Junior Clerk Reimbursement: 9 માર્ચ 2023 ના રોજ જુનિયર ક્લાર્ક ની પરીક્ષા યોજાનાર છે પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓ માટે સરકારે મહત્વની જાહેરાત કરી છે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે જુનિયર ક્લાર્ક પરીક્ષાના ઉમેદવારોને જવા આવવાની ભાડું આપવામાં આવશે.
જુનિયર ક્લાર્ક ના પરીક્ષાર્થીઓને ભાડા માટેની રકમ સીધા જ તેના બેન્ક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે જેના માટે તેને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
સ્વાગત છે તમારું ગુજરાત સરકાર યોજનામાં આજે અમે તમને જુનિયર ક્લાર્ક પરીક્ષાર્થીએ જવા આવવાના ભાડાની સહાય મેળવવા માટે કઈ રીતે ફોર્મ ભરવું તેના વિશે માહિતી આપીશું.
Junior Clerk Reimbursement Form Online
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જુનિયર ક્લાર્ક સંમ વર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર ઉમેદવારો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે.
પરીક્ષામાં હાજર રહેનાર દરેક ઉમેદવારને તેમને ફાળવેલ પરીક્ષા કેન્દ્ર ખાતે જવા આવવાના ખર્ચ પેટે ઉચક રૂપિયા 254/- ઉમેદવારના બેંક ખાતામાં ઓનલાઈન આપવાનો મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલ છે.
આ માટે ઉમેદવારે પોતાના કોલલેટર ડાઉનલોડ કર્યા પછી ઓજસ વેબસાઇટ પર જ ઓનલાઇન એક ફોર્મ સબમીટ કરવાનું રહેશે આ ફોર્મ કેવી રીતે ભરવું તેની માહિતી નીચે આપેલી છે.
Junior Clerk Reimbursement Ojas પર કઈ રીતે ફોર્મ ભરવું
- સૌપ્રથમ ojas વેબસાઇટ પર જાવ
- હોમ પેજ પર નોટિસ બોર્ડ નામનું ઓપ્શન જોવા મળશે તેની સામે આવેલા વ્યુ ઓલ પર ક્લિક કરો.
- નોટિસ બોર્ડ પર Reimbursement Application પર ક્લિક કરો.
- ત્યારબાદ નવું પેજ ખુલી જશે તેમાં જોબ સિલેક્ટ કરો, કન્ફર્મ નંબર દાખલ કરો. જન્મ તારીખ દાખલ કરી ઓકે બટન પર ક્લિક કરો.
- આટલું કરતા તમારી સામે ફોર્મ ખૂલી જશે જેમાં તમારું નામ જન્મ તારીખ કન્ફર્મેશન નંબર જેવી વિગતો આપેલી હશે.
- otp માટે મોબાઈલ નંબર દાખલ કરો અને અન્ય તમામ વિગતો ભરો, જેમકે બેંકનું નામ, શાખાનું નામ, આઈએફએસસી કોડ, બેન્ક એકાઉન્ટ નંબર, વગેરે વિગતો ભરી નીચે રહેલા ચેકબોક્સમાં ટીક કરી સબમિટ બટન પર ક્લિક કરો.
શું બધા ઉમેદવારોને રૂપિયા 254 મળશે
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત કરવામાં આવી છે તે મુજબ જે ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત રહેશે તેને જ આ સહાય આપવામાં આવશે. પરીક્ષા પૂર્ણ થયા પછી જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપેલી હશે તે ઉમેદવારોના બેંક ખાતામાં ૨૦ થી ૩૦ એપ્રિલ દરમિયાન આ રકમ જમા કરવામાં આવશે.