અંબાલાલ પટેલ ની આગાહી: ગુજરાત રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે. પેલી ઓગસ્ટ થી ઓરિસ્સાના દરિયા કિનારે ડીપ ડિપ્રેશન સર્જાશે, જેના લીધે ભારતના ઘણા રાજ્યોમાં અતિભારે વરસાદ થશે.
- હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી
- ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના
- આગામી 48 કલાકમાં વરસાદની આગાહી
અંબાલાલ પટેલે કહ્યું આગામી 48 કલાકમાં પડશે વરસાદ
અંબાલાલ પટેલે કહ્યું છે કે ઓરિસ્સા કિનારે ડીપ ડિપ્રેશન મજબૂત થશે અને પૂર્વ ભારત વિસ્તારમાં અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આ સિસ્ટમના લીધે વરસાદની શક્યતા છે. રાજ્યમાં ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં વરસાદની શરૂઆત થશે અને 3 ઓગસ્ટ થી 9 ઓગસ્ટ સુધી ભારે થી અતિભારે વરસાદ વરસી શકે છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું હતું કે વરસાદનો ચોથો રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને આજે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થશે. ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડશે.
દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ વરસી શકે છે. તેમણે કહ્યું કે દક્ષિણ ગોળાર્ધમાંથી આવતા પવન જે પશ્ચિમ ભાગોને અસર કરશે જેને લઈ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આગામી 48 કલાકમાં વરસાદ પડશે.
આ પણ વાંચો: આજના સોનાના ભાવ | Today Gold Rate| Gold Prices Today
ગુજરાતના આ વિસ્તારોમાં પડશે વરસાદ
અંબાલાલ પટેલે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. તેમજ આહવા, ડાંગ, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. સાથે ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના છે. 1 ઓગસ્ટ થી ડીપ ડિપ્રેશન ઓરિસ્સા કિનારે મજબૂત થશે અને પૂર્વ ભારત વિસ્તારોમાં આ સિસ્ટમથી વરસાદની શક્યતા છે. આગામી દિવસોમાં મહારાષ્ટ્રમાં અને મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદને લઈને આગાહી કરી છે.
કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ પડી શકે છે વરસાદ
અંબાલાલ પટેલે કહ્યું હતું કે 3 ઓગસ્ટથી વરસાદનું જોર વધશે અને બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે. આગામી 48 કલાક ઉત્તર અને મધ્ય ભાગોમાં વરસાદ વરસી શકે છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ થઈ શકે છે. વધુમાં કહ્યું કે બીપોરજોઈ વાવાઝોડા આવ્યા પછી વરસાદની પેટર્નમાં ફેરફાર થયો છે જેમાં લો પ્રેસર વધુ બની રહ્યા છે.
આ પણ વાંચો: BPL List Gujarat 2023, તમારું નામ ઓનલાઇન ચેક કરો અહીંથી