Railway Recruitment 2023: સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે ખૂબ જ મહત્વના સમાચાર છે ભારતીય રેલવે વિભાગ દ્વારા વિવિધ 1016 પોસ્ટ માટેની ખાલી જગ્યા માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.
ભારતીય રેલવે ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઇન અરજી મંગાવવામાં આવે છે. આથી ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ વગેરે તમામ માહિતી આ લેખમાં આપેલી છે તો આ લેખને અંત સુધી જરૂર વાંચો.
Indian Railway Recruitment 2023
ભારતી રેલવે દ્વારા સાઉથ, ઇસ્ટ, સેન્ટ્રલ રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલેટ, ટેકનિશિયન, એન્જિનિયર વગેરે જેવી પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો એ ઓનલાઈન અરજી કરવાની રહેશે ભરતી વિશેની તમામ માહિતી નીચે આપેલી છે.
Railway Recruitment Overview
પોસ્ટનું નામ | વિવિધ |
સંસ્થાનું નામ | ભારતીય રેલવે |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
અરજી કરવાની તારીખ | 22-07-2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 21-08-2023 |
ઓફિસિયલ વેબસાઈટ | https://secr.indianrailways.gov.in/ |
પોસ્ટનું નામ
ભારતીય રેલ્વે દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ આસિસ્ટન્ટ લોકો પાયલોટ, ટેકનિશિયન અને જુનિયર એન્જિનિયર ની પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.
શૈક્ષણિક લાયકાત
રેલ્વે રિક્રુમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલ ભરતીમાં શૈક્ષણિક લાયકાત દરેક પોસ્ટ માટે અલગ અલગ છે. જે નીચે મુજબ છે. વધુ વિગતો માટે ઓફિશિયલ નોટિફિકેશનની લિંક નીચે આપવામાં આવી છે.
પોસ્ટનું નામ | લાયકાત |
---|---|
આસિસ્ટન્ટ લોકો પાઇલોટ | 10 પાસ + ITI અથવા ડિપ્લોમા |
ટેકનિશિયન | 10 પાસ + જે તે ટ્રેડમાં ITI પાસ |
જુનિયર એન્જીનીયર | 3 વર્ષનો ડિપ્લોમા |
પગારધોરણ
ભારતીય રેલવેની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ નીચે મુજબ પગાર ધોરણ ચૂકવવામાં આવશે.
પોસ્ટનું નામ | પગારધોરણ |
---|---|
આસિસ્ટન્ટ લોકો પાઇલોટ | રૂ. 19,900/- થી 63,200/- સુધી |
ટેકનિશિયન | રૂ. 19,900/- થી 63,200/- સુધી |
જુનિયર એન્જીનીયર | રૂ. 35,400/- થી 1,12,400/- સુધી |
પસંદગી પ્રક્રિયા
નીચે પ્રમાણેના તબક્કાઓ મુજબ પસંદગી કરવામાં આવશે.
- લેખિત પરીક્ષા (CBT Computer Based Test)
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
- શારીરિક ચકાસણી
અરજી કેવી રીતે કરવી?
- સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ
- હોમપેજ પર “Recruitment” ઓપશન ઉપર ક્લિક કરો
- જે પોસ્ટ માટે અરજી કરવા માંગતા હોય તે સિલેક્ટ કરી તમારી વિગતો દાખલ કરો
- જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો ઓનલાઇન ફી ની ચૂકવણી કરો
- ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરો.
અરજી કરવા માટે જરૂરી લિંક્સ
નોટિફિકેશન વાંચવા | અહીં ક્લિક કરો |
અરજી કરવા | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |