14 સપ્ટેમ્બર થી વાહનોના નંબર પ્લેટ અંગે નવો નિયમ લાગુ કરી દેવામાં આવ્યો. પહેલા તમને નંબર પ્લેટ વગર જ ડીલર પાસેથી વાહન મળી જતું હતું પરંતુ હવે કોઈ પણ વાહન ખરીદતી વખતે નંબર પ્લેટ સાથે જ આવશે.
- નંબર પ્લેટ આવ્યા પછી જ મળશે વાહનની ડિલિવરી
- તમામ ટેક્સ ભરિયા બાદ જ સીધો નંબર આપી દેવામાં આવશે.
14 સપ્ટેમ્બરથી નંબર પ્લેટ અંગે નવો નિયમ લાગુ
આ નિયમ લાગુ થયા પહેલા વાહન ખરીદતી વખતે TC નંબર આપવામાં આવતા હતા અને ત્યારબાદ RTO દ્વારા કોઈપણ વાહનને નંબર ફાળવવામાં આવતો હતો. પરંતુ હવે આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વાહન ખરીદનારને ડીલર પાસેથી જ નંબર પ્લેટ સાથે વાહન મળશે.
નંબર કાઢવાનું અને નંબર પ્લેટ લગાવવાનું કામ RTO પાસેથી લઈને ડીલરોને સોંપી દેવાયું છે હવે વાહનો રજીસ્ટ્રેશન થયા બાદ અને તમામ ટેક્સ ભર્યા બાદ સીધો નવો નંબર આપીને જ નંબર સાથે વાહન આપવામાં આવશે.
શું છે નવી પ્રોસેસ
હવેથી તમે જ્યારે પણ વાહન ખરીદો તેના ત્રણ ચાર દિવસ બાદ તમને વાહન નંબર પ્લેટ સાથે મળશે. કારણકે વાહનની એક સાથેની સંપૂર્ણ રકમ ભર્યા બાદ ત્રણ ચાર દિવસનો સમય નંબર પ્લેટ આપવામાં લાગી શકે છે. તેથી તમને એ જ દિવસે વાહન મળી શકશે નહીં.
જૂની પ્રોસેસ શું હતી
આ નિયમ લાગુ થયા પહેલા ગ્રાહકને ડીલર દ્વારા શોરૂમમાંથી સીધું જ વાહન આપી દેવામાં આવતું હતું વાહન લઇ લીધા બાદ થોડા દિવસો પછી આરટીઓ દ્વારા વાહન નંબર આપવામાં આવતો હતો.
ગ્રાહક જે તે દિવસે રકમ ભરીને તાત્કાલિક વાહન ખરીદી શકતા હતા, પરંતુ હવે આવું થઈ શકશે નહીં કારણકે નંબર પ્લેટ આવ્યા પછી જ તેમને વાહન મળશે.