Health Tips: આપણો મોબાઇલ, લેપટોપ સ્માર્ટવોચ વગેરેને સતત ચલાવવા માટે શું કરવું જોઈએ? કે જેવી તેની બેટરી પતે એટલે તેને તરત જ ચાર્જ કરવી પડે. જેમ આ ગેજેટને ચાર્જ કરવા પડે, તેમ એ જ રીતે આપણે બોડી (શરીર) પણ ચાર્જ કરવું પડે અને ચાર્જ કરવા માટે આપણે જમવું પડે. પણ એનાથી પણ વિશેષ પોતાની ઉંમર મુજબ સારી અને પૂરતી ઊંઘ લેવી પડે તો જ આપણી બોડી યોગ્ય રીતે ચાર્જ થાય.
National Sleep Foundation ને રોજે આપણે આપણી ઉંમર મુજબ કેટલા કલાક સૂવું જોઈએ તેના આંકડા આપ્યા છે. હવે એ વાતમાં તો કોઈ શંકા નથી કે ઊંઘ એ આપણો ડેલી રૂટિનનો એક મહત્વનો ભાગ છે.
સારા સ્વાસ્થ્ય માટે કેટલા કલાકની ઊંઘ પૂરતી છે?
આપણી સ્લીપિંગ સાઇકલથી આપણા હેલ્થનો આઈડિયા મળી જાય છે. જો તમને ખબર ન હોય તો કહી દઈએ કે આપણે આપણી જિંદગીનો એક તૃતીયાંશ ભાગ ઊંઘમાં પસાર કરીએ છીએ. એટલે કે જો તમે 60 વર્ષ જીવો છો તો 20 વર્ષ તો ફક્ત ઊંઘવામાં જાય છે.
કોઈપણ પરિસ્થિતિ હોય પણ એ પરિસ્થિતિમાં સારી ઊંઘ લેવી એ જરૂરી છે. જયારે પણ આપણી ઊંઘ પુરી ના થઇ હોય તો તેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે.
આપણામાંથી ઘણા બધા લોકોએ અનુભવ પણ કર્યો હશે જે રાત્રે સારી ઊંઘ ન આવી હોય કે ઉજાગરો કર્યો હોય એના પછીનો દિવસ ચુસ્ત રહે છે બોડીમાં એનર્જી રહેતી નથી, બગાસા આવે છે, આળસ આવે છે અને સ્વભાવ પણ થોડો ચીડિયો થઈ જાય છે.
પણ જે દિવસે સારી ઊંઘ આવે છે એના પછીના દિવસે આપણા શરીરની એનર્જી અલગ જ લેવલ પર હોય છે. ફેસ પર પણ અલગ ચમક હોય છે. આખો દિવસ ફ્રેશ ફિલ કરીએ છીએ. સાથે કામ કરવાની પણ એનર્જી મળે છે.
આપણે આપણી ઉંમર પ્રમાણે દિવસમાં કેટલા કલાક ઊંઘ લેવી જોઈએ એ કેવી રીતે ખબર પડે? તો એના માટે હાવર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર ચાર્લ્સ સિઝલર અને કેટલાક અન્ય નિષ્ણાતો અને સંશોધકો એ સંશોધનોના આધારે તેમણે અલગ અલગ ઉંમરના લોકો માટે ઊંઘ ના જરૂરી કલાકો નક્કી કર્યા છે. જે નીચે મુજબ છે.
ઉંમર | ઊંઘ નો સમય |
---|---|
નવજાત શિશુ (0-3 મહિના) | 14 થી 17 કલાક |
શિશુ (4-11 મહિના) | 12 થી 15 કલાક |
બાળકો (1-2 વર્ષ) | 11 થી 14 કલાક |
બાળકો (3-5 વર્ષ) | 10 થી 13 કલાક |
સ્કૂલે જતા બાળકો (6-13 વર્ષ) | 09 થી 11 કલાક |
કિશોર (14-17 વર્ષ) | 08 થી 10 કલાક |
યુવાન (18-25 વર્ષ) | 07 થી 09 કલાક |
વયસ્ક (26-64 વર્ષ) | 07 થી 09 કલાક |
સિનિયર સિટીઝન (65 વર્ષથી વધારે) | 07 થી 08 કલાક |
External stimulants | બાહ્ય ઉત્તેજકો
આપણામાંથી ઘણા બધા લોકો તો એવા છે જે External stimulants પર ડીપેન્ડ થઈ ગયા છે. જે આપણી મજબૂરી ન થઈ હોવા છતાં શરીરને કામ કરતા રહેવા માટે એક બુસ્ટ આપે છે. આપણને એવું ફિલ થાય છે કે બધું જ બરાબર ચાલી રહ્યું છે. પણ આ એક્સટર્નલ સ્ટીમ્યુલન્સ છે શું?
તો રાત્રે જાગવા માટે કે ઊંઘ ન આવે એ માટે આપણે કોફી, ચા કે બીજા એનર્જી ડ્રિંક લઈએ છીએ, એને External stimulants કહેવામાં આવે છે. એક્સટર્નલ સ્ટીમ્યુલન્સ જે આપણી કુદરતી ઊંઘ ચક્રને ડિસ્ટર્બ કરે છે અને આવા ડ્રીંકને રેગ્યુલર પીવાથી આપણા શરીરને નુકસાન થાય છે. જો કે જુદી જુદી ઉંમરના લોકો માટે ઉંઘનો સમય ગાળો પણ જુદો જુદો હોય છે પણ એક વાત તો સામાન્ય છે કે દરેક વ્યક્તિએ પોતાના શરીર ને સ્વસ્થ રાખવા માટે પૂરતી ઊંઘ લેવી જરૂરી છે.
- જ્યારે આપણે 5 કલાકથી ઓછી ઊંઘ લઈએ છીએ ત્યારે એ અજાણતા જ આપણા હૃદયને અસર કરે છે
- જો આપણે 7 કલાકથી ઓછી ઊંઘ લઈએ છીએ તો આપણે ડાયાબિટીસ અને સ્થૂળતા જેવી બીમારીઓનો ભોગ બનીએ છીએ.
નિષ્કર્ષ | Conclusion
તો મિત્રો આપણા શરીરના સારા સ્વાસ્થ્ય માટે દરરોજ પૂરતી ઊંઘ જરૂરી છે. આવી ઉપયોગી માહિતી તમારા મિત્રોને શેર જરૂર કરો. આવી જ લેટેસ્ટ અને ઉપયોગી માહિતી મેળવતા રહેવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાઓ અને અમારી વેબસાઈટની મુલાકાત રહો.