World Cup 2023 Schedule: વનડે વર્લ્ડ કપ ઓક્ટોબર નવેમ્બર મહિનામાં ભારતમાં રમાવાનો છે વર્લ્ડ કપ ના સમય પત્રકને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. BCCI એ ડ્રાફ્ટ શેડ્યૂલ ICC ને સોંપી દીધું હતું. તેને અંતિમ રૂપ આપી દીધું છે. ICC એ World Cup 2023 Schedule નો કાર્યક્રમ જાહેર કર્યો છે.
જાણકારી મુજબ વર્લ્ડ કપ ટુર્નામેન્ટ ની શરૂઆત 5 ઓક્ટોબર થી થશે. જ્યારે ફાઇનલ 19 નવેમ્બર ના રોજ રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચો ક્યારે રમાશે એ પણ સ્પષ્ટ થઈ ગયું છે.
આ તારીખે થશે IND vs PAK | World Cup 2023 Schedule
તમને જણાવી દઈએ કે ભારતની યજમાનીમાં આ વર્ષે રમાનાર વર્લ્ડ કપ નું સમયપત્રક આવી ગયું છે ભારતીય ટીમ પોતાની 9 મેચ અલગ અલગ 9 મેદાન ઉપર રમશે.
Men’s World Cup Schedule 2023 અનુસાર ICC World Cup 2023 નો પહેલો મુકાબલો 5 ઓક્ટોબર ના રોજ ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદમાં રમાશે. આ જ મેદાનમાં 19 નવેમ્બરે ફાઇનલ પણ રમાશે.
સાથે જ ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચેની મેચ 14 ઓક્ટોબર ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદમાં જ રમાશે.
આ પણ વાંચો: માત્ર 10 મિનિટમાં ઘરે બેઠા બનાવો પાનકાર્ડ ફ્રી માં
ભારતની મેચોનું સમયપત્રક | India’s ODI World Cup 2023 Draft Schedule
- India vs Australia, 8 ઓક્ટોબર, ચેન્નઈ
- India vs Afghanistan, 11 ઓક્ટોબર, દિલ્હી
- India vs Pakistan, 14 ઓક્ટોબર, અમદાવાદ
- India vs Bangladesh, 19 ઓક્ટોબર, પુણે
- India vs New Zealand, 22 ઓક્ટોબર, ધર્મશાળા
- India vs England, 29 ઓક્ટોબર, લખનઉ
- India vs Qualifier-2, 2 નવેમ્બર, મુંબઈ
- India vs South Africa, 5 નવેમ્બર, કલકત્તા
- India vs Qualifier-1, 11 નવેમ્બર બેંગલોર
આ પણ જુઓ: જુઓ બિપોરજોય વાવાઝોડાનું લાઈવ લોકેશન
ICC World Cup 2023 માં કુલ 10 ટિમો હશે તેમાં ભારત, ઇંગ્લેન્ડ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા ની ટીમે રેન્કિંગ ના હિસાબે વિશ્વ કપ માટે ક્વોલીફાઈ કરી લીધું છે. જ્યારે માં ઝિમ્બાબ્વેમાં 18 જૂનથી 9 જુલાઈ સુધી ક્વોલીફાયર ઇવેન્ટમાં 10 ટિમો વનડે વર્લ્ડ કપ 2023 માં બાકી બે જગ્યા માટે પ્રતિસ્પર્ધા કરશે.