PMEGP Loan Yojana: આ યોજનામાં રૂપિયા 25 લાખ સુધીની લોન સાથે 35% સબસીડી મળશે

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

PMEGP Loan Yojana 2023: કેન્દ્ર સરકાર દ્વારા બેરોજગાર યુવાનોને રોજગાર મળી રહે અને પોતાનો વ્યવસાય વિકસાવી શકે તે માટે પ્રધાનમંત્રી રોજગાર સર્જન યોજના (PMEGP Yojana) શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત નવો રોજગાર વિકસાવવા માટે લોન આપવામાં આવે છે.

નમસ્કાર મિત્રો આજના લેખમાં અમે તમને પ્રધાનમંત્રી રોજગાર સર્જન યોજના વિશે સંપૂર્ણ માહિતી આપીશું. આ યોજના કોના માટે છે? કેવી રીતે અરજી કરવી? કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ? વગેરે તમામ માહિતી નીચે આપેલી છે.

PMEGP Loan Yojana 2023

PMEGP Loan Yojana 2023 કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે, જેનો અમલ સુક્ષ્મ, લઘુ અને મધ્યમ સાહસ મંત્રાલય (MoMSME) દ્વારા કરવામાં આવે છે. આ યોજનાનો અમલ ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગ (KVIC) દ્વારા કરવામાં આવી રહ્યો છે, જે રાષ્ટ્રીય સ્તરની નોડલ એજન્સી તરીકે કામગીરી કરી રહી છે.

રાજ્ય સ્તરે, આ યોજનાનો અમલ રાજ્ય કેવીઆઇસી (KVIC) નિયામકો, રાજ્ય ખાદી અને ગ્રામીમ ઉદ્યોગ મંડળો (KVIBs), જિલ્લા ઉદ્યોગ કેન્દ્રો (DCIs) અને કોઇર (Coir) મંડળો દ્વારા કરવામાં આવી રહ્યો છે, જેમને અમલીકરણ સંસ્થાઓ તરીકે ઓળખવામાં આવે છે.

PMEGP Loan Scheme Overview

યોજનાનું નામપ્રધાનમંત્રી રોજગાર સર્જન પરિયોજના – PMEGP
કોના દ્વારાકેન્દ્ર સરકાર
એપ્લિકેશન મોડઓનલાઇન
ઉદ્દેશ્યરોજગાર નિર્માણ માટે લોન અને સબસીડી
ઓફિસિયલ વેબસાઈટhttps://www.kviconline.gov.in/

PMEGP Loan Yojana ના લાભો

  • બિન-ખેતી ક્ષેત્રમાં નવા સુક્ષ્મ-સાહસોની સ્થાપના કરવા માટે બેન્ક દ્વારા ધીરાણ કરવામાં આવેલી સબસિડી પરિયોજના.
  • બેન્ક લોન ઉપર વિનિર્માણમાં રૂ.50 લાખ સુધી અને સેવા ક્ષેત્રમાં રૂ.20 લાખ સુધીની ઉત્પાદન માટે 15% થી 35% સુધીની શ્રેણીમાં માર્જિન રકમ પર સબસિડી પ્રાપ્ત થાય છે.
  • એસસી/એસટી/ મહિલા/ દિવ્યાંગ/લઘુમતીઓ/માજી સૈનિક/એનઇઆર (NER) જેવી વિશિષ્ટ શ્રેણીઓમાંથી આવતાં લાભાર્થીઓ માટે, ગ્રામીણ વિસ્તારોમાં માર્જિન રકમ પર સબસિડી 35% અને શહેરી વિસ્તારોમાં 25% છે.

PMEGP Loan Yojana પાત્રતા

  • 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતી કોઇપણ વ્યક્તિ પાત્રતા ધરાવે છે.
  • PMEGP હેઠળ પરિયોજનાની સ્થાપના માટે સહાયતા મેળવવા આવકની કોઇ ટોચ મર્યાદા નથી.
  • વિનિર્માણ માટે રૂ.10 લાખ સુધી અને સેવા ક્ષેત્રમાં રૂ.5 લાખ સુધીના પરિયોજના ખર્ચ માટે કોઇ શૈક્ષણિક લાયકાતની જરૂર નથી.
  • વિનિર્માણ ક્ષેત્રમાં રૂ.10 લાખથી વધારે અને વ્યવસાય / સેવા ક્ષેત્રમાં રૂ.5 લાખથી વધારે ખર્ચ ધરાવતી પરિયોજનાની સ્થાપના કરવા માટે લાભાર્થીઓ ઓછામાં ઓછી ધોરણ આઠ પાસની શૈક્ષણિક લાયકાત ધરાવતાં હોવા જોઇએ.
  • પ્રવર્તમાન એકમો (PMRY, REGP અથવા ભારત સરકાર અથવા રાજ્ય સરકારની કોઇ અન્ય યોજના હેઠળ) અને એકમો જેમણે ભારત સરકાર અથવા રાજ્ય સરકારની કોઇ અન્ય યોજના હેઠળ પહેલેથી સરકારી સબસિડી પ્રાપ્ત કરી લીધી હોય તેવા એકમો પાત્રતા ધરાવતા નથી.

પ્રધાનમંત્રી રોજગાર સર્જન પરિયોજનાનો ઉદ્દેશ્ય

  • નવા સ્વરોજગાર સાહસો/ પરિયોજનાઓ/ સુક્ષ્મ સાહસોની સ્થાપના કરીને દેશના ગ્રામીણ તથા શહેરી વિસ્તારોમાં રોજગારીની તકોનું સર્જન કરવું.
  • પકપણે વિખરાયેલા પરંપરાગત કલાકારો/ ગ્રામીણ અને શહેરી બેરોજગાર યુવાનોને એકસાથે લાવવા અને જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી તેમના સ્થળે તેમને સ્વરોજગારની તકો આપવી.
  • દેશમાં વિશાળ પરંપરાગત સમૂહ અને સંભવિત કલાકારો અને ગ્રામીણ અને શહેરી બેરોજગાર યુવાનોને સાતત્યપૂર્ણ અને ટકાઉ રોજગારી પૂરી પાડવી, જેથી ગ્રામીણ યુવાનોનું શહેરી વિસ્તારોમાં સ્થળાંતર નિવારવામાં મદદ મળી શકે.
  • કલાકારોની આવક કમાવવાની ક્ષમતા વધારવી અને ગ્રામીણ અને શહેરી રોજગારીનો વૃદ્ધી દર વધારવામાં યોગદાન આપવું.

PMEGP Loan Yojana માટે જરૂરી ડોક્યુમેન્ટ

લોન અરજી કરવા માટે તમારે નીચે પ્રમાણેના ડોક્યુમેન્ટની જરૂર રહેશે.

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • બેન્ક એકાઉન્ટ પાસબુક
  • પ્રોજેક્ટ રિપોર્ટ
  • આધાર લિંક મોબાઈલ નંબર
  • ઇમેલ આઇડી
  • પાસપોર્ટ સાઇઝ ફોટો

PMEGP Loan Yojana 2023 ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

જો તમે PMEGP Loan Yojana યોજના હેઠળ લોન લેવા માટે ઓનલાઇન અરજી કરવા માંગતા હોય તો નીચે પ્રમાણેના સ્ટેપ અનુસરો.

  • સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ. લિંક નીચે આપેલ છે.
  • હોમપેજ પર “Application for new unit” પર ક્લિક કરો.
  • તમારી સામે ફોર્મ ખુલી જશે એમાં જરૂરી વિગત કાળજીપૂર્વક ભરો.
  • ત્યારબાદ એપ્લિકેશન સેવ કરો.
  • જરૂરી તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • તમારી અરજીની ફાઇનલ સબમીટ કરો.

PMEGP Loan Yojana 2023 મહત્વપૂર્ણ લીંક્સ

PMEGP ઓનલાઇન અરજીઅહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
અરજી કરવાનો વિડિઓ જુઓઅહીં ક્લિક કરો
હોમપેજSarkari Yojana

Leave a Comment