Pradhan Mantri Jan Arogya Yojana/Ayushman Bharat: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે આયુષ્માન ભારત હેઠળ આયુષ્માન કાર્ડ ધરાવતા કુટુંબો માટે ખૂબ જ મહત્વના સમાચાર આવ્યા છે ગુજરાતના તમામ આયુષ્માન કાર્ડ ધારકોને આવનારા સમયમાં સરકાર આપવા જય રહી છે ભેટ.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત સમગ્ર ભારત દેશમાં આયુષ્માન કાર્ડ ધરાવતા કુટુંબોને દર વર્ષે પાંચ લાખ સુધીની નિશુલ્ક સહાય સારવાર માટે આપવામાં આવે છે પરંતુ આગામી સમયમાં ગુજરાત સરકાર આ સહાયની રકમમાં વધારો કરવા જઈ રહી છે.
આયુષ્માન કાર્ડ માં હવે મળશે 10 લાખ રૂપિયાની નિઃશુલ્ક સારવાર
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત નિશુલ્ક સારવાર માટે નાગરિકોને આયુષ્યમાન કાર્ડ હેઠળ અત્યાર સુધી આરોગ્ય વિમાની રકમનો પાંચ લાખ રૂપિયાનો લાભ મળે છે. તે 12 જુલાઈ થી 10 લાખ રૂપિયા સુધીનો મળશે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે આ માટેનો ઠરાવ તૈયાર છે અને વિમાની રકમ અંગે કંપની અને સરકાર વચ્ચે ટેકનિકલ બાબતોનો મુદ્દો હતો તે ઉકેલાઈ ગયો છે તેથી આગામી 12 જુલાઈથી ગુજરાતના નાગરિકોને 10 લાખ રૂપિયા સુધીની સારવાર આયુષ્યમાન કાર્ડ હેઠળ નિયત હોસ્પિટલમાં નિઃશુલ્ક ઉપલબ્ધ થશે.
Pradhan Mantri Jan Arogya Yojana Overview
યોજનાનું નામ | પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્યમાન કાર્ડ |
રાજ્ય | ગુજરાત |
લાભાર્થી | ગુજરાત રાજ્યના લોકો |
અત્યાર સુધી મળતો લાભ | 5 લાખ રૂપિયાની નિઃશુલ્ક સારવાર |
હવે પછી મળનાર લાભ | 10 લાખ રૂપિયાની નિઃશુલ્ક સારવાર |
આ પણ વાંચો: ડો.આંબેડકર આવાસ યોજના: મકાન બાંધકામ માટે મળશે રૂપિયા 1,32,000/- ની સહાય
રાજ્યના નાગરિકો માટે સરકારની ભેટ સમાન આ યોજનામાં હવે ગંભીર બીમારીમાં વ્યક્તિ/દર્દીને આયુષ્માન કાર્ડ હેઠળ 10 લાખ રૂપિયા સુધીનો લાભ મળશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે પાંચ લાખ રૂપિયા સુધીની સારવારમાં 1 લાખ રૂપિયા સરકાર આપતી હતી અને 1 લાખથી વધુ અને પાંચ લાખ રૂપિયા સુધીની રકમ વીમા કંપની આપતી હતી, તે મુદ્દાનો ઉકેલ આવી જતા હવે 10 લાખ રૂપિયા સુધીની વિમાની રકમનો લાભ મળતો થઈ જશે.
આ અંગેનો ઠરાવ તૈયાર થઈ ગયો છે. જેનો લાભ આગામી ૧૨ જુલાઈથી નાગરિકોને અપાશે.
શું છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) દ્વારા ભારતના દરેક કુટુંબોને ગંભીર બીમારીના સારવાર માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. આ અંતર્ગત નિયત થયેલી હોસ્પિટલોમાં નિશુલ્ક સારવાર આપવામાં આવે છે. કુટુંબના દરેક વ્યક્તિના આયુષ્યમાન કાર્ડ દ્વારા આ લાભ આપવામાં આવે છે.
ઉલ્લેખ નીચે કે વડાપ્રધાન મોદી દ્વારા શરૂ કરાયેલી આયુષ્યમાન યોજના દર્દીઓ માટે ઉપયોગી સાબિત થઇ છે 2018 થી 2022 સુધી કુલ 1.67 કરોડ લોકોએ કાર્ડ કઢાવી આરોગ્ય વીમા કવચનો લાભ લીધો છે. રાજ્યમાં 1.8 કરોડથી વધુ આયુષ્યમાન કાર્ડ જારી કરાયેલા છે. 1975 સરકારી અને 853 ખાનગી મળી 2827 હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ સર્જરી સુધીની સારવારની શુભ ઉપલબ્ધ છે.
ચૂંટણી વખતે થઈ હતી જાહેરાત
વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકારે કાર્ડમાં વિમાની રકમ 10 લાખ રૂપિયા કરાશે તેવી જાહેરાત કરી હતી. પરંતુ તેનો અમલ થવા પામ્યો ન હતો તે પછી વિધાનસભા સત્રમાં પણ તેનો પુનરોચ્ચાર કરાયો હતો. પરંતુ હવે જુલાઈથી તેનો અમલ થવા જઈ રહ્યો છે.