PM Kisan Yojana Latest Update: દેશના ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજના ચલાવવામાં આવે છે. આ યોજના અંતર્ગત વાર્ષિક ₹6,000 ની સહાય મેળવતા ખેડૂતો માટે ખુશીના સમાચાર છે.
દેશના નાગરિકો માટે કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવતી હોય છે પ્રધાનમંત્રી કિસાન યોજના એ ખેડૂતોને આર્થિક મદદ કરવા માટેની યોજના છે જેમાં વર્ષ દરમિયાન રૂપિયા 2000 ના ત્રણ હપ્તા દ્વારા સહાય આપવામાં આવે છે.
આ યોજનાને લઈને સરકાર આગામી સમયમાં નવી જાહેરાત કરી શકે છે.
PM Kisan Yojana Update: ખેડૂતોને મળશે રૂપિયા 8,000 ની સહાય
ગુજરાત સમાચાર ના તારીખ 12 ઓક્ટોબર 2023 ના એક અહેવાલ પર નજર કરીએ તો કિસાન સન્માન નિધિ યોજનામાં સહાયની રકમ ₹6,000 થી વધારીને ₹8000 કરવાની કેન્દ્રની તૈયારી ચાલી રહી છે.
મોદી સરકાર નાના ખેડૂતોને મોટી ભેટ આપવાની તૈયારીમાં છે. 2024 ની ચૂંટણીને ધ્યાનમાં રાખતા પીએમ કિસાન સન્માન નિધિ રકમ ₹6,000 થી વધારીને ₹8000 રૂપિયા કરવામાં આવી શકે છે. આ અંગે સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર નાના ખેડૂતોને ત્રણ હપ્તામાં આપવામાં આવતી રકમ ₹6,000 થી વધારીને 8000 રૂપિયા કરી શકે છે.
પીએમ કિસાન સન્માન નિધિમાં આ અપડેટ અંગે નામ ન આપવાની શરતે અધિકારીએ જણાવ્યું હતું કે આ મામલો વિચારાધીન છે, જો આ અંગે મંજૂરી મળી જાય તો આ યોજના પર સરકારને 20 હજાર કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ આવશે. આમ આ યોજના માટે વર્તમાન નાણાકીય વર્ષમાં માર્ચ 2024 સુધીમાં કાર્યક્રમ માટે ફાળવવામાં આવેલ 60000 કરોડ રૂપિયા સિવાયની રકમ ફાળવવામાં આવશે.
દેશના 11 કરોડ ખેડૂતોને થશે ફાયદો
જો આ પ્રસ્તાવને મંજૂરી મળી જશે તો દેશના 11 કરોડ ખેડૂતોને તેનો ફાયદો થશે તમને જણાવી દઈએ કે 2018 થી શરૂ થયેલ સબસિડી કાર્યક્રમમાં 11 કરોડ લાભાર્થીઓ છે.
અધિકારી હવે ડીબીટી કાર્યક્રમ હેઠળ વધારે ખેડૂતોને સામેલ કરવા માટે નિયમોમાં છૂટછાટ આપવા પર ચર્ચા કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આ પ્રસ્તાવો ઉપર હજી અંતિમ નિર્ણય લેવાનો બાકી છે. સરકાર ગરીબ કુટુંબોને રાહત આપવા માટે અન્ય યોજનાઓ પર પણ વિચાર કરી રહી છે.
પીએમ કિસાન સમ્માનનીધી યોજના શું છે?
પીએમ કિસાન સન્માન નિધિ યોજનાએ કેન્દ્ર સરકાર દ્વારા દેશના ખેડૂતોને આપવામાં આવતી આર્થિક સહાયની યોજના છે. જે અંતર્ગત અત્યાર સુધી દર વર્ષે ₹6,000 ની સહાય આપવામાં આવે છે. આ રકમ ખેડૂતોના ખાતામાં વર્ષ દરમિયાન ₹2,000 ના 3 હપ્તા સ્વરૂપે ચૂકવવામાં આવે છે.
અત્યાર સુધી કુલ ૧૪ હપ્તા ચૂકવવામાં આવ્યો છે. વર્ષ 2018 થી શરૂ થયેલી આ યોજના પાછળ અત્યાર સુધી 2.42 લાખ કરોડ રૂપિયાની રકમ ખર્ચાઈ ચૂકી છે.
સારાંશ
તો મિત્રો તમને જણાવી દઈએ કે અહીં આપેલી અપડેટ અંગે હજુ સુધી નિર્ણય લેવામાં આવેલો નથી. પરંતુ આવનાર સમયમાં તેના અંગે જાહેરાત કરવામાં આવી શકે છે. તો આવી જ લેટેસ્ટ અપડેટ મેળવતા રહેવા માટે તમે અમારા whatsapp ગ્રુપમાં જરૂર જોડાઓ.