Mahila Vrutika Yojana 2023: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના આર્થિક રીતે નબળા પછાત વર્ગના લોકો મહિલાઓ, વિદ્યાર્થીઓ, ખેડૂતો વગેરે માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. યોજનાની જાણકારીના અભાવે ઘણા લોકો તેનો લાભ લઇ શકતા નથી. તો આજે અમે તમને મહિલા વૃત્તિકા યોજના વિષે જણાવીશું.
શું તમે મહિલા વૃત્તિકા યોજના વિશે જાણો છો. જો તમે આ યોજના વિશે ન જાણતા હોય તો આ લેખને સંપૂર્ણ વાંચો. આજે અમે તમને આ એક મહત્વની યોજના વિશે માહિતી આપીશું. જેમાં કોણ આ યોજનામાં અરજી કરી શકે? ક્યાં અરજી કરવાની રહેશે? કયા કયા ડોક્યુમેન્ટ જરૂર પડશે વગેરે.
મહિલા વૃત્તિકા યોજના 2023 @ikhedut.gujarat.gov.in
ગુજરાત સરકાર દ્વારા ખેતીને લગતી વિવિધ યોજનાઓ માટે આઇ ખેડૂત પોર્ટલ ચલાવવામાં આવે છે. જ્યાંથી ખેતી કરતા લોકો વિવિધ યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરી શકે છે.
ખેતીની વિવિધ યોજનાઓ અંતર્ગત મહિલા વૃત્તિકા યોજના ચલાવવામાં આવે છે. જેમાં મહિલાઓને બાગાયતી ખેતીની તાલીમ આપવામાં આવે છે. જે અંતર્ગત તેમને તાલીમી દિવસોમાં દૈનિક 250 રૂપિયાની આર્થિક સહાય મળવા પાત્ર છે.
Mahila Vrutika Yojana Overview
યોજના નું નામ | મહિલા વૃત્તિકા યોજના |
રાજ્ય | ગુજરાત |
અરજી તારીખ | 22/08/23 થી 21/09/23 |
અરજીનો પ્રકાર | ઓનલાઈન |
સહાયની રકમ | રૂપિયા 250/- પ્રતિદિન |
ઓફિસિયલ વેબસાઈટ | ikhedut.gujarat.gov.in |
યોજનામાં મળતા લાભ
- આ યોજનામાં દરેક તાલીમાર્થીને રૂપિયા 250 પ્રતિદિન તાલીમના દિવસો દરમિયાન સહાય મળવાપાત્ર છે.
- આ યોજના અંતર્ગત બાગાયતી પાકોના મૂલ્ય વર્ધન, કેનિંગ, કિચન ગાર્ડન વગેરે વિષય પર તાલીમ આપવામાં આવશે.
કેટલા દિવસની તાલીમ હોય છે
આ યોજના હેઠળ ફરજદારને પાંચ દિવસની તાલીમ આપવામાં આવે છે. તાલીમના વર્ગોમાં તાલીમાર્થીઓની સંખ્યા ઓછામાં ઓછી 20 અને વધુમાં વધુ 50 ની હોવી જોઈએ. આ યોજના હેઠળ તાલીમનો સમય દૈનિક ઓછામાં ઓછા 7 કલાકનો રહેશે.
Mahila Vrutika Yojana ઓનલાઇન અરજી કેવી રીતે કરવી
- સૌપ્રથમ તો ઓફિશિયલ વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/ પર જાવ.
- હોમ પેજ પર રહેલા મેનુમાંથી “યોજનાઓ” પર ક્લિક કરો.
- બાગાયતી યોજના ઓપ્શન પર ક્લિક કરો
- બાગાયતી યોજનાઓ લિસ્ટ તમારી સામે આવશે, તેમાંથી મહિલા વૃત્તિકા યોજના ની સામે રહેલ અરજી કરો પર ક્લિક કરો.
- ત્યારબાદ નવું પેજ ખુલશે તેમાં જો તમે રજીસ્ટર ખેડૂત હોવ તો હા પર ક્લિક કરો નહીંતર “ના” પર ક્લિક કરો.
- જો તમે અગાઉ રજીસ્ટ્રેશન કરેલ હોય તો તમારો આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર દાખલ કરી કેપ્ચા કોડ નાખી અરજી કરો.
- જો તમે આઇ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો “ના” વિકલ્પો પસંદ કરી અરજી કરો.
- ફોર્મમાં કાળજીપૂર્વક માહિતી ભરી સેવ પર ક્લિક કરો.
- ત્યારબાદ માહિતી ચકાસી કન્ફર્મેશન પર ક્લિક કરો
મિત્રો આવી જ યોજનાઓની માહિતી મેળવવા માટે અમારી વેબસાઈટ સરકારી યોજના ની મુલાકાત લેતા રહો. લેટેસ્ટ જાણકારી માટે તમે અમારો Whatsapp ગ્રુપ જોઈન કરી શકો છો.