10th 12th Graduate Pass Job: નોકરીની તૈયારી કરતા યુવાનો માટે ખૂબ જ મહત્વના સમાચાર આવ્યા છે. શહેરી ગ્રામ્ય સ્વાસ્થ્ય સંસ્થા દ્વારા ગુજરાતના દરેક જિલ્લા અને તાલુકામાં 8500 જગ્યા પર પરીક્ષા વગર સિદ્ધિ ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી મેળવવા આ લેખને અંત સુધી વાંચો.
Shahari Grameen Swasth Kalyan Sansthan Recruitment
શહેરી ગ્રામીણ સ્વાસ્થ્ય કલ્યાણ સંસ્થાન દ્વારા દરેક જિલ્લા અને ગ્રામ્ય સભામાં વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. 10, 12 અને ગ્રેજ્યુએટ પાસ યુવાનો વિવિધ પોસ્ટ મુજબ અરજી કરી શકે છે.
Overview
પોસ્ટનું નામ | વિવિધ |
સંસ્થાનું નામ | શહેરી ગ્રામીણ સ્વાસ્થ્ય કલ્યાણ સંસ્થા |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
અરજી કરવાની તારીખ | 06-07-2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 01-08-2023 |
ઓફિસિયલ વેબસાઈટ | https://sgks.org.in/ |
પોસ્ટનું નામ
શહેરી ગ્રામીણ સ્વાસ્થ્ય કલ્યાણ સંસ્થાન દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન મુજબ સ્વાસ્થય ગ્રામ વિકાસ અધિકારી, સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ કાર્યકર્તા, સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ સહાયક, કોમ્પ્યુટર ઓપરેટ અને ક્લાર્ક ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
શૈક્ષણિક લાયકાત
શહેરી ગ્રામીણ સ્વાસ્થ્ય સંસ્થાન ભરતી નોટિફિકેશન મુજબ વિવિધ પોસ્ટ પ્રમાણે લાયકાત નીચે મુજબ છે.
પોસ્ટનું નામ | લાયકાત |
---|---|
સ્વાસ્થય ગ્રામ વિકાસ અધિકારી | કોઈપણ સ્નાતક |
સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ કાર્યકર્તા | 12 પાસ |
સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ સહાયક | 10 પાસ |
કોમ્પ્યુટર ઓપરેટ | 12 પાસ + ડિપ્લોમા |
ક્લાર્ક | 12 પાસ + ડિપ્લોમા |
પગારધોરણ
શહેરી ગ્રામીણ સ્વાસ્થ્ય સંસ્થાન ભરતીમાં પસંદગી પામ્યા બાદ નીચે મુજબ પગાર મળવા પાત્ર છે.
પોસ્ટનું નામ | પગારધોરણ |
---|---|
સ્વાસ્થય ગ્રામ વિકાસ અધિકારી | રૂપિયા 29,500/- |
સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ કાર્યકર્તા | રૂપિયા 25,500/- |
સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ સહાયક | રૂપિયા 24,500/- |
કોમ્પ્યુટર ઓપરેટ | રૂપિયા 27,500/- |
ક્લાર્ક | રૂપિયા 26,500/- |
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારની પસંદગી મેરીટ/ ઇન્ટરવ્યૂ/ લેખિત પરીક્ષા/ સ્કિલ ટેસ્ટ અથવા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે કરવામાં આવી શકે છે. ઉમેદવારની પસંદગી કઈ પ્રક્રિયાને આધારે કરવામાં આવશે તેની માહિતી જાહેરાતમાં આપવામાં આવી નથી.
અરજી કેવી રીતે કરવી
- સૌપ્રથમ ઓફિસિયલ https://sgks.org.in/ વેબસાઈટ પર જાઓ
- હોમ પેજ પર રહેલા એપ્લાય ના ઓપ્શન પર ક્લિક કરો
- ત્યારબાદ જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તે સિલેક્ટ કરો
- મારી તમામ વિગતો કાળજીપૂર્વક કરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
- ત્યારબાદ નીચે રહેલા સબમીટ બટન પર ક્લિક કરો આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
ખાસ નોંધ: આ ભરતીમાં અરજી કરતી વખતે અથવા અરજી કર્યા બાદ તમારી પાસે કોઈપણ પ્રકારની ફી મંગાવામાં આવે તો તેની ચુકવણી કરવી નહિ. કારણ કે જાહેરાતમાં આપવામાં આવેલ માહિતી અનુસાર આ ભરતીમાં તમે મફત એટલે કે ફ્રીમાં જ અરજી કરી શકો છો.
અરજી કરવા માટે મહત્વપૂર્ણ લીંક
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |
નોંધ: આ ભરતીની માહિતી તારીખ 06-07-2023 ના ગુજરાત સમાચારપત્રમાંથી લેવામાં આવેલ છે. અમારી તમને વિનંતી છે કે આ ભરતીમાં અરજી કરતા સમયે અથવા અરજી કર્યા બાદ કોઈ પણ પ્રકારની ફી ની ચુકવણી કરવી નહિ. જો તમે કોઈપણ ફીની ચુકવણી કરો છો તો આર્થિક અથવા અન્ય કોઈપણ નુકસાનના જવાબદાર તમે પોતે રહેશો. અરજી કરતા પહેલા તમામ માહિતી સંસ્થાની વેબસાઈટ તથા સંપર્ક નંબર દ્વારા જાણી લેવા વિનંતી.