Gramin Dak Sevak 2023: ધોરણ 10 પાસ માટે પોસ્ટ વિભાગમાં 30,041 જગ્યા પર પરીક્ષા વગર સીધી ભરતીની તક

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

India Post GDS Recruitment 2023: સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે ખૂબ જ ખુશીના સમાચાર છે. જો તમે નોકરી ની તૈયારી કરતા હોય તો તમારા માટે આ સમાચાર મહત્વના છે. ભારતીય ટપાલ વિભાગમાં ગ્રામીણ ડાક સેવકની 30,041 ખાલી જગ્યા પર ભરતી આવી છે. જેમાં 10 પાસ ઉમેદવારોની મેરિટના આધારે વગર પરીક્ષાએ સીધી ભરતી કરવામાં આવશે.

ઇન્ડિયન પોસ્ટ ડિપાર્ટમેન્ટમાં ગ્રામીણ ડાક સેવકની સીધી ભરતી આવી છે. ઓનલાઇન ફોર્મ ભરવાનું શરુ થઈ ગયું છે. આજના આ લેખમાં અમે તમને જણાવીશું કે ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું? શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વયમર્યાદા વગેરે માહિતી નીચે આપેલી છે તો આ લેખને સંપૂર્ણ વાંચો.

India Post GDS Recruitment 2023

ભારતી પોસ્ટ વિભાગ (India Post Department) દ્વારા ગ્રામીણ ડાક સેવકની ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં કુલ 30,041 જગ્યા ઉપર ધોરણ 10 પાસ પર મેરિટના આધારે સીધી ભરતી કરવામાં આવનાર છે. જે માટેની તમામ માહિતી નીચે મુજબ છે.

Gramin Dak Sevak Bharti Overview

પોસ્ટનું નામગ્રામીણ ડાક સેવક
વિભાગનું નામભારતી પોસ્ટ વિભાગ
કુલ જગ્યા30,041
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
અરજી કરવાની તારીખ03-08-2023
અરજી કરવાની છેલ્લી તારીખ23-08-2023
ઓફિસિયલ વેબસાઈટhttps://indiapostgdsonline.gov.in/

પોસ્ટનું નામ

ભારતી પોસ્ટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન મુજબ BPM એટલે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર ABPM એટલે કે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને GDS એટલે કે ગ્રામીણ ડાક સેવકની જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

કુલ જગ્યા

મિત્રો ઓફિશિયલ નોટિફિકેશન મુજબ ભારતભરમાં કુલ 30,041 ખાલી જગ્યા પર ભરતી કરવામાં આવનાર છે. વિગતવાર ખાલી જગ્યાઓની માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશન જુઓ. લિંક નીચે આપેલી છે.

શૈક્ષણિક લાયકાત

Gramin Dak Sevak Bharti માટે ધોરણ 10 પાસ હોવું જરૂરી છે તેમજ સ્થાનિક ભાષા આવડતી હોવી જોઈએ. સાથે સાયકલ ચલાવતા ફરજિયાત પણે આવડતું હોવું જોઈએ.

પગારધોરણ

પોસ્ટ મુજબ પગાર ધોરણ નીચે મુજબ છે.

પોસ્ટનું નામપગારધોરણ
બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM)₹12,000 થી ₹29,380
આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર/ડાક સેવક₹12,000 થી ₹24,470

પસંદગી પ્રક્રિયા

ગ્રામીણ ડાક સેવક ભરતીમાં તમારી પસંદગી ધોરણ-10ના ટકાના આધારે થાય છે. ધોરણ-10 ના ટકાના આધારે મેરીટ પરથી ભરતી થાય છે. જયારે તમે ફોર્મ ભરો ત્યારે પાંચ પોસ્ટ ઓફિસ સિલેક્ટ કરવાની હોય છે, આ પાંચ પોસ્ટ ઓફિસ માટે જેટલા ઉમેદવારોએ ફોર્મ ભરેલા હોય, તે ઉમેદવારોના ધોરણ 10 ના મેરીટ આધારે પસંદગી કરવામાં આવે છે.

અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જાવ.
  • હોમપેજ પર “Registration” પર ક્લિક કરો.
  • રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ ફરી હોમપેજ પર આવો અને Apply Online પર ક્લિક કરો
  • રજીસ્ટ્રેશન નંબર દાખલ કરો અને સર્કલ પસંદ કરી સબમિટ પર ક્લિક કરો.
  • ત્યાર બાદ તમારી વિગતો કાળજી પૂર્વક ભરો.
  • ઓનલાઇન ફીની ચુકવણી કરો. (લાગુ પડતું હોય તો)
  • ભરેલા ફોર્મની પ્રિન્ટ કાઢીને સાચવી રાખો.

અરજી માટે મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિસિયલ નોટિફિકેશન વાંચવાઅહીં ક્લિક કરો
અરજી કરવાઅહીં ક્લિક કરો
હોમપેજSarkari Yojana

Leave a Comment