Gyan Sadhna Merit Update: ગુજરાત સરકાર દ્વારા Mukhymantri Gyan Sadhna Scholarship યોજના અમલી કરેલ છે. જે અંતર્ગત જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા લેવામાં આવી હતી. આ અંતર્ગત મેરીટ માં સમાવેશ થયેલ વિદ્યાર્થીઓને http//gssyguj.in વેબસાઈટ પર શાળા પ્રવેશ પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે.
Gyan Sadhna Shala Pravesh Pramanptra
તમને જણાવી દઈએ કે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનાએ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી સ્કોલરશીપ યોજના છે જેમાં એક થી આઠ ધોરણ સુધી સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ માટે આર્થિક સહાય આપવામાં આવે છે. આ પરીક્ષામાં પાસ થનાર અને મેરીટમાં સમાવેશ થનાર વિદ્યાર્થીને ધોરણ 12 સુધી ભણવા માટે સરકાર દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.
શું છે લેટેસ્ટ અપડેટ
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનામાં જે વિદ્યાર્થીઓ મેરીટ લીસ્ટમાં સમાવેશ થાય છે તે વિદ્યાર્થીઓએ શાળા પ્રવેશ પ્રમાણપત્ર ભરી, શાળાના સહી સિક્કા કરાવી, વિદ્યાર્થી અથવા વાલી દ્વારા બેંક એકાઉન્ટની ડીટેલ અને શાળા પસંદગીના પેજમાં તે પ્રમાણપત્ર અપલોડ કરવાનો રહેશે.
શાળા પ્રવેશપત્ર કઈ રીતે અપલોડ કરવું
મેરીટ માં આવતા વિદ્યાર્થીઓએ પ્રવેશ પ્રમાણપત્ર નીચેની લીંક માંથી ડાઉનલોડ કરી જ્ઞાન સાધનાની ઓફિસિયલ વેબસાઈટ પર અપલોડ કરવાનો રહેશે.
તેમાં માંગેલી વિગતો કાળજીપૂર્વક ભરી શાળાના સહી સિક્કા કરાવી વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઈઝનો ફોટો લગાવો.
આ પ્રમાણપત્ર અને બેંકની ડિટેલ વેબસાઈટ પર ઓનલાઈન અપલોડ કરવાની રહેશે.
શાળા પ્રવેશ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા | અહીં ક્લિક કરો |
ઓફિસિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
નોંધ ઉપરોક્ત માહિતી વિદ્યાર્થીઓની સરળતા માટે છે. જેથી સરળતાથી શાળા પ્રવેશ પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકે. જે વિવિધ સોશિયલ મીડિયાના માધ્યમથી મેળવેલી હોય. વધુ ચોક્કસ વિગતો માટે તમારે શાળાની મુલાકાત ચોક્કસ લેવી.