ગુજરાત સરકાર વિવિધ વર્ગના લોકો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે. ઔદ્યોગિક કર્મચારીઓને ભારત સરકારના “ગ્રીન ઈન્ડિયા” મિશનમાં ભાગીદાર બનવા પ્રોત્સાહિત કરવા અને કાર્બન ઉત્સર્જન ઘટાડતા બેટરી સંચાલિત ટુ-વ્હીલરની ખરીદીને પ્રોત્સાહિત કરવા માટે એક યોજના મૂકવામાં આવી છે.
ઈલેક્ટ્રીક સ્કૂટર સબસીડી યોજનામાં બેટરી સંચાલિત ટુ વ્હીલર ની ખરીદી પર સરકાર દ્વારા સબસીડી આપવામાં આવી રહી છે. આ યોજનાનો લાભ લેવા માટે શું કરવું, કઈ રીતે અરજી કરવી, તમામ વિગતો નીચે આપવામાં આવેલી છે.
ઈલેક્ટ્રીક સ્કૂટર સબસીડી યોજના ગુજરાત | Electric Two Wheeler Subsidy Scheme
યોજનાનું નામ | ઈલેક્ટ્રીક સ્કૂટર સબસીડી યોજના |
વિભાગ | ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ |
લાભાર્થી | બાંધકામ/ઔદ્યોગિક કામદારો, ITI વિદ્યાર્થીઓ |
ઓફિસિયલ વેબસાઈટ | https://gogreenglwb.gujarat.gov.in/ |
બાંધકામ/ઔદ્યોગિક કામદારો અને આઈ.ટી.આઈ ના વિદ્યાર્થીઓ બેટરી સંચાલિત ઇલેક્ટ્રીક ટુ વ્હીલર ખરીદી શકે તે માટે સરકારની ઇલેક્ટ્રિક સ્કૂટર સબસિડી યોજના અમલમાં છે.
કેટલા રૂપિયા સબસીડી મળશે
આ યોજના અંતર્ગત નીચે પ્રમાણે ટુવીલર ની ખરીદી પર સબસીડી આપવામાં આવશે.
કન્સ્ટ્રક્શન વર્કર: બેટરી સંચાલિત ટુ-વ્હીલરની એક્સ શોરૂમ કિંમતના 50% અથવા રૂ. 30,000/- બેમાંથી જે ઓછું હોય, તેમજ વાહન RTO નોંધણી કર અને રોડ ટેક્સ પર એક વખતની સબસિડી.
ઔદ્યોગિક કાર્યકર: બેટરી સંચાલિત ટુ-વ્હીલરની એક્સ શોરૂમ કિંમતના 30% અથવા રૂ. 30,000/- બેમાંથી જે ઓછું હોય, તેમજ વાહન RTO નોંધણી કર અને રોડ ટેક્સ પર એક વખતની સબસિડી.
ITI વિદ્યાર્થીઓ: બેટરી સંચાલિત ટુ વ્હીલરની ખરીદી પર રૂ. 12000/-.
ઈલેક્ટ્રીક સ્કૂટર સબસીડી યોજના પાત્રતા
ભારત સરકારના ગ્રીન ઇન્ડિયા મિશનને સાકાર કરવા ચલાવવામાં આવતી આ યોજનામાં નીચે મુજબની પાત્રતા ધરાવતા વ્યક્તિઓ અરજી કરી શકે છે.
- નોંધાયેલ બાંધકામ કામદાર
- ઔદ્યોગિક કામદાર
- આઈ.ટી.આઈના વિદ્યાર્થી
ઈલેક્ટ્રીક સ્કૂટર સબસીડી યોજના માટે અરજી કેવી રીતે કરવી
જો તમે આ યોજના માટે પાત્રતા ધરાવતા હોય અને ઈલેક્ટ્રીક સ્કૂટરની ખરીદી પર સબસીડી મેળવવા માંગતા હોય તો નીચે મુજબના સ્ટેપ અનુસરી ઓનલાઈન અરજી કરી શકો છો.
- પ્રથમ ઓફિસિયલ વેબસાઈટ https://gogreenglwb.gujarat.gov.in/ પર જાવ
- હોમપેજ પર રજીસ્ટ્રેશન ઓપ્શન પર ક્લિક કરી જરૂરી વિગતો ભરો અને તમારું રજીસ્ટ્રેશન પૂર્ણ કરો
- તમારા મોબાઇલ પર એસએમએસ દ્વારા યુઝર આઇડી અને પાસવર્ડ મોકલવામાં આવશે તેના દ્વારા લોગીન કરો અને પ્રોફાઈલ અપડેટ કરો.
- ત્યારબાદ “Apply for the scheme” પર ક્લિક કરી જરૂરી વિગતો ભરી તમારી એપ્લિકેશન સબમીટ કરો.
અન્ય સૂચનાઓ (Other Instruction)
- આ યોજનાનો લાભ ભારતમાં ઉત્પાદિત સ્કૂટર પર જ મળે છે.
- લિથિયમ-આયન બેટરી સાથેનું ટુ-વ્હીલર જે એક ચાર્જ પર ઓછામાં ઓછા 50 કિમી ચાલી શકે છે, તેને મોટર અને વાહન અધિનિયમ હેઠળ માન્યતા પ્રાપ્ત અલગ ચાર્જિંગ સ્ટેશનની જરૂર નથી.
- મજૂરે એક્સ-શોરૂમ કિંમતમાંથી સબસિડીની રકમ બાદ કર્યા પછી બાકીની રકમ ચૂકવવાની રહેશે.
- વેચાણ પછી, સબસિડીની રકમ ડીલરના ખાતામાં સીધી જમા થશે.