Gujarat Love Marriage News Update: ગુજરાતમાં પ્રેમ લગ્નને લઈને ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે એમ લગ્નમાં માતા પિતાની મંજૂરી ફરજિયાત બનાવવા અંગે મુખ્યમંત્રી આપ્યા સંકેતો.
ગુજરાતના વિવિધ સંગઠનો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવતી હતી, આ અંગે મુખ્યમંત્રીએ મહેસાણા ની સભામાં સંકેતો આપ્યા છે.
- ગુજરાતમાં પ્રેમ લગ્નમાં વાલીની મંજૂરી બની શકે છે ફરજિયાત
- લવ મેરેજમાં વાલીની મંજૂરી ફરજિયાત કરવા અંગે અભ્યાસ કરવાની સીએમને ખાતરી
મહેસાણાના નુગર ખાતે એસપીજી આયોજિત પાટીદાર સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સંકેત આપતા જણાવ્યું છે કે ભવિષ્યમાં જો કોઈ બંધારણીય નિયમો નડે નહિ તો લવ મેરેજમાં વાલીની મંજૂરી ફરજિયાત કરવા અંગે અભ્યાસ કરીશું અને તેમાં સારામાં સારું પરિણામ લાવવાનો પ્રયત્ન કરીશું.
જુઓ લવ મેરેજ વિષે જો શું કહ્યું મુખ્યમંત્રીએ
PAAS દ્વારા કરવામાં આવી રજૂઆત
પાટીદાર સંગઠન પાસ દ્વારા પણ આ અંગે રજૂઆત કરવામાં આવી હતી અને ભવિષ્યમાં લવ મેરેજમાં વાલીની મંજૂરી ફરજિયાત બને તેવો કાયદો બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે અને મુખ્યમંત્રીએ કરેલા નિવેદનને પણ આવકારવામાં આવ્યું છે.
વિવિધ સંગઠનો દ્વારા કરવામાં આવે છે રજૂઆત
વિવિધ સમાજના લોકો દ્વારા પણ સરકાર નહીં આ પ્રકારની રજૂઆતો કરવામાં આવે છે જેને ધ્યાનમાં લઇ આગામી સમયમાં સરકાર આ અંગે અભ્યાસ કરી યોગ્ય નિર્ણય લઈ શકે છે.
આવનારા સમયમાં લવ મેરેજ અંગે નવો કાયદો બનશે કે નહીં તે અંગે તમે શું કહો છો તે નીચે કોમેન્ટમાં જરૂર લખો અને આવી જ લેટેસ્ટ માહિતી મેળવવા માટે અમારા Whatsapp ગ્રુપમાં જરૂર જોડાઓ.