TEJ Vavazodu Live Tracking Map: અરબી સમુદ્રમાં સર્જાયેલ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થયું છે ગુજરાત હવામાન વિભાગ વાવાઝોડું “તેજ” ને લઈને મહત્વની અપડેટ આપી છે 12 કલાક બાદ વાવાઝોડા ની દિશા નક્કી થશે.
ગુજરાતવાસી ફરી એકવાર ચિંતામાં મુકાઈ ગયા છે. કારણ કે અરબી સમુદ્રમાં સર્જાયેલ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થયું છે. આ વાવાઝોડાની દિશા કઈ તરફ હશે તે જાણવા આ લેખને સંપૂર્ણ વાંચો.
Cyclone Tej Live Tracking Map | તેજ વાવાઝોડું લાઈવ લોકેશન
અરબી સમુદ્રમાં સર્જાયેલ વાવાઝોડાને તેજ નામ આપવામાં આવ્યું છે. જેનો ખતરો મંડરાય રહ્યો છે, જે ઘણું ભયાનક બની શકે છે. અગાઉ જૂન મહિનામાં ગુજરાતની પ્રજાએ બિપોરજોય વાવાઝોડાનો અનુભવ કર્યો હતો. માત્ર ચાર મહિનામાં સમયગાળામાં ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડા તેજ નો ખતરો મંડરાઈ રહી રહ્યો છે. જેના પગલે રાજ્યના દરિયાકાંઠે ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે. | TeJ Vavajodu Live Map
12 કલાક બાદ નક્કી થશે વાવાઝોડાની દિશા
અરબી સમુદ્રમાં દક્ષિણ પશ્ચિમ દિશામાં વાવાઝોડું સર્જાયું છે. આ સંભવિત વાવાઝોડા અંગે હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, આગામી 12 કલાક બાદ વાવાઝોડાની દિશા નક્કી થશે, રાજ્યના બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થયું છે. વાવાઝોડાને ‘Tej‘ નામ આપવામાં આવ્યું છે. વાવાઝોડુ ઓમાન તરફ આગળ વધી શકે છે.
વાવાઝોડાની દિશા યમન-ઓમાન તરફ
હવામાન વિભાગના ડાયરેક્ટ મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે ગુજરાતમાં હાલ વાવાઝોડાની કોઈ અસર નથી. વાવાઝોડુ 25 ઓક્ટોબરે યમન ઓમાન તરફ આગળ વધી શકે છે. દક્ષિણ પશ્ચિમ સમુદ્રમાં પવન હોવાથી માછીમારોને ત્યાં નહીં જવા સૂચન કરાયું છે. | Cyclone Tej Live Tracking Map
અંબાલાલ પટેલે પણ કરી વાવાઝોડાની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. તેઓએ જણાવ્યું કે, 22 ઓક્ટોબરથી ચક્રવાત સર્જાશે અને વાવાઝોડું ઓમાન તરફ ફંટાશે, ચક્રવાતનો ટ્રેક 22 ઓક્ટોબર પછી સ્પષ્ટ થશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, દેશના ઉત્તરીય પર્વતિય પ્રદેશોમાં પશ્ચિમ વિક્ષેપ આવશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 24 ઓક્ટોબર આસપાસ બંગાળના ઉપસાગરમાં પણ હવાનું દબાણ સર્જાશે. અરબ સાગરમાં મજબૂત ચક્રવાત બનશે. ચક્રવાતની ગતિ 150 કિમીથી વધુની હોઈ શકે છે.