કોમન પ્રવેશ પરીક્ષા(CET) 2023-24: કોમન કરેશ પરીક્ષામાં લેવાયેલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન ની પીડીએફ અહીંથી તમે ડાઉનલોડ કરી શકો છો નીચે ડાઉનલોડ લિંક આપી છે ત્યાંથી તમે પ્રશ્ન પેપર તેમજ કોમન પ્રવેશ પરીક્ષા પેપર સોલ્યુશન ડાઉનલોડ કરી શકો છો.
આગામી વર્ષ દરમિયાન સરકાર દ્વારા બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ નિશુલ્ક મળી રહે તે માટે વિવિધ સ્કૂલો શરૂ કરવા જઈ રહી છે જેમાં ફ્રી શિક્ષણ આપવામાં આવશે એ પણ પ્રાઇવેટ સ્કુલોમાં.
જો તમારું બાળક હાલ ધોરણ પાંચમાં અભ્યાસ કરી રહ્યું હોય તો તેના માટે કોમન પ્રવેશ પરીક્ષા રાખવામાં આવી છે જેમાં પાસ થનાર વિદ્યાર્થીને આ સ્કૂલમાં એડમિસન આપવામાં આવશે.
કોમન પ્રવેશ પરીક્ષા 2023-24 | Common Entrance Exam
રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2023-24 ના શૈક્ષણિક સત્ર થી જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસીડેન્સીયલ સ્કુલ જ્ઞાનસેતુ ડે સ્કુલ અને રક્ષા શક્તિ સ્કૂલ વિવિધ રાજ્ય સરકારની યોજના હેઠળ શરૂ કરનાર છે.
જેમાં ધોરણ 6 થી બાળકોને પ્રવેશ આપવામાં આવશે આ માટે હાલ જે બાળકો ધોરણ 5 માં અભ્યાસ કરી રહ્યા છે તે આ શાળાઓમાં પ્રવેશ માટે ની એન્ટ્રન્સ એક્ઝામ આપી શકે છે તેના માટે ઓનલાઇન ફોર્મ ભરવાનું ચાલુ છે.
ગુજરાત સરકાર દ્વારા આગામી શૈક્ષણિક સત્ર 2023-24 થી કોમન પ્રવેશ પરીક્ષા (CET) ના આધારે નીચે દર્શાવેલ શાળાઓમાં પ્રવેશ આપવામાં આવશે.
- જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ
- જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસીડેન્સીયલ સ્કુલ
- જ્ઞાનસેતુ ડે સ્કુલ
- રક્ષા શક્તિ સ્કૂલ
Common Entrance Exam Overview
પરીક્ષાનું નામ | કોમન પ્રવેશ પરીક્ષા (CET) |
રજીસ્ટ્રેશન શરૂ થયાની તારીખ | 23/03/2023 |
છેલ્લી તારીખ | 05/04/2023 |
પરીક્ષા ફી | નિશુલ્ક (ફ્રી) |
પરીક્ષાની તારીખ | 27/04/2023 |
ઓફિસિયલ વેબસાઈટ | https://www.sebexam.org/ |
CET Exam Paper Solution Download
પ્રશ્ન પેપર ડાઉનલોડ કરવા | અહીં ક્લિક કરો |
પ્રશ્ન પેપર સોલ્યુશન ડાઉનલોડ કરવા | અહીં ક્લિક કરો |
ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું.
હાલમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતા બાળકો આ ફોર્મ ભરી શકે છે. જેમાં સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકો અને પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે ફોર્મ ભરવાની અલગ અલગ પદ્ધતિ છે જે નીચે મુજબ છે.
સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે: હાલ સરકારી શાળામાં અભ્યાસ કરી રહ્યા છે તે ધોરણ 5 ના બાળકો માટે શાળા દ્વારા જ ફોર્મ ભરવામાં આવશે તેના માટે બાળકના વાલીએ જે તે શાળાનો સંપર્ક કરવાનો રહેશે.
પ્રાઇવેટ ખાનગી શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે: ખાનગી એટલે કે પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે નીચે મુજબ ફોર્મ ભરી શકશે.
- સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જાવ
- ઓનલાઈન એપ્લાય બટન પર ક્લિક કરો
- પરીક્ષાના નામની સામે રહેલ એપ્લાય બટન ઉપર ક્લિક કરો
- ત્યારબાદ વિદ્યાર્થીનો 18 આંકડાનો આધાર ડાયસ નંબર દાખલ કરી સબમિટ બટન પર ક્લિક કરો. (વિદ્યાર્થીના આધાર ડાયસ નંબર માટે શાળાનો સંપર્ક કરવો)
- વિદ્યાર્થીની વિગતો તમારી સામે આવી જશે જેની ખરાઈ કરી તમારું ફોર્મ સબમીટ કરવું અને પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવી.