Meri Maati Mera Desh: “મેરી માટી મેરા દેશ”, એક દેશવ્યાપી અને લોકલક્ષી અભિયાન, ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર ઉજવવામાં આવી રહ્યું છે. તેની ટેગલાઇન છે ‘માટીને નમન, વીરોને વંદન’.
આ અભિયાનમાં તમે પણ જોડાઈ શકો છો અને સર્ટિફિકેટ મેળવી શકો છો. “મેરી માટી મેરા દેશ” અભિયાનમાં જોડાવા અને તમારા નામનું સર્ટિફિકેટ કેવી રીતે ડાઉનલોડ કરવું તે માટે આ લેખને સંપૂર્ણ વાંચજો.
“મેરી માટી મેરા દેશ” અભિયાન શું છે?
જાહેર આગેવાની હેઠળનું આ અભિયાન ‘સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ’ કાર્યક્રમનો સમાપન સમારોહ છે. “મેરી માટી મેરા દેશ” ઉજવણી અંતર્ગત, રાષ્ટ્ર તેની વિવિધ સિદ્ધિઓની ઉજવણી કરી રહ્યું છે. આ અંતર્ગત રાષ્ટ્રની રક્ષા કરનારા વીરોનું સન્માન કરવામાં આવશે.
ગામ, પંચાયત, બ્લોક, શહેરી સ્થાનિક સંસ્થા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ પ્રસંગ દ્વારા, અમે જીવનદાતા વસુધાને નમન કરીએ છીએ અને અમારા નાયકોનું સન્માન કરીએ છીએ.
“મેરી માટી મેરા દેશ” સર્ટિફિકેટ ડાઉનલોડ કેવી રીતે કરવું
ભારતના દરેક નાગરિકની આ અભિયાનમાં જોડાવા અપીલ છે તમે નીચે આપેલા સ્ટેપ પ્રમાણે અભિયાનમાં જોડાઈ સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો.
- સૌપ્રથમ વેબસાઈટ https://merimaatimeradesh.gov.in/ પર જાવ.
- અહીં હોમપેજ પર નીચે આપેલ Take Pledge (प्रतिज्ञा ले) ઓપ્શન પર ક્લિક કરો.
- ત્યારબાદ તમારું નામ અને નંબર દાખલ કરી રાજ્ય અને જિલ્લો પસંદ કરો.
- હવે નીચે આપેલી છે પ્રતિજ્ઞા લો, અને સબમિટ બટન પર ક્લિક કરો.
- ત્યાર પછી હાથમાં માટી અથવા માટીનો દીવો રાખી એક સેલ્ફી લઈ અપલોડ કરો.
- ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરતા તમારું સર્ટિફિકેટ આવી જશે.
- નીચે રહેલા ડાઉનલોડ બટન પર ક્લિક કરી સર્ટિફિકેટ ડાઉનલોડ કરો.
Meri Maati Mera Desh Certificate ડાઉનલોડ લિંક્સ
મેરી મિટ્ટી મેરા દેશ સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા | અહીં ક્લિક કરો |
Sarkari Yojana હોમપેજ પર જવા | અહીં ક્લિક કરો |
તો મિત્રો આઝાદીના અમૃત ઉત્સવ અંતર્ગત ઉજવાઈ રહેલા મેરી માટી મેરા દેશ અભિયાનમાં વધુમાં વધુ લોકો જોડાય તે માટે આ પોસ્ટને શેર કરો. આવી જ લેટેસ્ટ માહિતી મેળવવા માટે અમારા Whatsapp ગ્રુપમાં જરૂર જોડાઓ.
- Meri Maati Mera Desh
- merimaatimeradesh.gov.in
- Meri Maati Mera Desh Certificarte
- Meri Maati Mera Desh Certificarte Download