GSRTC Conductor Bharti 2023: ગુજરાત એસટી વિભાગમાં આવી કંડકટરની ભરતી, અહીંથી કરો ઓનલાઇન અરજી

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

GSRTC Conductor Bharti 2023: સરકારી નોકરીની તૈયારી કરતા અને ગુજરાત એસટી વિભાગ કંડક્ટરની ભરતીની રાહ જોઈ રહેલા યુવાનો માટે ખુશના સમાચાર આવ્યા છે. એસટી વિભાગ દ્વારા કંડકટરની 3,342 ખાલી જગ્યા પર ભરતી પાડવામાં આવી છે. જેના ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે.

તો આજની આ પોસ્ટમાં અમે તમને જણાવીશું કે GSRTC Conductor Bharti 2023 માં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા વગેરે માહિતી નીચે આપેલી છે તો આ લેખને સંપૂર્ણ વાંચો.

GSRTC Conductor Bharti 2023

ગુજરાત એસટી વિભાગ દ્વારા કંડક્ટર ની 3,342 ખાલી જગ્યા પર ભરતી કરવા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. લાયકાત ધરાવતા ઉમેદવારોને ઓનલાઈન અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. ભરતી ને લગતી તમામ માહિતી નીચે આપવામાં આવેલ છે.

Conductor Bharti Overview

પોસ્ટનું નામકંડક્ટર
વિભાગનું નામગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ
કુલ જગ્યા3342
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
અરજી કરવાની તારીખ7 જુલાઈ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ6 સપ્ટેમ્બર 2023
ઓફિસિયલ વેબસાઈટhttps://gsrtc.in/

પોસ્ટનું નામ

જીએસઆરટીસી દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ કંડકટર ની પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

કુલ જગ્યા

મિત્રો નોટિફિકેશન માં જણાવ્યા મુજબ 3342 ખાલી જગ્યા પર પ્રતિ કરવામાં આવનાર છે.

શૈક્ષણિક લાયકાત

  • માન્ય બોર્ડ દ્વારા ધોરણ 12 પાસ ઉમેદવારો અરજી કરી શકે છે.
  • પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી મળેલ કંડકટર લાયસન્સ તથા બેઝ હોવા જરૂરી છે.
  • વેલીડ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ.

પગારધોરણ

ગુજરાત એસટી વિભાગમાં કંડકટર તરીકે પસંદગી થયા બાદ પાંચ વર્ષ માટે ફિક્સ 18,500 પગાર આપવામાં આવશે પાંચ વર્ષ પૂર્ણ થયે નિયમાનુસાર પગાર ધોરણ ચૂકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

જીએસઆરટીસી કંડકટર ભરતી 2023 માં હેતુલક્ષી લેખિત કસોટી એટલે કે સ્પર્ધાત્મક કસોટી આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

અરજી કેવી રીતે કરવી?

  • ફોર્મ ભરવા માટે સૌપ્રથમ ઓજસ વેબસાઇટ પર જાવ. લિંક નીચે આપેલી છે.
  • હોમપેજ પર એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરો.
  • કંડકટર ભરતીના નોટિફિકેશન સામે રહેલ એપ્લાય બટન પર ક્લિક કરો.
  • તમારી વિગતો દાખલ કરો અને ત્યારબાદ ફોટો અને સહી અપલોડ કરો.
  • ઓનલાઈન ફીની ચૂકવણી કરો.
  • ત્યારબાદ તમારી અરજીને કન્ફર્મ કરો અને પ્રિન્ટ તમારી પાસે સાચવીને રાખજો.

આ પણ વાંચો: GPSC Recruitment 2023

અરજી માટે મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિસિયલ નોટિફિકેશન વાંચવાઅહીં ક્લિક કરો
અરજી કરવાઅહીં ક્લિક કરો
હોમપેજSarkari Yojana

Leave a Comment