Pradhan Mantri Jivan Jyoti Bima Yojana: દેશમાં વસતા લોકો માટે સરકાર દ્વારા વિવિધ આર્થિક યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજનાઓની જાણકારી લોકો સુધી પહોંચતી નથી અને લોકો તેથી યોજનાનો લાભ મેળવી શકતા નથી. આથી અમે તમને વિવિધ યોજનાઓ વિશે જણાવીએ છીએ. આજે અમે તમને પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના વિશે જણાવીશું.
પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના શું છે તેનો લાભ કેવી રીતે લેવો? કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે? વગેરે માહિતી માટે આ લેખને સંપૂર્ણ વાંચો.
પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના | PMJJBY
PMJJBY યોજના એ એક વીમા યોજના છે. જે કોઈપણ કારણોસર મૃત્યુ માટે જીવન વીમા કવર ઓફર કરે છે. આ યોજનામાં એક વર્ષનું વીમા સુરક્ષા કવચ આપવામાં આવે છે. તમે તેને દર વર્ષે રીન્યુ કરાવી શકો છો અને આગળ લાભ લઈ શકો છો.
તમારા બેંક ખાતામાંથી વાર્ષિક હપ્તાની રકમ સીધી જ કપાવી શકો છો. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં તમને બે લાખનો વીમો આપવામાં આવે છે.
PMJJBY Overview
યોજનાનું નામ | પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના |
કોના દ્વારા | ભારત સરકાર |
લાભાર્થી | ભારતના નાગરિક |
પ્રીમિયમની રકમ | રૂપિયા 436/- વાર્ષિક |
વીમા કવર | રૂપિયા 2,00,000/- |
આ યોજના હેઠળ, કોઈપણ કારણસર જીવન વીમાધારકના મૃત્યુના કિસ્સામાં જોખમ કવર રૂ. 2 લાખ આપવામાં આવે છે. પ્રીમિયમની રકમ વાર્ષિક રૂ. 436 છે. જે વીમા ધારક દ્વારા આપવામાં આવેલા વિકલ્પ મુજબ બેંક ખાતામાંથી એક હપ્તામાં દરેક વાર્ષિક કવર સમયગાળામાં યોજના હેઠળ 31મી મેના રોજ અથવા તે પહેલાં ઓટો-ડેબિટ કરવામાં આવે છે.
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં કઈ રીતે જોડાવું
- સૌ પ્રથમ જન સુરક્ષાની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ.
- ઓફિશિયલ વેબસાઈટ પરથી PMJJBY એપ્લિકેશન ફોર્મ PDF ડાઉનલોડ કરો.
- PDF ડાઉનલોડ કર્યા પછી, તમારે ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ માહિતી ભરવાની રહેશે.
- બધી માહિતી ભર્યા પછી, તમારે તેને તે બેંકમાં જમા કરાવવી જ્યાં તમારું સેવિંગ ખાતું હોય.
- આ પછી યોજનામાં જોડાવા માટે સંમતિ પત્ર સબમિટ કરો અને સંમતિ પત્ર અને પ્રીમિયમની રકમ ઓટો-ડેબિટ કરો. યોગ્ય રીતે ભરેલ અરજી ફોર્મ સાથે જરૂરી ડોક્યુમેન્ટ જોડો.
પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા પીડીએફ ફોર્મ નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી શકશો.
ઉંમર માપદંડ
આ યોજનામાં 18 વર્ષથી 50 વર્ષની ઉંમર સુધીની કોઈપણ વ્યક્તિ લાભ લઈ શકે છે. તેમનું બેંક અથવા પોસ્ટ ઓફિસમાં બચત ખાતું હોવું જરૂરી છે.
આ યોજનાનો લાભ લેવા માટે તમે નજીકની બેંક અથવા પોસ્ટ ઓફિસ નો સંપર્ક કરી શકો છો.
જરૂરી ડોક્યુમેન્ટ
- અરજદારનું આધાર કાર્ડ
- ઓળખપત્ર
- બેંક ખાતાની પાસબુક
- મોબાઇલ નંબર
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
મહત્વપૂર્ણ લીંક્સ
PMJJBY PDF ફોર્મ ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
ઓફિસિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |