શું તમે જાણો છો મહિલાઓ અને પુરુષોનું સામાન્ય બ્લડ પ્રેશર કેટલું હોવું જોઈએ આજના સમયમાં હાઈ બ્લડ પ્રેશર અને લો બ્લડપ્રેશરની સમસ્યાઓ વધતી જાય છે. સ્વાસ્થ્યની જાળવણી માટે બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખવું જરૂરી છે.
આજના સ્વાસ્થ્ય સંબંધી લેખમાં અમે તમને જણાવીશું કે કઈ ઉંમરે કેટલું બ્લડ પ્રેશર હોવું જોઈએ બ્લડ પ્રેશર અંગેની તમામ વિગતો માટે આ લેખ અંત સુધી વાંચો.
બ્લડ પ્રેસર એટલે શું છે
રક્તવાહિનીઓ પર પડતાં લોહીનાં દબાણને બ્લડ પ્રેશર કહેવાય છે. હાઈ બ્લડ પ્રેશરમાં લોહીનું દબાણ વધુ અને લોમાં ઓછું થઈ જાય છે. આ બંને પ્રકારના બ્લડ પ્રેશરમાં તરત જ સારવાર કરાવવી જરૂરી બની જાય છે.
ઉંમર પ્રમાણે કેટલું હોવું જોઈએ બ્લડ પ્રેશર
એક નોર્મલ વ્યક્તિના બ્લડ પ્રેશર ની રેન્જ 120/80 હોય તો તે સામાન્ય માનવામાં આવે છે. પરંતુ ઉંમર પ્રમાણે બ્લડ પ્રેશરની આ શ્રેણીમાં બદલાવ આવે છે. વળી પુરુષ અને સ્ત્રીના બ્લડ પ્રેશર ની રેન્જ પણ અલગ અલગ હોય છે તો આવો જાણીએ ઉંમર પ્રમાણે બ્લડ પ્રેશર કેટલું હોવું જોઈએ.
ઉમર પ્રમાણે બ્લડ પ્રેશર ચાર્ટ
ઉંમર | સ્ત્રી | પુરુષ |
---|---|---|
15 થી 18 વર્ષ સુધી | 120/85 | 117/77 |
19 થી 24 વર્ષ સુધી | 120/79 | 120/79 |
25 થી 29 વર્ષ સુધી | 120/80 | 120/80 |
30 થી 39 વર્ષ સુધી | 123/82 | 122/81 |
40 થી 45 વર્ષ સુધી | 125/83 | 124/83 |
46 થી 49 વર્ષ સુધી | 127/84 | 126/84 |
50 થી 55 વર્ષ સુધી | 129/85 | 128/85 |
56 થી 59 વર્ષ સુધી | 130/86 | 131/86 |
60 વર્ષથી વધુ | 134/84 | 135/88 |
બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખવાના કેટલાક ઉપાયો
- પ્રોસેસ્ડ ફૂડની જગ્યાએ આખા અનાજનો ખોરાક લો. પરંતુ બજારમાં તે ખરીદતી વખતે તેનું ન્યૂટ્રિશન લેબલ અને સોડિયમની માત્રા ચોક્કસ તપાસી લેવી.
- આહારમાં દૂધ, દહીં, ઘરેલુ વસ્તુઓ અને અન્ય ઓછી ચરબી વાળો ખોરાક સામેલ કરો.
- દૈનિક આહારમાં ઓછામાં ઓછાં 2 ફળો અને શાકભાજી ખાઓ.
- પાંદડાવાળાં શાકભાજી, બ્રોકોલી, બ્લુબેરી, તરબૂચ, કેળું વગેરે લો. લસણ હૃદય માટે બહુ લાભદાયક હોય છે. તે ખાવાથી રક્ત પરિભ્રમણ યોગ્ય થાય છે અને હાઈ બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી માટે છે. બ્લડ પ્રેશર ની કોઈપણ સમસ્યા હોય તો તમારા ડોક્ટરનો સંપર્ક કરવો.