સોલાર ઝટકા મશીન સહાય યોજના ગુજરાત 2023: ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. ગુજરાત સરકાર ખેતી વિશે યોજનાઓ માટે આઇ ખેડૂત પોર્ટલ શરુ કરેલ છે. આ પોર્ટલ પરથી વિવિધ યોજનાઓ માટે ખેડૂત અરજી કરી લાભ લઇ શકે છે.
સોલાર પાવર યુનિટ/કીટ ખરીદી માટે ખાતેદાર ખેડૂતને રૂ. ૧૫,૦૦૦/- સુધીની નાણાંકીય સહાય આપવામાં આવશે.
આજે આપણે ઝટકા મશીન યોજના એટલે કે સોલાર ફેન્સીંગ પાવર કીટ વિશે માહિતી મેળવીશું આ યોજના અંતર્ગત તમારે કઈ રીતે અરજી કરવી તે અંગેની સંપૂર્ણ વિગત મેળવવા નીચેની વિગતો ધ્યાનથી વાંચજો.
ઝટકા મશીન યોજના ગુજરાત 2023 | સોલાર ફેન્સીંગ પાવર કીટ @ikhedut.gujarat.gov.in
ખેડૂતો પોતાનો પાક રક્ષણ કરી શકે અને વધારે ઉત્પાદન લઇ શકે તે માટે સરકાર દ્વારા સોલર પાવર કીટ યોજના અંતર્ગત ઝટકા મશીન લેવા માટે નાણાંકીય સહાય પૂરી પાડવામાં આવે છે જે અંતર્ગત ખેડૂત આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે.
સોલાર ઝટકા મશીન યોજનાની વિગત
યોજનાનું નામ | ઝટકા મશીન યોજના ગુજરાત 2022 |
રાજ્ય | ગુજરાત |
ઉદેશ્ય | સોલાર ફેન્સીંગ પાવર કીટ ખરીદવા નાણકીય સહાય પુરી પાડવી |
ઓનલાઇન અરજીની શરૂઆત | 09/10/2023 |
ઓનલાઇન અરજીની છેલ્લી તારીખ | 08/11/2023 |
સત્તાવાર વેબસાઇટ | https://ikhedut.gujarat.gov.in/ |
સોલાર ફેન્સીંગ પાવર કીટ સહાય ધોરણ
સોલાર પાવર યુનિટ/કીટ ખરીદી માટે ખાતેદાર ખેડૂતને કુલ ખર્ચના ૫૦ % અથવા રુ. ૧૫,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે. એટલે કે વધુમાં વધુ ૧૫ હજાર સુધીની સહાય યોજના અંતર્ગત પૂરી પાડવામાં આવશે.
સરકાર દ્વારા 2023-24 નાણાકીય વર્ષ માટે આ યોજના માટે સંભવિત લક્ષ્યાંક 13070 રાખવામાં આવેલો છે એટલે વહેલા તે પહેલા ના ધોરણે સહાય ચુકવવામાં આવશે.
દરેક જિલ્લાના નક્કી કરેલા લક્ષ્યાંક મુજબ વહેલા તે પહેલા ના ધોરણે અરજીઓનો સ્વીકાર કરવામાં આવશે. આથી ikhedut.gujarat.gov.in પોર્ટલ પર સમયસર અરજી કરવી. Zatka Machine Sahay Yojana માટે તારીખ 09/10/2023 ના રોજ સવારે 10:30 કલાકથી અરજી કરી શકાશે.
ઝટકા મશીન યોજના માટે પાત્રતા માપદંડ
- અરજી કરનાર ગુજરાતના નિવાસી હોવા જોઈએ.
- અરજી કરનાર ખેડૂતો પોતાની જમીન ધરાવતો હોવો જોઈએ.
- લક્ષ્યાંકની મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે.
Zatka Mashin Yojana આવશ્યક ડોક્યુમેન્ટ
- આધાર કાર્ડ
- બેંક પાસબુકની નકલ
- 7-12, 8-અ
ઝટકા મશીન સહાય યોજના અરજી કેવી રીતે કરવી?
સોલાર ફેન્સીંગ પાવર કીટ સહાય માટે ગુજરાતના ખેડૂતોએ સરકાર દ્વારા બનાવવામાં આવેલા પોર્ટલ આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ અરજી તમે જાતે કરી શકો છો અથવા નજીકના કોઈ કોમ્પ્યુટર સેન્ટર પાર જઈ અને અરજી કરી શકો છો.
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તે અંગેની વિગતવાર પ્રોસેસ અહીં નીચે આપેલ છે.
- સૌપ્રથમ તો ઓફિશિયલ વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/ પર જાવ.
- હોમ પેજ પર રહેલા મેનુમાંથી “યોજનાઓ” પર ક્લિક કરો.
- ત્યારબાદ ખેતીવાડીની યોજનાઓ સામે રહેલ “વિગતો માટે અહીં ક્લિક કરો” પર ક્લિક કરો.
- આટલું કર્યા પછી નીચેની તરફ જશો તો તમને વિવિધ યોજનાઓ જોવા મળશે.
- હવે તેમાંથી સોલર પાવર યુનિટ/કીટ યોજના ની સામે રહેલ “અરજી કરો” બટન પર ક્લિક કરો.
- ત્યારબાદ તમારી સામે સૂચનાઓ આવી જશે. તેની નીચે તમે રજિસ્ટર્ડ અરજદાર છો? ની સામે રહેલ વિકલ્પ પસંદ કરી “આગળ વધવા ક્લિક કરો”
- તમારી સામે ફોર્મ ખુલી જશે તેમાં સંપૂર્ણ વિગતો ભરી અરજી સેવ કરવી ત્યારબાદ અરજીને કન્ફર્મ કરી પ્રિન્ટ કાઢી લેવી.
તમારી અરજી ની સ્થિતિ જાણો
- સૌપ્રથમ તો ઓફિશિયલ વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/ પર જાવ.
- હોમપેજ પાર આવેલ અરજીનું સ્ટેટસ /રિપ્રિન્ટ પાર ક્લિક કરો.
- જરૂરી વિગતો ભરો અને “અરજીનું સ્ટેટસ તપાસો” બટન પર ક્લિક કરો.
મહત્વપૂર્ણ લિંક્સ
ઓનલાઇન અરજી કરવા | Click Here |
અરજીની સ્થિતિ જાણવા | Click Here |
ઓફિશ્યિલ વેબસાઈટ | Click Here |
હોમપેજ | Sarkari Yojana |