PM YASASVI Yojana 2023: સરકાર દ્વારા આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓ ના અભ્યાસ માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. આવી જ PM YASASVI Yojana અંતર્ગત વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળી રહે તે માટે આર્થિક સમય આપવામાં આવે છે.
યોજના અંતર્ગત ધોરણ 9 અને 11 માં ભણતા વિદ્યાર્થીઓ પ્રધાનમંત્રી યશસ્વી યોજના એન્ટ્રન્સ પરીક્ષા આપી શકે છે. જેમાં પાસ થનાર વિદ્યાર્થીને 75,000/- થી 1,25,000/-ર સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે.
પીએમ યશસ્વી યોજના પરીક્ષાના ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયેલ છે ઓનલાઇન ફોર્મ કઈ રીતે ભરવા કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ વગેરે માહિતી આ પોસ્ટ દ્વારા તમને આપીશું.
PM YASASVI Yojana 2023
PM Young Achievers Scholarship Award Scheme for Vibrant India (YASASVI) એ વિદ્યાર્થીઓ માટે ભારત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલ શિષ્યવૃત્તિ કાર્યક્રમ છે.
PM YASASVI યોજના અંતર્ગત શિષ્યવૃત્તિ આપવા માટે એન્ટ્રન્સ ટેસ્ટ લેવામા આવે છે. આ યોજના હેઠળ લાભ મેળવવા માટે વર્ષ 2023-24માં મંત્રાલય દ્વારા નક્કી કરાયેલી સંસ્થામાં અભ્યાસ કરતા ફક્ત ધોરણ 9 અને ધોરણ 11ના અન્ય પછાત વર્ગ (OBC), આર્થિક રીતે પછાત વર્ગ (EBC),અને વિચરતી વિમુક્ત (DNT) જાતિના વિદ્યાર્થીઓએ ઓનલાઇન અરજી કરી શકે છે.
PM YASASVI Yojana Updates: હવે નહિ લેવાય પરીક્ષા, વગર પરીક્ષાએ મળશે શિષ્યવૃત્તિ
PM YASASVI Yojana Overview
યોજનાનું નામ | પીએમ યશસ્વી યોજના |
ઓનલાઈન ફોર્મ શરૂ તારીખ | 11/07/2023 |
છેલ્લી તારીખ | 10/08/2023 |
પરીક્ષાનું માધ્યમ | હિન્દી/અંગ્રેજી |
પરીક્ષા તારીખ | 29/09/2023 |
ઓફિશિયલ વેબસાઈટ | https://yet.nta.ac.in/ |
PM YASASVI યોજના વિશેની મહત્વપૂર્ણ બાબતો
- આ શિષ્યવૃતિ યોજના મા વાર્ષિક રૂ.૧,૨૫,૦૦૦- સુધીની શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે.
- આ પરીક્ષા નુ ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ કોઇ પરીક્ષા ફી ચૂકવવાની રહેતી નથી.
- આ યોજના અંતર્ગત પરીક્ષાનો અભ્યાસક્રમ, પાત્રતા પરીક્ષા કેન્દ્રના શહેરો તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા માન્ય થયેલ સંસ્થા-શાળાઓની યાદી અને પરીક્ષા સંબંધિત માહિતી https://yet.nta.ac.in વેબસાઇટ પર મૂકવામા આવેલ છે.
- આ યોજનામા આવક મર્યાદા આ મુજબ નિયત કરવામા આવેલી છે જેઓના માતા-પિતાની તમામ સ્ત્રોતની વાર્ષિક આવક રૂ.૨.૫૦ લાખથી વધુ ન હોવી જોઇએ.
- આ યોજનામા ધો.૯ અને ૧૦ના વિદ્યાર્થીઓની શાળાની ટ્યુશન ફી અને હોસ્ટેલ ફી એમ મળીને વધુમાં વધુ વાર્ષિક રૂ. ૭૫,૦૦૦ સુધીની શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે.
- ધો ૧૧ અને ધો ૧૨ના વિદ્યાર્થીઓને શાળાની ટ્યુશન ફી અને હોસ્ટેલ ફી એમ મળીને વધુમાં વધુ વાર્ષિક રૂ.૧,૨૫,૦૦૦- સુધીની શિષ્યવૃત્તિ આપવામા આવે છે.
- આ શિષ્યવૃત્તિ યોજના માટે મંત્રાલય દ્વારા પસંદ કરવામા આવેલી શાળા-સંસ્થાની માહિતી https://yet.nta.ac.in વેબસાઇટ પર મૂકવામા આવેલી છે.
જરૂરી ડોક્યુમેન્ટ
- ઉમેદવાર પાસે ધોરણ 10 પાસનું પ્રમાણપત્ર અથવા ધોરણ 8 પાસનું પ્રમાણપત્ર હોવું આવશ્યક છે.
- ઉમેદવાર પાસે આવકનું પ્રમાણપત્ર હોવું આવશ્યક છે
- ઉમેદવારનું ઓળખપત્ર.
- ઇમેઇલ સરનામું અને સેલફોન નંબર.
- ઉમેદવાર પાસે નીચેનામાંથી ઓછામાં ઓછું એક પ્રમાણપત્ર હોવું આવશ્યક છે: અનુક્રમે OBC/EBC/DNT SAR/NT/SNT માટે પ્રમાણપત્રો.
PM YASASVI Scholarship ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું
યશસ્વી યોજના શિષ્યવૃતિ પરીક્ષા માટે ધોરણ 9 અને 11 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નીચે મુજબના સ્ટેપ પણ કરી ઓનલાઈન અરજી કરી શકે છે.
- સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જઈ રજીસ્ટ્રેશન કરો.
- રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ હોમપેજ પર લોગીન ડીટેલ દાખલ કરી લોગીન કરો.
- તમારી સામે એપ્લિકેશન ફોર્મ આવી જશે તેમાં જરૂરી માહિતી કાળજીપૂર્વક ભરો.
- ત્યારબાબ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરી, અરજી સબમિટ કરવી.
મહત્વપૂર્ણ લિંક્સ
ઓફિસિયલ નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
ઓનલાઇન એપ્લાય | અહીં ક્લિક કરો |
સ્કૂલ લિસ્ટ | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |