Gyan Setu Sheme Selection: શું તમે જ્ઞાનસેતુ મેરીટ અંતર્ગત સિલેક્ટ થયેલા છો. તો જ્ઞાન સેતુ યોજના સિલેક્શન અંગે મહત્વના સમાચાર આવ્યા છે. વિદ્યાર્થીઓએ ઓફિસિયલ સાઈટ પર યોજના અને સંસ્થાની પસંદગી કરવાની રહેશે.
નમસ્કાર મિત્રો, આજના આ લેખમાં અમે તમને જ્ઞાન સેતુ યોજના અંતર્ગત જે વિદ્યાર્થીઓનો મેરીટમાં સમાવેશ થયો છે તેમણે યોજનાની પસંદગી તેમજ સંસ્થાની પસંદગી ઓનલાઈન કેવી રીતે કરવી તે અંગેની માહિતી આપીશું તો આ લેખને સંપૂર્ણ વાંચો.
Gyan Setu Scheme Selection @gssyguj.in
મુખ્યમંત્રી જ્ઞાન સેતુ યોજના અંતર્ગત જે વિદ્યાર્થીઓ પાસ થયેલા છે અને જેનો મેરીટમાં સમાવેશ થયેલો છે તેમના માટે આ અગત્યના સમાચાર છે.
મુખ્યમંત્રી જ્ઞાનસેતુ યોજનામાં મેરીટ લિસ્ટમાં નામ ધરાવતા વિદ્યાર્થીઓએ જ્ઞાનસેતુ અંતર્ગત યોજનાની પસંદગી તેમજ યોજના માટેની પસંદગીની સંસ્થા ઓનલાઇન પસંદ કરવાની છે. આ માટે તેમણે પોતાના લોગીન દ્વારા આ પ્રોસેસ કરવાની છે. જેની માહિતી અમે નીચે આપી છે.
યોજનાનું નામ | જ્ઞાનસેતુ |
વિભાગ | શિક્ષણ વિભાગ ગુજરાત |
સ્કીમ પસંદગી તારીખ | 25/10/2023 |
છેલ્લી તારીખ | |
ઓફિસિયલ વેબસાઈટ | https://gssyguj.in/ |
જ્ઞાન સેતુ યોજના લિસ્ટ | Gyansetu Scheme List
મુખ્યમંત્રી જ્ઞાનસેતુ યોજના અંતર્ગત વિવિધ યોજનાઓ આવેલી છે. તેમાં વિદ્યાર્થીઓએ કોઈપણ એક યોજનાની પસંદગી કરવાની રહેશે. યોજનાઓનું લીસ્ટ નીચે પ્રમાણે છે.
- જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ ઓફ એક્સિલેન્સ
- જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસીડેન્સીયલ સ્કુલ ઓફ એક્સેલન્સ
- રક્ષા શક્તિ સ્કૂલ
- મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના
જ્ઞાનસેતુ યોજનાની પસંદગી કઈ રીતે કરવી
જ્ઞાનસેતુ મેરીટ માં આવતા વિદ્યાર્થીઓએ અગાઉ રજીસ્ટ્રેશન કરેલું હશે. તેમને તેના લોગીન સેક્શનમાં જઈ યોજનાની પસંદગી તેમજ શાળાની પસંદગી કરવાની રહેશે. તેના માટે નીચેના સ્ટેપ અનુસરો.
- સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ.
- હોમ પેજ પર નીચે સ્કોલ કરતા એપ્લાય ફોર સ્કીમ હેઠળ 18 નંબરનો યુઆઇડી નંબર દાખલ કરી Verify બટન પર ક્લિક કરો.
- ત્યારબાદ નીચે Common Entrance Based Schemes નામનો ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરો.
- તમારી સામે લોગીન પેજ આવી જશે, જેમાં 18 આંકડાનો UID નંબર અને પાસવર્ડ દાખલ કરી સાઇન ઇન કરો.
- હવે તમારી સામે ડેશબોર્ડ ખુલી જશે તેમાંથી યોજનાની અને તે યોજના અંતર્ગત આવેલ સંસ્થાની પસંદગી કરો.
નોંધ મિત્રો અહીં આપેલી માહિતી અને પ્રોસેસ વિદ્યાર્થીઓની સરળતા માટે માત્ર જાણકારી માટે આપવામાં આવી છે. વધુ વિગતો માટે તમારે તમારી શાળાનો સંપર્ક જરૂર કરવો.
જ્ઞાનસેતુ મહત્વપૂર્ણ લિંક્સ
વિદ્યાર્થી લોગીન | અહીં ક્લિક કરો |
ઓફિસિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |