Indian Post GDS Result 2023: ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા ગ્રામીણ ડાક સેવક નું રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે ઇન્ડિયન પોસ્ટ વિભાગ દ્વારા મેરીટ લીસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. જો તમે પણ આ ભરતીમાં ફોર્મ ભરેલું હોય તો મેરીટ લિસ્ટ જરૂર જુઓ.
ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા થયેલ ગ્રામીણ ડાક સેવકની ભરતીનું મેરીટ લીસ્ટ જાહેર થઈ ગયું છે. આજના લેખની અંદર અમે તમને જણાવીશું કે કઈ રીતે મેરીટ લીસ્ટ ડાઉનલોડ કરવું અને તમારું નામ છે કે નહીં તે કઈ રીતે ચેક કરવું.
India Post GDS Special Drive 2023 1st Merit List
ભારતી પોસ્ટ વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર ગ્રામીણ ડાક સેવકનું પ્રથમ મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભરતીમાં ભાગ લીધેલ ઉમેદવાર GDS Merit List Download કરી તેમાં પોતાનું નામ ચકાસી શકે છે. મેરીટ લીસ્ટ ડાઉનલોડ કરવા માટેની લીંક નીચે આપેલી છે.
જે ઉમેદવારોને 1લી મેરિટ લિસ્ટમાં શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે, તેમણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રક્રિયા માટે હાજર રહેવાનું રહેશે. આ શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોએ 17/07/2023 ના રોજ અથવા તે પહેલાં તેમના નામ સામે ઉલ્લેખિત વિભાગીય વડા દ્વારા તેમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાના રહેશે.
આ રીતે ચકાસો GDS Merit List
- સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ https://indiapostgdsonline.gov.in/ પર જાવ
- હોમ પેજ પર કેન્ડિડેટ કોર્નર માં “GDS Special Drive Merit List” પર ક્લિક કરો.
- ત્યારબાદ Gujarat પર ક્લિક કરતા “List Of Sortlisted Candidates” ઓપશન બતાવશે.
- તેના પર ક્લિક કરી મેરીટ લિસ્ટ ડાઉનલોડ કરી શકો છો.
નોંધ: મેરીટ લીસ્ટ પીડીએફ માં ઉમેદવારોનો નામ નથી આપેલા તેમના રજીસ્ટ્રેશન નંબર આપેલા છે. તેથી તમે રજીસ્ટ્રેશન નંબર પરથી તમારું મેરીટ લીસ્ટ ચકાસીસ શકો છો.
મેં 2023 માં આ ભરતી બહાર પાડવામાં આવી હતી. જેમાં ગુજરાતમાં 110 જગ્યાઓ હતી, એટલે આ મેરીટ લિસ્ટમાં કુલ 110 ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવેલ છે.
મહત્વપૂર્ણ લિંક્સ
મેરીટ લીસ્ટ ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |