PM Kisan 14th Installment Check: પીએમ કિસાન યોજના અંતર્ગત રજીસ્ટર થયેલા ખેડૂતો માટે ખૂબ જ ખુશીના સમાચાર આવ્યા છે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પીએમ કિસાન યોજનનો 14માં હપ્તાના પૈસા ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યા છે.
જો તમે પણ પીએમ કિસાન યોજના હેઠળ રજીસ્ટર હોય તો આ રીતે ચેક કરો કે તમારા ખાતામાં પૈસા આવ્યા છે કે નહીં. તમે ઘરે બેઠા ચેક કરી શકો છો કે તમારા ખાતામાં પૈસા આવ્યા છે કે નહીં. જાણવા માટે આ લેખને અંત સુધી વાંચો.
PM Kisan Yojana 14th Installment Status
પીએમ કિસાન યોજના હેઠળ નોંધાયેલા ખેડૂતોના ખાતામાં યોજનાના 14માં આપતા ના ₹2,000 જમા કરવામાં આવ્યા છે. આજે પ્રધાનમંત્રી દ્વારા દેશના 8 કરોડ જેટલા ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજના ના 14માં હપ્તાના પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
PM Kisan Yojana Overview
યોજનાનું નામ | પીએમ કિસાન સન્માન નિધિ |
યોજનાનો ઉદ્દેશ | ભારતના પાત્રતા ધરાવતા ખેડૂતોને નાણાકીય મદદ |
હપ્તાની રકમ | રૂ. 2000/- |
PM Kisan 14મો હપ્તો 2023 રિલીઝ થવાની તારીખ | 27/07/2023 |
કુલ વાર્ષિક રકમ | રૂ. 6000/- |
સત્તાવાર વેબસાઇટ | https://pmkisan.gov.in/ |
આ રીતે ચેક કરો તમારા ખાતામાં રકમ આવી કે નહિ
પીએમ કિસાન યોજનાનો 14 મો હપ્તો તમારા ખાતામાં આવ્યો છે કે નહીં, તે ચેક કરવા માટે નીચેના સ્ટેપ અનુસરો.
- સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જાવ
- હોમપેજ પર નો યોર સ્ટેટસ પર ક્લિક કરો.
- ત્યારબાદ તમારા રજીસ્ટ્રેશન નંબર દાખલ કરી, કેપ્ચા કોડ ભરી Get Data પર ક્લિક કરો.
- ત્યારબાદ લેટેસ્ટ ઇન્સ્ટોલમેન્ટ ડીટેલ સામે રહેલ બોક્સમાં 14 મો હપ્તો સિલેક્ટ કરો.
- નીચે તમારી માહિતી આવી જશે. જો તમારા ખાતામાં પૈસા મોકલવામાં આવ્યા હશે તો FTO Proceed સામે લીલું બટન ટીક થઈ જશે.
તો મિત્રો આવી જ લેટેસ્ટ માહિતી મેળવવા માટે અને યોજનાઓની અપડેટ માટે અમારું whatsapp ગ્રુપ જોઈન કરો અને આ માહિતીને વધુમાં વધુ શેર કરો.