Weather Update Gujarat: ગુજરાતના હવામાનમાં બીપરજોય વાવાઝોડાને લીધે વરસાદી વાતાવરણનો માહોલ સર્જાયો છે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે બિપોરજોય વાવાઝોડાને લઈને સૌથી મોટી આગાહી કરી છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ રહેશે.
16 થી 20 જૂન ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
બિપોરજોય વાવાઝોડું ગુજરાતના કચ્છ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં પવન સાથે ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે આ અંગે અંબાલાલ પટેલે આગાહી કરી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં પાંચ દિવસ માટે વરસાદની આગાહી કરતા જણાવ્યું છે કે મોરબી, રાજકોટ, અમદાવાદ, વડોદરામાં ભારે પવન સાથે વરસાદ રહેશે.
આ સાથે વાવાઝોડું કચ્છમાંથી પસાર થઈ રાજસ્થાન તરફ આગળ વધશે. વાવાઝોડું લેન્ડફોલ થયા બાદ પાંચ દિવસ સુધી અસર રહેશે જેને લઇ 16 થી 20 જૂન સુધી રાજ્યમાં વરસાદ રહેશે.
ગુજરાતમાં વાવાઝોડું 15 કે 16 જુનના રોજ ટકરાવવાની સંભાવના છે. વાવાઝોડા ના ગયા પછી પાંચ દિવસ સુધી રાજ્યમાં પવન સાથે વરસાદની સંભાવનાઓ સેવાઈ રહી છે.
હાલમાં પણ રાજ્યમાં અનેક જગ્યાએ ચોમાસાને લીધે વરસાદ થઈ રહ્યો છે પરંતુ દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાની અસરને લીધે વરસાદ સાથે પવન ફૂંકાવાની સંભાવનાઓ વધારે છે.