Aadhaar Authentication History: આધારકાર્ડ એ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. જો તમારે બેંકમાં ખાતું ખોલાવવું હોય સીમકાર્ડ લેવું હોય, કોઈપણ યોજનાનો લાભ લેવો હોય તો આધાર કાર્ડ ખૂબ જ મહત્વનું ડોક્યુમેન્ટ છે. દરેક જગ્યાએ તમે તમારા આધાર કાર્ડ નો ઉપયોગ કરતા હોય છે. પરંતુ હાલમાં ઘણા ઓનલાઈન ફ્રોડ થતા હોય છે જેથી કરીને આધાર કાર્ડ નો ઉપયોગ કાળજીપૂર્વક કરવો જોઈએ.
તમારા આધાર કાર્ડનો ક્યાં ઉપયોગ થઈ રહ્યો છે અને તમારા આધાર કાર્ડનો ક્યાં દુરુપયોગ થઈ રહ્યો છે. હવે તમે ચપટીમાં ચેક કરી શકો છો, આજે અમે તમારા માટે આવી જ એક સુવિધા લાવ્યા છીએ, જેનાથી તમે ચકાસી શકો છો કે તમારું આધાર કાર્ડ ક્યારે અને ક્યાં વપરાયું છે.
માય આધાર પોર્ટલની સુવિધા મળે તમે જાણી શકો છો કે તમારા આધાર કાર્ડ નો ઉપયોગ ક્યાં ક્યાં થયો છે. આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે તમે જાણી શકો કે તમારાં આધાર કાર્ડ નો ઉપયોગ ક્યાં ક્યાં થયેલો છે.
આધાર ઓથેન્ટીકેશન સર્વિસ
યુઆઇડી દ્વારા માય આધાર પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે જેના દ્વારા તમે ઘરે બેઠા ઓનલાઈન આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો, નામ, જન્મ તારીખ, એડ્રેસ વગેરેમાં સુધારો કરી શકો છો તમારા આધાર કાર્ડને લોક/અનલોક કરી શકો છો અને તમારું આધાર કાર્ડ કઈ કઈ જગ્યાએ વપરાયું છે તેની હિસ્ટ્રી જાણી શકો છો.
આધાર ઓથેન્ટિકેશન સર્વિસ દ્વારા છેલ્લા છ મહિનામાં તમારું આધાર કાર્ડ કઈ કઈ જગ્યાએ વપરાયું છે તે જાણી શકાય છે. તેના માટેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે આપવામાં આવેલી છે.
આવી રીતે ચેક કરો તમારા આધાર કાર્ડ ની હિસ્ટ્રી
જો તમારે જાણવું હોય કે તમારું આધાર કાર્ડ ક્યાં વપરાયું છે અને ક્યારે અપડેટ થયું છે, તો તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ. આધાર હિસ્ટ્રી જોવા નીચેના સ્ટેપ અનુસરો.
- સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ https://myaadhaar.uidai.gov.in/ પર જાવ
- લોગીન બટન પર ક્લિક કરો
- તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરી કેપ્ચા કોડ દાખલ કરો
- ત્યારબાદ Send OTP પર ક્લિક કરો
- તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે તે દાખલ કરી સબમિટ કરો
- હવે તમારી સામે વિવિધ ઓપ્શન આવી જશે તેમાં “Authentication History” પર ક્લિક કરો
- હવે તમે કઈ તારીખથી કઈ તારીખ સુધીની હિસ્ટ્રી જોવા માંગો છો તે તારીખ સિલેક્ટ કરો
- ત્યારબાદ “Fetch Authentication History” પર ક્લિક કરતા નીચે તમારી હિસ્ટ્રી દેખાશે
તમને જણાવી દઈએ કે અહીં તમે છેલ્લા છ મહિનાની હિસ્ટ્રી જાણી શકો છો. તમને લિસ્ટ દ્વારા જણાવવામાં આવશે કે કઈ તારીખે કઈ જગ્યાએ તમારા આધાર કાર્ડનો ઉપયોગ થયેલો છે.
આ પણ વાંચો:
- આધારકાર્ડ માં મોટા ફેરફાર, આવી રીતે કરો મોબાઈલથી અપડેટ, નહીં તો થઈ જશે બંધ
- આ કામ ના કર્યું તો બાળકોનું Aadhaar Card થઈ જશે બંધ
- Aadhar Card Pdf Password: જાણો તમારા આધાર કાર્ડ પીડીએફ નો પાસવર્ડ શું હોય છે
- આધારકાર્ડમાં નામ, જન્મતારીખ, એડ્રેસ ઘરે બેઠા સુધારો | Update Aadhaar Online
આશા રાખીએ છીએ કે ઉપરોક્ત માહિતી તમને ઉપયોગી સાબિત થશે. જો માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રો અને સગા સંબંધીને શેર જરૂર કરો. અને આવી જ લેટેસ્ટ યોજનાઓ વિશે માહિતી મેળવવા માટે અમારા Whatsapp ગ્રુપમાં જોડાઈ શકો છો.