જો તમે સોનુ કે સોનાથી બનાવેલી કોઈ જ્વેલરી ખરીદવા જઈ રહ્યા છો તો તેના પર લખેલો છ આંકડા નો નંબર જરૂર ચેક કરજો નહીં તો પછતાવાનો વારો આવી શકે છે.
1લી એપ્રિલથી બદલાઈ રહ્યો છે સોનુ ખરીદવાનો નિયમ. જાણી લો આ નિયમ શું છે.
પહેલી એપ્રિલથી સરકાર સોનુ ખરીદવા પર લાવી રહી છે નવો નિયમ જે તમામ લોકોએ જાણવો જરૂરી છે.
સોનાની જવેલરી પર હોલમાર્ક નંબર ફરજીયાત
તમારી સાથે ક્યારેક તો એવું બન્યું જ હશે કે જ્યારે તમે સોનુ ખરીદ્યું હોય અને તેને પાછું વેચવા જાવ ત્યારે સોની કે જવેલર્સ દ્વારા ખૂબ જ ઓછા ભાવ આપવામાં આવે છે. પણ 1 એપ્રિલ 2023 થી આવું નહીં થાય કારણ કે ભારત સરકારે એવું જાહેર કર્યું છે કે કોઈપણ સોની કે જવેલર્સ હોલમાર્ક નંબર વગર સોનું વેચી નહીં શકે.
હોલમાર્ક એટલે શું
તમે જે સોનુ ખરીદો છો તે શુદ્ધ છે કે નહીં તેની તપાસ ભારતીય માનાંક બ્યુરો એટલે કે બી આઈ એસ કરે છે એટલે કે જો ધાતુ શુદ્ધ છે તો તેને માર્ક (નિશાન) આપવામાં આવે છે. જેમાં સોનું અને સોનાની જ્વેલરી પર આધાર કાર્ડની જેમ 6 આંકડાનો આલ્ફા ન્યુમેરિક કોડ લગાવાય છે જેને Hallmark Unique Identification Number (HUID) કહેવાય છે.આ આખી પ્રોસેસને હોલ માર્કિંગ કહે છે.
હોલમાર્ક ના ફાયદા
- નકલી કે ઓછા શુદ્ધ સોનાના વેચાણ પર રોક લગાવી શકાય છે.
- ઘરેણું કેટલા કેરેટનું છે તેની ગેરંટી મળી શકશે.
- જ્વેલરી ટ્રેસ કરવી પણ સહેલી થઈ જશે.
- સોની ને સોનુ પરત વેચતી વખતે ભાવમાં કપાત નહીં થાય.
ભારત દુનિયાનું બીજા નંબરનું સૌથી મોટું સોનું ઉપભોક્તા છે અને એવામાં કોઈ નકલી સોનું કે ઓછું ન વેચાય તેના માટે હોલમાર્ક જરૂરી છે જેના કારણે જાણી શકાય કે સોનું કેટલા કેરેટનું છે.
દેશભરમાં સોના પર ટ્રેડમાર્ક કે હોલમાર્ક આપવા માટે 940 સેન્ટર છે જે બીઆઈએસ માર્ક અને કેરેટ પ્યોરિટી ના આધારે હોલમાર્ક પ્રોવાઇડ કરે છે.
હોલમાર્ક બાદ સોનું વેચવા વાળા નાના-મોટા તમામ જ્વેલર્સ ઓટોમેટીકલી રજીસ્ટર થઈ જશે અને તેમણે કેટલા સોનાનું ખરીદ વેચાણ કર્યું છે તેની માહિતી સરકાર પાસે હશે.