શું તમે જાણો છો કે તમારા આઈડી પર હાલમાં કેટલા સિમ કાર્ડ ચાલુ છે? હવે માત્ર ૧૦ સેકન્ડમાં હવે માત્ર દશામાં તમે જાણી શકો છો કે તમારા આઈડી પર કેટલા સિંહ એક્ટિવ છે અને તમારા નામે બીજા કોણ સિમ વાપરે છે? ટેલિકોમ વિભાગે નવું નોટિફિકેશન જાહેર કર્યું છે જેથી તમે હવે જાણી શકશો કે તમારા નામે કેટલા સિમ એકટીવ છે.
તો તમે કેવી રીતે જાણી શકો કે તમારા માટે કેટલાક એક્ટિવ છે જો તમારે જાણવું હોય તો આ લેખને છેલ્લે સુધી વાંચજો. અને આવી જ રસપ્રદ માહિતી માટે તમે અમારું whatsapp ગ્રુપ જોઈન્ટ કરી શકો છો.
તમારા નામે કેટલા સિમ ચાલુ છે? જાણો આવી રીતે
ઘણીવાર તમે સીમ કાર્ડ નો ઉપયોગ કરી તેને નાખી દેતા હોય છે જે તમારી આઈડી પર એકટીવ હોય છે અથવા તો ભૂતકાળમાં ક્યારેક તમારી આઈડી થી બીજા કોઈ અજાણ્યા વ્યક્તિએ સીમ કાર્ડ એક્ટિવ કર્યું હોય. આવી સ્થિતિમાં તમારે જાણવું જરૂરી છે કે તમે હાલમાં જે કાર્ડ નો ઉપયોગ કરો છો તે સિવાય કેટલા સીમકાર્ડ તમારા આઈડી પર એક્ટિવ છે? જેથી તમે તેને બંધ કરાવી શકો.
આ રીતે ચેક કરો તમારી આઈડી પર કેટલા સિમ કાર્ડ એક્ટિવ છે
નાગરિકો સરળતાથી જાણી શકે કે પોતાના નામે કેટલા સીમકાર્ડ છે તે માટે એક પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે તમે નીચેની પ્રોસેસ થી જાણી શકશો કે તમારા નામ પર કેટલા સિમ એકટીવ છે.
- સૌપ્રથમ વેબસાઈટ https://tafcop.dgtelecom.gov.in/ ઓપન કરો
- હવે તમારો હાલમાં ચાલુ મોબાઇલ નંબર એન્ટર કરો અને રિક્વેસ્ટ otp પર ક્લિક કરો.
- તમારા નંબર પર એક OTP આવશે તે એન્ટર કરીને Validate પર ક્લિક કરો.
- આટલું કરતા નીચે તમારી આઈડી પર જેટલા નંબર એક દિવસે તેનું લીસ્ટ આવી જશે જેના આગળના બે આંકડા અને છેલ્લા ચાર આંકડા તમને જોવા મળશે.
- આટલું કરતા તમારી આઈડી પર જેટલા નંબર એકટીવ હશે તેનું લીસ્ટ નીચે આવી જશે. જેના આગળના બે આંકડા અને છેલ્લા ચાર આંકડા તમને જોવા મળશે.
તમે ન જાણતા હોય તે આ નંબર ને Report કરો
જો તમારા લિસ્ટમાં કોઈ એવો નંબર હોય જે તમારી જાણ બહાર માં છે તો તમે તેનો રિપોર્ટ કરી શકો છો તેના માટે નીચેના સ્ટેપ અનુસરો.
- સૌપ્રથમ Name of user માં તમારું નામ એન્ટર કરો
- નંબર ની બાજુમાં આપેલા બોક્સમાં ચેકમાર્ક કરો.
- નીચે ત્રણ ઓપ્શન આપેલ છે તેમાં This is not my સિલેક્ટ કરો.
- હવે લિસ્ટની સૌથી નીચે રિપોર્ટ બટન પર ક્લિક કરો.
- તમારો રિપોર્ટ સબમીટ થતા જ તમને Ticket ID Ref No. પ્રાપ્ત થશે જેના દ્વારા તમે તમારા રિપોર્ટનું સ્ટેટસ જાણી શકશો.
TAF-COP શું છે.
TAFCOP નું પૂરું નામ Telecom Analytics for Fraud Management & Consumer Protection છે.
આ વેબસાઈટ ગ્રાહકોને મદદ કરવા, તેમના નામે કાર્યરત મોબાઈલ કનેક્શન્સની સંખ્યા તપાસવા અને જો કોઈ વધારાના નંબરહોય તો તેમના વધારાના મોબાઈલ કનેક્શનને નિયમિત કરવા માટે જરૂરી પગલાં લેવા માટે વિકસાવવામાં આવી છે. જો કે, કસ્ટમર એક્વિઝિશન ફોર્મ (CAF) ને હેન્ડલ કરવાની પ્રાથમિક જવાબદારી સેવા પ્રદાતાઓની છે.
મિત્રો આ જાણકારી જો તમને ઉપયોગી લગતી હોય તો તમારા મિત્રો ને જરૂર થી શેર કરો અને આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે તમે અમારા whatsapp ગ્રુપમાં જોડાઓ. જો આ વિષે તમને કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
આ પણ વાંચો:
- BCCI એ જાહેર કર્યો હોમ સિરીઝ 2023-24 નો કાર્યક્રમ, આટલા દેશો આવશે ભારતમાં વેન-ડે T20 અને ટેસ્ટ રમવા
- PM YASASVI Yojana: ધોરણ 9 થી 12માં મળશે 75000/- થી 125000/- સુધીની શિષ્યવૃતિ, ઓનલાઇન ફોર્મ શરુ