બિપોરજોય વાવાઝોડું સહાય: બિપોરજોય વાવાઝોડાને લીધે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં અસરો થઈ છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે નુકસાની થઈ છે. રાજ્યમાં વાવાઝોડાને લઈને થયેલ તૈયારીઓના લીધે કોઈ જાનહાની થઈ નથી. પરંતુ લોકોના પશુઓ, માલ સામાન, મકાનો, ખેતરોમાં ભારે નુકસાની થઇ છે.
બીપોર જોઈ વાવાઝોડાની સૌથી વધુ અસર કચ્છ જિલ્લામાં થઈ છે. આ વાવાઝોડું કચ્છના દરિયા કિનારે લેન્ડફોલ થયું હતું જેના લીધે આ વિસ્તારોમાં ખૂબ જ નુકસાની થઈ છે.
બિપોરજોય વાવાઝોડું રાહત પેકેજ
કુદરતી આપત્તિ વખતે જે તે વિસ્તારમાં ભારે નુકસાની થતી હોય છે. આ અનુસંધાને લોકોને સરકાર દ્વારા મદદ કરવામાં આવતી હોય છે. આ મદદ આર્થિક સ્વરૂપે હોય છે આર્થિક સહાય નો આધાર નુકસાની કેટલા અંશે થયેલી છે તેના પર રહેતો હોય છે.
રાહત પેકેજ અંગે શું કહ્યું અમિત શાહે
વાવાઝોડા બાદની કચ્છની પરિસ્થિતિનું જાતની નિરીક્ષણ કરીને કેન્દ્રિત ગૃહમંત્રી અમિતભાઈ શાહે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે કચ્છમાં નુકસાનીનો સર્વે કરવામાં આવશે ત્યારબાદ ધારા ધોરણ મુજબ પેકેજ જાહેર કરવામાં આવશે અને નિમાનુસાર સહાય ચૂકવવામાં આવશે.
આ જિલ્લાઓને મળી શકે છે સહાય
બિપોરજોય વાવાઝોડાએ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે નુકસાની સર્જી છે. દારીતા કાંઠાના પોરબંદર દ્વારકા કચ્છ વગેરે જિલ્લાઓમાં સહાય ચૂકવવામાં આવી શકે છે. હજુ સુધી સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું નથી પરંતુ સરકાર દ્વારા હાલમાં સર્વે કરવાની કામગીરી ચાલુ છે.
કેશડોલ સહાય શું છે
સરકાર દ્વારા આર્થિક પેકેજ શિવાય કેશ ડોલ સ્વરૂપે અસરગ્રસ્તોને આર્થિક સહાય ચૂકવવામાં આવતી હોય છે. કેસ ડોલ સહાયમાં નાગરિકોની દૈનિક રોકડમાં સહાય આપવામાં આવે છે.
બીપોર જોઈ વાવાઝોડા દરમિયાન સ્થળાંતર કરવામાં આવેલ હોય તેવા વ્યક્તિઓને સહાય આપવામાં આવશે. જેમાં પુખ્ત વ્યક્તિઓને મહત્તમ પાંચ દિવસ માટે રૂપિયા 100 પ્રતિદિન અને બાળકોને રૂપિયા 60 પ્રતિદિન રોકડમાં સહાય આપવામાં આવશે.