CET Online Registration 2023: મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત ધોરણ 5/6 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ CET (કોમન એન્ટ્રન્સ એક્ઝામ) આપી હતી. તેમાંથી જે વિદ્યાર્થીઓનો CET Merit માં સમાવેશ થાય છે, તેઓએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
CET-based Scheme Online Registration ઓફિસિયલ વેબસાઈટ http// gssyguj.in પર 5 ઓક્ટોબર 2023 ના રોજ સવારે 11:00 કલાકે થી શરૂ કરવામાં આવશે. જો તમે CET Online Registration gssyguj કઈ રીતે કરવું તે જાણવા માગતા હોય તો આ લેખને છેલ્લે સુધી જરૂર વાંચો.
CET Online Registration 2023 http// gssyguj.in
મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ યોજના ની લેટેસ્ટ અપડેટ અનુસાર ધોરણ 5/ધોરણ 6 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેમણે 27/04/2023 ના રોજ કોમન એન્ટ્રન્સ પરીક્ષા આપી હતી અને તેનું પરિણામ 09/06/2023 ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું.
જે વિદ્યાર્થીઓને મેરીટ લીસ્ટમાં સમાવવામાં આવ્યા હતા. એવા વિદ્યાર્થીઓ હાલ જે તે શાળામાં ધોરણ 6 કે 7 માં અભ્યાસ કરી રહ્યા છે. તેઓ માટે સરકારશ્રીને નીચે દર્શાવેલ યોજનાઓ માટે પ્રવેશ લેવા માટે CET-based Scheme Registration કરવું ફરજિયાત છે.
CET-based Scheme
કોમન પ્રવેશ પરીક્ષામાં પાસ થયેલ મેરીટમાં આવતા વિદ્યાર્થીઓ એ નીચે દર્શાવેલ યોજનાઓ માટે પ્રવેશ લેવા માટે રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે.
- જ્ઞાન શક્તિ મુખ્યમંત્રી સ્કોલરશીપ યોજના
- જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કુલ
- જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ ટ્રાઇબલ સ્કુલ
- રક્ષા શક્તિ સ્કૂલ
CET-based Scheme Online Registration કઈ રીતે કરવું?
gssyguj in registration login કરવા માટે નીચે આપેલા સ્ટેપ અનુસારો.
- સૌપ્રથમ ઓફિસિયલ https://gssyguj.in/ વેબસાઈટ પર જાઓ
- હોમપેજ પર CET-based scheme રજીસ્ટ્રેશન પર ક્લિક કરો.
- મોબાઈલ નંબર એન્ટર કરો તમારા મોબાઇલ પર OTP આવશે તે દાખલ કરો.
- તમારી તમામ વિગતો કાળજીપૂર્વક ભરો
- આ પ્રમાણે તમે રજીસ્ટ્રેશન કરી શકો છો
નોંધ: શાળાઓમાં કોમન એન્ટ્રન્સ એક્ઝામમાં મેરીટમાં આવ્યા હોય એવા વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન શાળા દ્વારા કરવાનું હોવાથી જે વિદ્યાર્થીઓ નો મેરીટમાં સમાવેશ થયો છે તેમને શાળાનો સંપર્ક કરવો.
યોજના અંતર્ગત વિદ્યાર્થીને મળવાપાત્ર લાભો
જે વિદ્યાર્થીઓ સ્વ નિર્ભર શાળાઓમાં ધોરણ 6 માં પ્રવેશ મેળવશે તેવા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ નો લાભ ધોરણ 6 થી શરૂ કરી ધોરણ 12 પૂર્ણ કરે ત્યાં સુધી નીચે મુજબ મળવા પાત્ર રહેશે.
- ધોરણ 6 થી 8 નો અભ્યાસ કરવા માટે વાર્ષિક ₹20,000/-
- ધોરણ 9 થી 10 નો અભ્યાસ કરવા માટે વાર્ષિક ₹22,000/-
- ધોરણ 11 થી 12 નો અભ્યાસ કરવા માટે વાર્ષિક ₹25,000/-
જે વિદ્યાર્થીઓ સરકારી અને કોઈપણ અનુદાનિત શાળાઓમાં ધોરણ 6 માં પ્રવેશ મેળવીને ધોરણ 6 થી 12 નો અભ્યાસ આ શાળાઓમાં વિનામૂલ્ય મેળવવાનું ચાલુ રાખે, તેવા વિદ્યાર્થીઓને નિશુલ્ક અભ્યાસ ઉપરાંત નીચે મુજબની વધારાની સ્કોલરશીપ આપવામાં આવશે.
- ધોરણ 6 થી 8 નો અભ્યાસ કરવા માટે વાર્ષિક ₹5,000/-
- ધોરણ 9 થી 10 નો અભ્યાસ કરવા માટે વાર્ષિક ₹6,000/-
- ધોરણ 11 થી 12 નો અભ્યાસ કરવા માટે વાર્ષિક ₹7,000/-