Aadhaar Update Online: આધાર કાર્ડ ને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે જો તમારું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું હોય તો તેને અપડેટ કરાવવું જરૂરી છે હાલ તમે ફ્રી માં અપડેટ કરાવી શકો છો ત્યારબાદ તમારે ફી ભરી ફરજીયાત અપડેટ કરાવવું પડી શકે છે.
UIDAI દ્વારા ફ્રી ઓનલાઈન ડોક્યુમેન્ટ અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 જૂન 2023 રાખવામાં આવી હતી, જેને હવે વધારી દેવામાં આવી છે હવેથી તમે 14 સપ્ટેમ્બર 2023 સુધી તમારું આધાર કાર્ડ ઓનલાઇન ફ્રીમાં અપડેટ કરાવી શકો છો. ત્યારબાદ તમારે ફી ભરવી પડશે.
14 સપ્ટેમ્બર સુધી ફ્રીમાં અપડેટ કરાવી શકશો આધાર કાર્ડ
આધાર ઓથોરિટી દ્વારા આધાર કાર્ડ ધારકોને તાત્કાલિક આધારકાર્ડ અપડેટ કરવાની અપીલ કરી છે. જેમણે આધાર ઇસ્યુ થયાના 10 વર્ષ પછી પણ આધાર કાર્ડ માં કોઈ ડીટેલ અપડેટ નથી કરાવી તેના માટે મફત અપડેટ સેવાને ત્રણ મહિના માટે વધારી દેવામાં આવી છે.
તમે જાણો છો કે આધારકાર્ડને એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બનાવી દેવામાં આવ્યું છે સરકારની દરેક યોજનાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડ ખૂબ જ જરૂરી દસ્તાવેજ છે આ માટે આધાર કાર્ડની અપડેટ કરવું મહત્વનું છે.
Aadhaar Update Online આ રીતે કરો ફ્રી માં
ઘરે બેઠા તમારા મોબાઇલ માંથી આધારકાર્ડને અપડેટ કરવા માટે નીચેના સ્ટેપને અનુસરો:
- સૌ પ્રથમ ઓફિસિયલ વેબસાઈટ https://myaadhaar.uidai.gov.in/ પર જાઓ.
- હવે લોગીન બટન પર ક્લિક કરો ત્યારબાદ તમારા ફાધર નંબર એડ કરી નીચે આપેલ કેપ્ચા કોડ ને દાખલ કરો અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરો.
- તમારા ફોન પર આવેલ ઓટીપી દાખલ કરી લોગીન પર ક્લિક કરો.
- લોગીન થઈ ગયા પછી તમને વિવિધ ઓપ્શન જોવા મળશે,
- તેમાં નીચેની તરફ સ્ક્રોલ કરો એટલે તમને લાસ્ટમાં Update Document ઓપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરો.
- ત્યારબાદ ડોક્યુમેન્ટ અપલોડ કરવાની પ્રોસેસ બતાવવામાં આવશે ત્યારબાદ Next પર ક્લિક કરો. હવે તમારી સામે આધાર કાર્ડ ની ડિટેલ આવી જશે.
- તમારી વિગતો વેરીફાઈ કરી Next બટન પર ક્લિક કરવું.
- ત્યારબાદ ડોક્યુમેન્ટ નો પ્રકાર સિલેક્ટ કરી અને ડોક્યુમેન્ટ ને Upload કરવું તમે ડોક્યુમેન્ટ jpeg, png કે pdf સ્વરૂપે અપલોડ કરી શકો છો.
- ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરો તમારી એપ્લિકેશન સેવ થઈ જશે.