Gyan Sadhana Scholarship Call Letter Download: ધોરણ 8 પૂર્ણ કરનાર જે વિદ્યાર્થીઓએ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનામાં ફોર્મ ભરેલ છે તેની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવેલ છે.
રાજ્ય પરીક્ષા બોર્ડ અનુસાર આગામી તારીખ 11/06/2023 ના રોજ 11:00 થી 13:30 દરમિયાન રાજ્યના તમામ તાલુકા કક્ષાએ જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા યોજવામાં આવશે.
જે વિદ્યાર્થીઓએ આ યોજના અંતર્ગત ફોર્મ ભરેલા છે તેઓ તારીખ 07/06/2023 ના રોજ 17:00 કલાકથી રાજ્ય પરીક્ષા બોર્ડ ની વેબસાઈટ પરથી પોતાના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.
Gyan Sadhana Scholarship Exam Call Letter Download
પરીક્ષાનું નામ | જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના |
વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત |
કોલ લેટર ડાઉનલોડ તારીખ | 07/06/2023 (17:00) |
પરીક્ષા તારીખ | 11/06/2023 |
ઓફિસિયલ વેબસાઈટ | https://sebexam.org/ |
જે વિદ્યાર્થીઓએ જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા માટે ફોર્મ ભરેલા છે તેમણે રાજ્ય પરીક્ષા બોર્ડ ની વેબસાઈટ પર જઈ કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.
શું છે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના
કેન્દ્ર સરકારના રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ખાનગી સ્કૂલોમાં 25% પ્રમાણે પ્રવેશ આપવામાં આવે છે. જોકે આ બાળકોને ધોરણ 1 થી 8 સુધી નિઃશુલ્ક ભણાવવામાં આવે છે અને તે અંતર્ગત સરકાર દ્વારા સ્કૂલોને સહાય ચૂકવાઇ છે પરંતુ આ બાળકો જ્યારે ધોરણ 9 માં આવે છે ત્યારે તેમના માટે આગળના અભ્યાસ કાર્યમાં આર્થિક મુશ્કેલીઓ અડચણ રૂપ સાબિત થતી હોય છે અને તેના લીધે વિદ્યાર્થીઓ ભણવાનું છોડી દેતા હોય છે આના લીધે આવા બાળકો નો અભ્યાસ અટકે નહીં અને માધ્યમિક સુધી અભ્યાસ પૂર્ણ કરે તે માટે સરકાર દ્વારા આ યોજનાની જાહેરાત કરવામાં આવી છે.
આ યોજના અંતર્ગત મેરીટમાં આવતા વિદ્યાર્થીઓને ધોરણ 9 અને 10 માં વાર્ષિક ₹20,000 ની સહાય અને ધોરણ 11 અને 12 માં વાર્ષિક ₹25,000 ની સહાય ચૂકવવામાં આવશે.
વધુ માહિતી માટે વાંચો: જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના
મહત્વપૂર્ણ લિંક્સ
ઓફિસિયલ નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
કોલ લેટર ડાઉનલોડ કરવા | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |