PM-JAY Ayushman Card 2023: ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારના લોકોને ગંભીર બીમારીઓમાં મફત સારવાર મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ચલાવવામાં આવે છે. જે અંતર્ગત પરિવારના દરેક વ્યક્તિના આયુષ્માન કાર્ડ બનાવવામાં આવે છે.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્માન કાર્ડ ધારકોને રૂપિયા પાંચ લાખ સુધીની કેશલેસ સારવાર આપવામાં આવતી હતી પરંતુ ગુજરાતમાં આ રકમ વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યમાં આયુષ્માન કાર્ડ ધારકોને હવેથી રૂપિયા દસ લાખ સુધીની સારવાર મળશે.
જો તમે આયુષ્માન કાર્ડ યોજના વિશે જાણતા ન હોય તો તમારે આ લેખ જરૂર વાંચવું જોઈએ અહીં અમે તમને આયુષ્માન કાર્ડ યોજના વિશે સંપૂર્ણ માહિતી આપીશું.
આયુષ્માન કાર્ડ યોજના શું છે | Ayushman Bharat Yojana
આયુષ્માન ભારત યોજના – રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાનું નામ બદલીને હવે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના રાખવામાં આવ્યું છે. આ યોજના સમાજના વંચિત વર્ગ માટે ગૌણ અને તૃતીય આરોગ્ય સંભાળને સંપૂર્ણપણે કેશલેસ બનાવવાની છે.
PM જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને દેશમાં ગમે ત્યાં, જાહેર કે ખાનગી, પેનલવાળી હોસ્પિટલમાં સેવાઓનો લાભ લેવા માટે આયુષ્માન કાર્ડ મળે છે. તેની મદદથી, તમે હોસ્પિટલમાં જઈ શકો છો અને કેશલેસ સારવાર મેળવી શકો છો.
PM-JAY Yojana Overview | આયુષ્માન કાર્ડ યોજના
યોજનાનું નામ | ધાનમંત્રી જન આરોગ્ય યોજના |
વિભાગ | નેશનલ હેલ્થ ઓથોરિટી ભારત સરકાર |
ઉદ્દેશ્ય | ભારતના નાગરિક |
લાભાર્થી | જરૂરીયાતમંદ લોકોને હોસ્પિટલમાં કેસલેસ સારવાર |
ઓફિસિયલ વેબસાઈટ | https://pmjay.gov.in |
- આ યોજના માં મળે છે 8% ટકા વ્યાજ દર, જાણો સંપૂર્ણ માહિતી | સુકન્યા સમૃદ્ધિ યોજના
- આયુષ્યમાન કાર્ડ માં હવે મળશે રૂપિયા 10 લાખ સુધીની સારવાર બિલકુલ મફત
આયુષ્માન કાર્ડ કેવી રીતે કઢાવવું?
મિત્રો, ગુજરાતમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના અંતર્ગત આયુષ્માન કાર્ડ આપવામાં આવે છે. પરિવારના દરેક સભ્યોનું આયુષ્માન કાર્ડ બનાવવામાં આવે છે. જેમાં 10 લાખ સુધીની કેસલેસ સારવાર મેળવી શકો છો.
જો તમારા પરિવારમાં કોઈ પણ વ્યક્તિનું અગાઉથી આયુષ્માન કાર્ડ બનાવેલ ન હોય તો તમારે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (સરકારી દવાખાનું ) ની મુલાકાત લેવી ત્યાંથી તમને તમામ માહિતી મળી રહેશે.
જો તમારા પરિવારમાં મુખ્ય વ્યક્તિ આયુષ્માન કાર્ડ ધરાવતા હોય તો અન્ય વ્યક્તિઓના આયુષ્માન કાર્ડ કઢાવવા માટે માત્ર નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જવાનું રહેશે. ત્યાંથી તમને જે પણ વ્યક્તિનું આયુષ્માન કાર્ડ બનાવવાનું છે તેને યોજનામાં સૌપ્રથમ જોડવામાં આવશે ત્યાં તમારા અને તમારા મુખ્ય વ્યક્તિના ફિંગર પ્રિન્ટ લેવામાં આવશે. તેમ જ આધાર કાર્ડ ની જરૂર રહેશે. વધુ માહિતી માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો.
આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું?
એકવાર આયુષ્માન કાર્ડ અંતર્ગત તમારી નોંધણી થઈ ગયા બાદ તમે ઓનલાઇન આયુષ્માન કાર્ડ ની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો તેના માટે નીચેના સ્ટેપ અનુસરો.
- સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જાવ જેની લિંક નીચે આપવામાં આવેલી છે.
- હોમપેજ પર આધાર ઓપ્શન પર ક્લિક કરો.
- ત્યારબાદ સ્કીમ ઓપ્શનમાં PMJAY સિલેક્ટ કરો.
- હવે પછી Select State ઓપ્શનમાંથી ગુજરાત સિલેક્ટ કરો.
- ત્યારબાદ તમારા આધાર નંબર દાખલ કરો.
- નીચે આપેલી સૂચનામાં ટીક માર્ક કરી જનરેટ કોટીપી પર ક્લિક કરો.
- તમારા આધાર કાર્ડ સાથે જોડાયેલ મોબાઈલ નંબર પર OTP આવશે તે દાખલ કરો.
- તમારી સામે તમારી ડિટેલ આવી જશે ત્યાંથી ડાઉનલોડ ઓપ્શન પર ક્લિક કરી Ayushman Card Pdf Download કરો.
મહત્વપૂર્ણ લિંક્સ
આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
ઓફિસિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
Sarkari Yojana હોમપેજ | SARKARI YOJANA |
મિત્રો આશા રાખીએ છીએ કે તમને આયુષ્માન કાર્ડ વિશેની સંપૂર્ણ માહિતી મળી રહી હશે. જો માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રોને જરૂર શેર કરો અને આવી જ લેટેસ્ટ માહિતી મેળવવા માટે અમારા Whatsapp ગ્રુપમાં જરૂર જોડાઓ.