Namo Lakshmi Yojana Form Onine: ગુજરાત સરકાર દ્વારા બજેટમાં નમો લક્ષ્મી યોજના વિષે ખૂબ જ અગત્યની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત 50,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.
નમસ્કાર મિત્રો, અહીં Namo Laxmi Yojana 2024 વિશેની માહિતી મેળવીશું કેવી રીતે ફોર્મ ભરવા ડોક્યુમેન્ટ જોઈએ યોજનાની પાત્રતા તમામ વિગતો નીચે આપવામાં આવેલી છે.
Namo Lakshmi Yojana Gujarat Online Apply 2024
નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે ગુજરાત વિધાનસભામાં રજૂ કરેલા બજેટમાં 9 થી 12 માં ધોરણની કન્યાઓ માટે નમો લક્ષ્મી યોજના જાહેર કરી છે. અભ્યાસના ચાર વર્ષ દરમિયાન તેમને આર્થિક સહાય અને પોષણ મળી રહે તે માટે આ યોજના શરુ કરવામાં આવી છે.
Namo Lakshmi Yojana Overview
યોજનાનું નામ | નમો લક્ષ્મી યોજના |
કોના દ્વારા | ગુજરાત સરકાર |
એપ્લિકેશન મોડ | |
ઉદ્દેશ્ય | ઓછા વ્યાજ દરે લોન સહાય આપવી |
ઓફિસિયલ વેબસાઈટ |
સહાયની રકમ
ધોરણ 9 થી 12 માં સુધીના અભ્યાસ માટે નામો લક્ષ્મી યોજના અંતર્ગત નીચે મુજબ આર્થિક સહાય આપવામાં આવશે.
- ધોરણ 9માં: રૂપિયા 10,000/-
- ધોરણ 10માં: રૂપિયા 10,000/-
- ધોરણ 11માં: રૂપિયા 15,000/-
- ધોરણ 12માં: રૂપિયા 15,000/-
આ રીતે ચાર વર્ષ દરમિયાન કુલ રૂપિયા 50 હજારની આર્થિક નાણાકીય સહાય કન્યાઓના ખાતામાં જમા કરવામાં આવશે.
પાત્રતા | Eligibility Criteria
- ધોરણ 9 થી 12 માં માત્ર કન્યાઓને આ સહાય મળવા પાત્ર છે
- કન્યાના પરિવારની વાર્ષિક આવક ₹6,00,000 થી વધુ ન હોવી જોઈએ
- કન્યાગુજરાત રાજ્યની કોઈપણ સરકારી અથવા સરકારી સહાયિત શાળામાં અભ્યાસ કરતી હોવો જોઈએ.
યોજનાનો ઉદેશ્ય | Objective
Namo Lakshmi Yojana નો મુખ્ય ઉદ્દેશ્ય કન્યાઓને પોષણ આપે તેવો આહાર મળે તે માટે માતા પિતા યોગ્ય ખર્ચ કરી શકે અને તેમને સારી રીતે ભણાવી શકે તે માટે આર્થિક સહાય આપવાનો છે. આ માટે સરકાર દ્વારા આર્થિક રીતે નબળા પરિવારની કન્યાઓને રૂપિયા 50,000 ની આર્થિક સહાય ડાયરેક્ટ તેના બેંક ખાતામાં જમા કરશે.
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
Namo Laxmi Yojana 2024 ની જાહેરાત બજેટમાં કરવામાં આવી છે. આ યોજનામાં ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવા તે અંગે હજુ સુધી સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ટૂંક સમયમાં સરકાર દ્વારા આ અંગે સ્પષ્ટતા કરવામાં આવશે. યોજનાની લેટેસ્ટ અપડેટ મેળવતા રહેવા માટે તમે અમારા Whatsapp ગ્રુપમાં જોડાઈ શકો છો.
જ્યારે નમો લક્ષ્મી યોજના ના ફોર્મ ભરવાની શરૂઆત થશે. ત્યારે અમે તે અંગેની માહિતી અહીં અપડેટ કરશું માટે આ વેબસાઈટની મુલાકાત લેતા રહો.
આ લાભ મેળવવા ઇચ્છતા પરિવારની વાર્ષિક આવક રૂપિયા 6 લાખ કે તેનાથી ઓછી હશે. તેમની કન્યાઓને તેનો લાભ આપવામાં આવશે. 10 લાખ કન્યાઓને લાભ આપવા માટે વર્ષે ₹1,250 કરોડનો ખર્ચ કરવામાં આવશે.