Mera Bill Mera Adhikar: સરકારની આ યોજના આપી રહી છે રૂ. 1 કરોડ જીતવાનો મોકો

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Mera Bill Mera Adhikar: કેન્દ્ર સરકાર એક સાંધા યોજના લઈને આવી છે જેનું નામ છે ‘મેરા બિલ મેરા અધિકાર’ આ યોજના એક સપ્ટેમ્બર થી લોન્ચ થઈ ગઈ છે. મેરા દિલ મેરા અધિકારી યોજનામાં કરોડો રૂપિયાના ઇનામ જીતવાની તક મળશે.

નમસ્કાર મિત્રો આજના આ લેખમાં અમે તમને સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી Mera Bill Mera Adhikar Yojana વિશે સંપૂર્ણ માહિતી આપીશું. યોજના શું છે? આ યોજનાનો લાભ કઈ રીતે લેવો? પાત્રતા શું શું છે? વગેરે તમામ માહિતી નીચે આપવામાં આવેલી છે.

Mera Bill Mera Adhikar Yojana 2023

મેરા બિલ મેરા અધિકાર યોજના એક જીએસટી રીવોર્ડ યોજના છે, જેમાં દર મહિને વિજેતાઓને ઇનામ આપવામાં આવશે. જેનો ઉદ્દેશ છે ગ્રાહકોને બધી જ ખરીદી પર જીએસટી બિલ માંગવા પર પ્રોત્સાહિત કરવા, જેનાથી વધુમાં વધુ જીએસટી બિલ જનરેટ થાય.

Mera Bill Mera Adhikar Scheme Details

યોજનાનું નામMera Bill Mera Adhikar Scheme
કોના દ્વારાકેન્દ્ર સરકાર
લાભાર્થીદેશના નાગરિકો
લોન્ચ તારીખ1 સપ્ટેમ્બર 2023
ઓફિસિયલ વેબસાઈટhttps://web.merabill.gst.gov.in/

મેરા બીલ મેરા અધિકારી યોજના શું છે

મેરા બિલ મેરા અધિકાર યોજનામાં દર મહિને લકી ડ્રો કરવામાં આવશે. જેમાં 10 લોકોને રૂ 1 લાખનું ઇનામ અને 800 લોકો ને રૂ.10,000 નું ઇનામ આપવામાં આવશે. અને દર ત્રણ મહિને બમ્પર ઇનામ રૂપિયા કરોડ આપવામાં આવશે. આ ઇનામ 2 લોકોને મળશે.

યોજનામાં કઈ રીતે ભાગ લેવો

આ યોજનામાં ભાગ લેવા માટે તમારે માત્ર તમારું જીએસટી બિલ કે જે રૂપિયા 200 કે તેથી વધુની રકમનું હોય, તેને સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલી એપ્લિકેશન અથવા તો વેબસાઈટના માધ્યમથી અપલોડ કરવાનું છે.

બિલ અપલોડ કરશો એટલે તમે આ યોજનામાં જોડાઈ જશો. એક વ્યક્તિ એક મહિનામાં વધુમાં વધુ 25 બિલ અપલોડ કરી શકે છે. તો મિત્રો હવે જ્યારે પણ ખરીદી કરો તો જીએસટી બિલ લેવાનું ચૂકશો નહીં.

યોજનામાં ભાગ કેવી રીતે લેવો અને બિલ અપલોડ કઈ રીતે કરવી તે અંગેની માહિતી નીચે આપવામાં આવેલી છે.

Mera Bill Mera Adhikar App

સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલી ઓફિસિયલ Mera Bill Mera Adhikar App Download કરી તમે તેના પર બિલ અપલોડ કરી શકો છો. તેના માટે સૌ પ્રથમ પ્લે સ્ટોરમાં જઈ એપ્લિકેશન ડાઉનલોડ કરો. ત્યારબાદ નીચેના સ્ટેપ અનુસરો.

  • સૌ પ્રથમ એપ્લિકેશન ઓપન કરો
  • તમારી સામે થોડી માહિતી આવશે તેને સ્કીપ કરો અને સાઈન અપ બટન પર ક્લિક કરો
  • તમારી માહિતી જેવી કે ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ દાખલ કરો (યાદ રાખો તમારી માહિતી ગવર્મેન્ટ આઈડી પ્રમાણે દાખલ કરો)
  • ત્યારબાદ મોબાઈલ નંબર દાખલ કરી રાજ્ય સિલેક્ટ કરો
  • હવે I Accept બટન પર ટીક કરી Continue પર ક્લિક કરો

તમારા મોબાઈલ નંબર પર એક OTP આવશે તે દાખલ કરી Verify OTP પર ક્લિક કરશો એટલે તમારી સ્ક્રીન પર બિલ અપલોડ કરવાના વિવિધ ઓપ્શન આવી જશે. ત્યાંથી તમે તમારું જીએસટી બિલ અપલોડ કરી શકો છો.

Mera Bill Mera Adhikar Portal

જો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરવા ના માગતા હોય અને વેબસાઈટના માધ્યમથી બિલ અપલોડ કરવા માગતા હોય તો તેના માટે Mera Bill Mera Adhikar Portal પર જઈ સાઇન અપ કરી તમે બિલ અપલોડ કરી શકો છો. તેમાં પણ તમારે ઉપર જે પ્રમાણે પ્રક્રિયા આપેલી છે તે અનુસરવાની છે. Mera Bill Mera Adhikar Portal Link નીચે આપેલી છે

Mera Bill Mera Adhikar States

  • ગુજરાત
  • આસામ
  • હરિયાણા
  • દમણ
  • દીવ
  • દાદરા નગર હવેલી
  • પોંડીચેરી

મહત્વપૂર્ણ લિંક્સ

પોર્ટલ પર જાઓઅહીં ક્લિક કરો
એપ્લિકેશન ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment