GPRB Bharti 2024: ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ અને પીએસઆઇ ની ભરતી માટેના ઓનલાઈન ફોર્મ ની શરૂઆત થઈ ગઈ છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતી થવાની છે.
નમસ્કાર મિત્રો Gujarat Police Recruitment Board દ્વારા પોલીસ વિભાગમાં લોકરક્ષક અને પીએસઆઇ ની ભરતી ના ફોર્મ શરૂ થઈ ગયા છે. ભરતી માટે જરૂરી ડોક્યુમેન્ટ, લાયકાત, પગાર ધોરણ, વયમર્યાદા, પરીક્ષા ફી વગેરે તમામ માહિતી નીચે આપેલી છે.
Gujarat Police Bharti 2024
ગુજરાત પોલીસ દળમાં વર્ગ-૩ ની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષકની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે. જે ઉમેદવારો લાયકાત ધરાવે છે તેમણે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
GPRB Bharti Overview
પોસ્ટનું નામ | લોકરક્ષક અને પીએસઆઇ |
સંસ્થાનું નામ | Gujarat Police |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
અરજી કરવાની તારીખ | 04/04/2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 30/04/2024 |
ઓફિસિયલ વેબસાઈટ | https://ojas.gujarat.gov.in/ |
પોસ્ટનું નામ
ગુજરાત પોલીસ ભરતીમાં નીચે મુજબની પોસ્ટ માટે ભરતી કરવામાં આવનાર છે.
- બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI)
- બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ
- હથિયારી પોલીસ કોન્સ્ટેબલ
- એસઆરપીએફ
- જેલ સિપાઈ
કુલ જગ્યાઓ
ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી અને પીએસઆઇ ભરતીમાં નીચે મુજબની કુલ જગ્યાઓ છે.
જગ્યા નું નામ | કુલ સંખ્યા |
---|---|
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) | 472 |
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ | 6600 |
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ | 3302 |
એસઆરપીએફ | 1000 |
જેલ સિપાઈ | 1098 |
શૈક્ષણિક લાયકાત
- બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર: ઉમેદવાર કોઈપણ માન્ય યુનિવર્સિટી માંથી સ્નાતક થયેલા હોવા જોઈએ અથવા સરકારે માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ.
- પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપોઇ: ઉમેદવાર ધોરણ 12 પાસ હોવા જોઈએ.
વય મર્યાદા
- બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર: ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની વય મર્યાદા ધરાવતા હોવા જોઈએ.
- પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપોઇ: ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની વય મર્યાદા ધરાવતા હોવા જોઈએ.
ઉપરોક્ત વય મર્યાદામાં જાતિ અનુસાર ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર છે જેની વધુ માહિતી માટે નીચે લિંક આપેલી છે.
અરજી કેવી રીતે કરવી?
- ફોર્મ ભરવા માટે સૌપ્રથમ https://ojas.gujarat.gov.in/ વેબસાઇટ પર જાવ. લિંક નીચે આપેલી છે.
- હોમપેજ પર Online Application માં Apply પર ક્લિક કરો.
- સિલેક્ટ એડવર્ટાઈઝમેન્ટમાં GPRB (Gujarat Police Recruitment Board પર ક્લિક કરવું
- ભરતીના નોટિફિકેશન સામે રહેલ Apply બટન પર ક્લિક કરો.
- તમારી વિગતો દાખલ કરો અને ત્યારબાદ ફોટો અને સહી અપલોડ કરો.
- ઓનલાઈન ફીની ચૂકવણી કરો.
- ત્યારબાદ તમારી અરજીને કન્ફર્મ કરો અને પ્રિન્ટ તમારી પાસે સાચવીને રાખજો.
અરજી માટે મહત્વપૂર્ણ લિંક્સ
ઓફિસિયલ નોટિફિકેશન વાંચવા | અહીં ક્લિક કરો |
અરજી કરવા | અહીં ક્લિક કરો |
હોમપેજ | Sarkari Yojana |