Gujarat Gyan Guru Quiz Competition 2022: ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ખુશખબર ગુજરાતના વિદ્યાર્થીઓ તૈયાર થઈ જાઓ 25 કરોડના ઈનામો જીતવા કારણ કે રાજ્ય સરકાર દ્વારા એક મેગા ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોમ્પિટિશનમાં ભાગ લઇ વિદ્યાર્થીઓ પોતાના જ્ઞાનનો ઉપયોગ કરી લાખો રૂપિયાના ઇનામ જીતી શકે છે.
નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું ગુજરાત જ્ઞાન ક્વિઝ કોમ્પીટીશન વિષે. આ લેખમાં અમે તમને જણાવીશું કે કોણ કોણ ભાગ લઈ શકે છે? કઈ રીતે ભાગ લઈ શકે? ક્યાં ક્યાં ઇનામો મળશે? તો તૈયાર થઈ જાઓ 25 કરોડના ઈનામોં જીતવા.
Gujarat Gyan Guru Quiz Competition Registration 2022 @g3q.co.in
ગુજરાતના વિદ્યાર્થીઓ માટે પોતાના જ્ઞાનનો ઉપયોગ કરીને કરોડો રૂપિયા જીતવાની રાજ્ય સરકારે સુવર્ણ તક આપી છે. અમદાવાદ ખાતે ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાયન્સ સીટી અમદાવાદ ખાતે દેશની સૌથી મોટી ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝનો પ્રારંભ કરવામાં આવશે.
ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ કોમ્પિટિશન
- દેશની સૌથી મોટી ક્વિઝ કોમ્પિટિશન
- 25 લાખથી વધુ વિદ્યાર્થી ભાગ લેશે
- 25 કરોડના ઈનામનું વિતરણ થશે
- અમદાવાદમાં યોજાશે ક્વિઝ કોમ્પિટિશન
Gujarat Gyan Guru Quiz Competition માં કોણ કોણ લઇ શકે છે ભાગ ?
આ ક્વિઝ કોમ્પિટિશનમાં રાજ્યના ધોરણ 9 થી 12, કોલેજ અને યુનિવર્સિટી સ્તરે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભાગ લઇ શકે છે. જેમાં વિજેતા થનારા ઉમેદવારને તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષા એમ ત્રણ સ્તરે આકર્ષક ઇનામ આપવામાં આવશે. આ સાથે ગુજરાત સરકા દ્વારા પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.
આ ક્વિઝ રોજે યોજાશે અને 15 અઠવાડિયા સુધી ચાલશે. જરૂરી નથી કે ભાગ લેનાર વ્યક્તિ વિદ્યાર્થી જ હોય કોઇ પણ વ્યક્તિ આ ક્વિઝ કોમ્પિટીશનમાં ભાગ લઇ શકે છે.
Gujarat Gyan Guru Quiz માં હશે કેવા પ્રશ્નો?
ગુજરાત જ્ઞાનગુરુ કોમ્પિટિશન માં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ, યોજનાઓના ઉદ્દેશ્યો અને લાભાર્થીઓ, સરકારની સિદ્ધિઓ અંગેના પ્રશ્નો સામેલ કરવામાં આવ્યા છે આ ક્વિઝ અઠવાડિયામાં રવિવારથી ચાલુ થઈ શુક્રવારે સમાપ્ત થશે શનિવારે વિજેતાઓ જાહેર કરવામાં આવશે.
Gujarat GyanGuru Quiz વિજેતા ઉમેદવારને શું મળશે ?
Gujarat Gyan Guru Quiz Compitition માં વિજેતા ઉમેદવારોને ક્વિઝમાં પ્રતિ અઠવાડીયે 252 તાલુકા-નગરપાલિકા તથા 170 વોર્ડનાં વિજેતા ઉમેદવારોને રૂ.1.60 કરોડના ઈનામો મળી કુલ 15 અઠવાડીયાના આશરે રૂ. 25 કરોડના ઈનામો તથા સ્ટડી ટૂર પ્રાપ્ત થશે.
જે સ્પર્ધકો ક્વિઝ કોમ્પિટિશનમાં વિજેતા જાહેર થશે, તેને ત્રણ દિવસનો પ્રવાસ કરાવવામાં આવશે. જેમાં વિજેતાને ભારતના પ્રવાસન સ્થળો, યાત્રાધામ અને ઉદ્યોગ ગૃહોની મુલાકાત કરાવવામાં આવશે. કોમ્પિટિશનમાં 25 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે.
પહેલા તબક્કામાં તાલુકા-નગરપાલિકા/વોર્ડ કક્ષાએ ઓનલાઇન ક્વિઝ યોજાશે તથા બીજા તબક્કામાં જિલ્લા-મહાનગરપાલિકા કક્ષાએ તેમજ ત્રીજા અને અંતિમ તબક્કામાં ઓફલાઈન ક્વિઝ રાજ્ય કક્ષાએ યોજાશે.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) ના ઉદ્દેશો
- એક એવી પ્રવૃત્તિ, કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો સંગમ થાય
- સ્પર્ધાત્મક સ્વરૂપ સાથો સાથ શિક્ષણનું નિરૂપણ પણ કરવું
- વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવી
- કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) આવરવા
- કવીઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં જ્ઞાનઅને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવી
Gujarat Gyan Guru Quiz Competition Registration 2022
- સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ https://g3q.co.in/ પર જાવ
- વેબસાઇટના હોમપેજ પર નીચે સ્ક્રોલ કરો જ્યાં તમને રજીસ્ટ્રેશન ફોર્મ જોવા મળશે
- ફોર્મની તમામ વિગતો ભરો અને save બટન પર ક્લિક કરો