mAadhaar App: આજના સમયમાં આધાર કાર્ડ એક અગત્યનું ઓળખપત્ર છે. સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે આધારકાર્ડ અગત્યનો પુરાવો છે તેમજ તમારું બેન્ક એકાઉન્ટ હોય પાનકાર્ડ હોય તેની સાથે પણ આધાર લિંક કરવું પડતું હોય છે.
આધારકાર્ડ ની વિવિધ સર્વિસ માટે આપણે અલગ-અલગ સેન્ટર પર જવું પડતું હોય છે. પરંતુ આજે અમે એક અગત્યની એપ્લિકેશન વિશે તમને જણાવીશું. જેમાં આધાર કાર્ડ ને લગતા તમામ કામ થઈ શકશે. આ આધાર કાર્ડ ની ઓફિસ એપ્લીકેશન છે.
mAdhaar Application Download
નમસ્કાર મિત્રો સરકારી યોજના માં સ્વાગત છે. લોકોને વિવિધ માહિતીસભર જાણકારી મળી રહે તે માટે અમે પ્રયત્નો કરીયે છીએ. તેથી જો તમે દરરોજ નવી નવી માહિતી મેળવવા માંગતા હોય તો અમારા whatsapp ગ્રુપમાં જરૂર જોડાઓ.
આજે આપણે જે એપ્લિકેશન ની વાત કરવા જઈ રહ્યા છે તેને UIDAI (Unique Identification Authority of India) દ્વારા લોન્ચ કરવામાં આવી છે જેનું નામ છે mAadhaar.
આ એપ્લિકેશન તમે ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો અને એપલ પ્લે સ્ટોર પરથી પણ ડાઉનલોડ કરી શકાય છે.
નોંધ: ખાસ ધ્યાન રાખવું કે UIDAI દ્વારા લોન્ચ કરવામાં આવેલી એપ્લિકેશન જ ડાઉનલોડ કરો. અન્ય કોઈ ખોટી (fake) એપ્લિકેશન ડાઉનલોડ કરવી નહિ.
Aadhaar Update Online કરવા અહીં ક્લિક કરો
mAdhaar App ના ફિચર્ચ
બહુભાષી : ભારતના ભાષાકીય રીતે વૈવિધ્યસભર રહેવાસીઓ માટે આધાર સેવાઓ સુલભ છે તેની ખાતરી કરવા માટે, મેનુ, બટન લેબલ અને ફોર્મ ફીલ્ડ અંગ્રેજી તેમજ 12 ભારતીય ભાષાઓ (હિન્દી, આસામી, બંગાળી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઓડિયા, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દુ). ઇન્સ્ટોલેશન પછી, વપરાશકર્તાને કોઈપણ પસંદગીની ભાષા પસંદ કરવા માટે સંકેત આપવામાં આવશે.
મોબાઈલ પર આધાર ઓનલાઈન સેવાઓ: mAadhaar વપરાશકર્તા પોતાના માટે તેમજ આધાર અથવા સંબંધિત મદદ મેળવવા માંગતા અન્ય કોઈપણ નિવાસી માટે વૈશિષ્ટિકૃત સેવાઓનો લાભ લઈ શકે છે.
mAadhaar app દ્વારા શું શું કરી શકાય
- આધાર કાર્ડ ડાઉનલોડ શકો
- આધાર કાર્ડ અપડેટ કરાવી શકો.
- સરનામું અપડેટ કરી શકો
- ઓફલાઈન eKYC ડાઉનલોડ કરી શકો
mAadhaar App | Download |