છે.
AnyRoR પોર્ટલ ગુજરાત
વિષય | 7/12 Utara Online Gujarat |
ભાષા | ગુજરાતી |
લાભાર્થી | ગુજરાતના તમામ ખેડૂતો |
ઉદ્દેશ | ગુજરાતના ખેડૂતો પોતાની જમીનના ૬, ૭/૧૨ અને ૮-અ ઘરે બેઠા ઓનલાઈન કાઢી શકે. |
Official Website | https://anyror.gujarat.gov.in https://iora.gujarat.gov.in |
7/12 અને 8-અ ના દાખલા ઓનલાઇન ડાઉનલોડ કરવા માટેની પ્રોસેસ
- સૌપ્રથમ મહેસુલ વિભાગના AnyRoR અથવા i-ORA પર પોર્ટલ પર જાઓ.
- AnyRoR અથવા i-ora પોર્ટલના મુખ્ય પેજ પર દર્શાવેલ “Digitally Signed RoR/ડિજિટલ સાઇન્ડ ગામ નમૂના નંબર” પર ક્લિક કરો.
- હવે તમારો મોબાઈલ દાખલ કરી તેની નીચે રહેલા કેપ્ચા કોડને (Captcha Code) ટેક્સ્ટબોક્સમાં દાખલ કરો.
- ત્યારબાદ ‘Generate OTP’ પર ક્લિક કરો જેથી તમે દાખલ કરેલા મોબાઈલ નંબર પર એક એસએમએસ દ્વારા OTP આવશે.
- મોબાઇલ નંબર પર પર આવેલા વેરિફિકેશન કોડ Textbook મા દાખલ કરીને “Login” પર click કરો.
- લોગીન કરશો એટલે તમારી સામે વિવિધ વિકલ્પો આવશે.
- સૌપ્રથમ તેમાંથી જે નમૂનો ડાઉનલોડ કરવાનું છે તે પસંદ કરવું પડશે.
- ત્યાર બાદ તમારો જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરવાનું રહેશે. જેમાં સર્વે નંબર / બ્લોક નંબર / ખાતા નંબર / નોંધ નંબર પસંદ કરી “Add Village Form”પર click કરો.
- ત્યારબાદ નીચે તમે પસંદ કરેલ નમુના ની વિગત આવી જશે તેની નીચે રહેલા Procced For Payment પર ક્લિક કરો.
- જો તમામ માહિતી બરાબર હોય તો “Pay Amount” પર click કરી જરૂરી રકમની ચૂકવણી ઓનલાઇન કરો.
- પેમેન્ટની ચુકવણી કર્યા બાદ ડિજિટલ ગામ નમૂના નંબર “Download RoR” પર ક્લિક કરીને ડીજીટલ ગામ નમૂના ડાઉનલોડ કરી શકાશે.
નોંધ:- એકવાર તૈયાર થયેલ ડિજિટલ ગામ નમૂના નંબર આપના લોગીનમાં ૨૪ કલાક સુધી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ રહેશે.
ડીજિટલી સાઇન્ડ નકલ AnyRoR અથવા i-ORA પોર્ટલ પરથી મેળવી શકાશે
કોઇપણ વ્યક્તિ ડિજિટલી સાઇન્ડ નકલ ઓનલાઇન મેળવી શકશે. જમીન માટેનુ મહત્વનું રેકર્ડ ગામ નમુના નં.6, 7/12, 8-અ ની અધિકૃત નકલો હાલે જે તાલુકા ઇ-ધરા કેન્દ્રો / ઇ-ગ્રામ્ય કક્ષાએથી ઉપલબ્ધ થાય છે, તે હવે કોઇપણ વ્યક્તિ ડિજિટલી સાઇન્ડ (Digitally Signed) નકલ ઓન-લાઇન મેળવી શકશે, તથા આ નકલ ઉપયોગ માટે અધિકૃત ગણાશે. આ માટે ભરપાઇ કરવાની થતી નકલ ફી પણ ઓન-લાઇન ભરવાની રહેશે. ડીજિટલી સાઇન્ડ નકલ AnyRoR (https://anyror.gujarat.gov.in) અથવા i-ORA (https://iora.gujarat.gov.in) પોર્ટલ પરથી મેળવી શકાશે. આ નકલ પર કયુઆર કોડ (QR Code) ઉપલબ્ધ હશે. જેથી તેની અધિકૃતતાની ખાતરી ઓન-લાઇન કોઇપણ વ્યક્તિ તથા સંસ્થા કરી શકશે.
મહત્વપૂર્ણ લિંક
AnyRoR | Click Here |
i-ORA | Click Here |