Gyan Sadhana Scholarship Yojana: રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને હાઈસ્કૂલનું શિક્ષણ મેળવવામાં આર્થિક મુશ્કેલી ન અનુભવાય એ માટે શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના ની જાહેરાત કરવામાં આવી છે.
આ યોજના અંતર્ગત પરીક્ષા ના આધારે મેરીટમાં આવનાર 25,000 જેટલા વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12 સુધીના અભ્યાસ માટે શિષ્યવૃત્તિની સહાય ચુકવવામાં આવશે.
નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું Sarkari Yojana વેબસાઈટમાં. તો આજે આપણે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના વિશે માહિતી મેળવીશું. જેમાં Gyan Sadhana Scholarship Yojana Online Form કેવી રીતે ભરવું, કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે, આવક મર્યાદા કેટલી છે વગેરે વિશે તમામ માહિતી નીચે આપવામાં આવેલી છે.
Gyan Sadhana Scholarship Yojana 2023
યોજનાનું નામ | જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના |
વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત |
લાભાર્થી | ધોરણ 8 પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ |
સહાયની રકમ | ધો. 9,10 માં રૂ.20,000/- ધો.11,12માં રૂ.25,000/- |
આવક મર્યાદા | ગ્રામ્ય વિસ્તાર રૂ.1,30,000/- શહેરી વિસ્તાર રૂ.1,50,000/- |
ઓફિસિયલ વેબસાઈટ | https://sebexam.org/ |
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના નો હેતુ
કેન્દ્ર સરકારના રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ખાનગી સ્કૂલોમાં 25% પ્રમાણે પ્રવેશ આપવામાં આવે છે. જોકે આ બાળકોને ધોરણ 1 થી 8 સુધી નિઃશુલ્ક ભણાવવામાં આવે છે અને તે અંતર્ગત સરકાર દ્વારા સ્કૂલોને સહાય ચૂકવાઇ છે પરંતુ આ બાળકો જ્યારે ધોરણ 9 માં આવે છે ત્યારે તેમના માટે આગળના અભ્યાસ કાર્યમાં આર્થિક મુશ્કેલીઓ અડચણ રૂપ સાબિત થતી હોય છે અને તેના લીધે વિદ્યાર્થીઓ ભણવાનું છોડી દેતા હોય છે આના લીધે આવા બાળકો નો અભ્યાસ અટકે નહીં અને માધ્યમિક સુધી અભ્યાસ પૂર્ણ કરે તે માટે સરકાર દ્વારા આ યોજનાની જાહેરાત કરવામાં આવી છે.
જ્ઞાન સાધના સ્કોલરશીપ સહાય ની રકમ
આ યોજના અંતર્ગત મેરીટમાં આવતા વિદ્યાર્થીઓને ધોરણ 9 અને 10 માં વાર્ષિક ₹20,000 ની સહાય અને ધોરણ 11 અને 12 માં વાર્ષિક ₹25,000 ની સહાય ચૂકવવામાં આવશે.
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના આવક મર્યાદા
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનામાં ભાગ લેવા માટે વિદ્યાર્થીના વાલીની આવક ગ્રામ્ય વિસ્તારમાં રૂપિયા 1,30,000 અને શહેરી વિસ્તારમાં રૂપિયા 1,50,000 થી વધુ ન હોવી જોઈએ.
જ્ઞાન સાધના સ્કોલરશીપ પાત્રતા
- આ યોજનાનો લાભ ધોરણ આઠમાં અભ્યાસ કરતા અથવા ધોરણ આઠ ઉતરણ થયેલ વિદ્યાર્થીઓ લઈ શકશે.
- વિદ્યાર્થીએ 1 થી 8 નો સળંગ અભ્યાસ સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં જ કરેલો હોવો જોઈએ.
Gyan Sadhana Scholarship Yojana Online Form કેવી રીતે ભરવું
આ યોજનામાં ભાગ લેવાઈ જતા ધોરણ આઠ પાસ ના વિદ્યાર્થીઓ રાજ્ય પરીક્ષા બોર્ડ ની ઓફિશિયલ વેબસાઈટ પર ઓનલાઇન ફોર્મ ભરી શકશે આ માટે નીચેના સ્ટેપ અનુસરવા.
- સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જાવ. અહીં ક્લિક કરો
- એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરો ત્યારબાદ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના ની સામે આપ્યા એપ્લાય બટન પર ક્લિક કરો.
- ત્યારબાદ વિદ્યાર્થીનો 18 અંકનો UID નંબર દાખલ કરી સબમિટ પર ક્લિક કરો. (આધાર ડાયસ નંબર માટે શાળાના આચાર્યનો સંપર્ક કરવો)
- તમારી સામે વિદ્યાર્થીની માહિતી આવી જશે. જે વિગતો ભરવાની હોય તે કાળજીપૂર્વક ભરો.
- ત્યારબાદ એપ્લિકેશન Submit કરો તમારી એપ્લિકેશન કન્ફર્મ થઈ ગયા પછી તેની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવી.
મહત્વપૂર્ણ લિંક્સ
ઓફિસિયલ નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
ઓફિસિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
જરૂરી ડોક્યુમેન્ટ
- ધોરણ આઠ પાસ ની માર્કશીટ
- લિવિંગ સર્ટી
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
- પાસબુક ની ઝેરોક્ષ
- અન્ય તમામ ડોક્યુમેન્ટ
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના પરીક્ષા ક્યારે લેવાશે
જ્ઞાન સાધના સ્કોલરશીપ માટે તારીખ 11 મી જૂનના રોજ પરીક્ષા લેવાની રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ આ યોજનાનો લાભ લેવાઈ જતા વિદ્યાર્થીઓના ફોર્મ મે મહિનામાં ભરાવાનું શરૂ થશે.
આ પણ વાંચો: CET Exam 2023 Solution: કોમન પ્રવેશ પરીક્ષા પેપર સંપૂર્ણ સોલ્યુશન ડાઉનલોડ કરો
પરીક્ષા ફી
આ પરીક્ષામાં બેસવા ઇચ્છતા વિદ્યાર્થીએ એક પણ રૂપિયો ભરવાનો રહેશે નથી જ્ઞાન સાધના સ્કોલરશીપ ફી શૂન્ય છે સરકારી અને ગ્રાન્ટેડ શાળાના કોઈપણ વિદ્યાર્થી વિનામૂલ્ય ફોર્મ ભરી શકશે અને પરીક્ષામાં ભાગ લઈ શકશે.
મહત્વપૂર્ણ તારીખો
ઓનલાઇન ફોર્મ શરુ તારીખ | 11/05/2023 |
છેલ્લી તારીખ | 26/05/2023 |
પરીક્ષાની તારીખ | 11/06/2023 |
તો મિત્રો આશા રાખીએ છીએ કે તમને સંપૂર્ણ માહિતી મળી હશે જો તમને આ માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો. જો આ વિશે તમને કોઈ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટમાં જરૂર જણાવો. અમે તેનો જવાબ આપવા પ્રયત્ન કરીશું. આવી જ સરકારી યોજનાઓની માહિતી અને શિક્ષણને લગતી અપડેટ મેળવવા માટે તમે અમારી ટેલિગ્રામ ચેનલ અથવા whatsapp ગ્રુપમાં જોડાઈ શકો છો.