શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના: નમસ્કાર મિત્રો સરકારી યોજના વેબસાઈટમાં તમારું સ્વાગત છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને લગતી વિવિધ યોજનાઓ લોન્ચ કરવામાં આવે છે, પરંતુ જાણકારી ના અભાવે આ યોજનાઓનો લાભ લોકો લઈ શકતા નથી. આથી અમારી વેબસાઈટ પર સરકારની તમામ યોજનાઓ લોકો સુધી પહોંચે તેવા પ્રયત્નો કરીએ છીએ.
આજના આ લેખ દ્વારા અમે તમને ગુજરાત સરકારની શ્રી વાજપેયી બેન્કેબલ યોજના વિશે વિસ્તૃત માહિતી આપીશું. જો તમે પોતાનો ધંધો શરૂ કરવા માગતા હોય તો સરકાર તમને આ યોજના અંતર્ગત રૂપિયા 8 લાખ સુધીની સહાય ધિરાણ સ્વરૂપે આપશે. જેમાં તમને સબસીડી પણ મળવાપાત્ર થશે. આ યોજના વિશે તમામ માહિતી નીચે આપવામાં આવેલી છે.
મિત્રો આવી જ અન્ય યોજનાઓની જાણકારી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જરૂર જોડાઓ.
શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના શું છે?
શ્રીવાજપાઇ બેન્કેબલ યોજના એ કુટિર ઉદ્યોગના કારીગરોને રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો, પબ્લીક સેક્ટર બેંકો, ખાનગી બેંકો મારફતે નાણાંકીય લોન/સહાય આપવાની યોજના છે.
કોઈપણ કારીગર કે વ્યક્તિ પોતાનો પરમ્પરાગત ધન્ધો અથવા તો કોઈ પણ અન્ય ધંધો કે ઉદ્યોગ શરૂ કરવા માંગતા હોય તેમના માટે આ યોજના ખૂબ જ મહત્વની છે.
યોજનાનો હેતુ
આ યોજના હેઠળ ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના બેરોજગાર વ્યક્તિઓને સ્વરોજગારી પુરી પાડવાનો આશય રહેલો છે. અપંગ કે અંધ વ્યક્તિ પણ આ યોજનાનો લાભ લઈ શકશે.
યોજનાની પાત્રતા
- ઉંમરઃ ૧૮ થી ૬૫ વર્ષ
- શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછું ધોરણ-૪ (ચાર) પાસ અથવા
- તાલીમ/અનુભવઃ વ્યવસાયને અનુરૂપ ખાનગી સંસ્થામાંથી ઓછામાં ઓછા ૩ માસની તાલીમ અથવા સરકાર માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછા એક માસની તાલીમ લીધેલી હોવી જરૂરી છે અથવા એક વર્ષના ધંધાને લગતો અનુભવ હોવો જોઇએ અથવા વારસાગત કારીગર હોવા જોઇએ.
આવક મર્યાદા
આ યોજનામાં આવક મર્યાદા રાખવામાં આવેલ નથી તમારા પરિવાર ની આવક ગમે તેટલી હોય તમે આ યોજના માટે અરજી કરી શકો છો.
બેંક મારફત લોન ધિરાણની મહત્તમ મર્યાદા
વિવિધ ઉદ્યોગ ક્ષેત્રમાં વધુમાં વધુ નીચે પ્રમાણે સહાય આપવામાં આવે છે.
- ઉદ્યોગ ક્ષેત્ર માટે મહત્તમ ₹.૮ લાખ.
- સેવા ક્ષેત્ર માટે મહત્તમ ₹.૮ લાખ.
- વેપાર ક્ષેત્ર માટે મહત્તમ ₹.૮ લાખ.
ધિરાણ (લોન) પર કેટલી સબસીડી મળશે
વિસ્તાર | જનરલ કેટેગરી | અનુસૂચિત જાતિ/અનુસૂચિત જન જાતિ/ માજી સૈનિક/મહિલા/૪૦% કે તેથી વધુ અંધ કે અપંગ |
---|---|---|
ગ્રામ્ય | ૨૫% | ૪૦% |
શહેરી | ૨૦% | ૩૦% |
અરજી કઈ રીતે કરવી
આ યોજના ની સહાય લેવા માટે તમારે તમારા જિલ્લાના ઉદ્યોગ કેન્દ્ર નો સંપર્ક કરવાનો રહેશે. તમામ જિલ્લાના ઉદ્યોગ કેન્દ્રની માહિતી મેળવવા નીચે લિંક આપેલી છે તેના પર ક્લિક કરી તમે તમારા જિલ્લાના ઉદ્યોગ કેન્દ્ર વિશે જાણી શકશો.
અરજી ફોર્મ | અહી ક્લિક કરો |
તમામ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ની માહિતી | અહી ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |