ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ખુશીના સમાચાર. કેન્દ્ર સરકારે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવને લઈને કરી છે ખૂબ મોટી જાહેરાત.
તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી ગેસના બાટલાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હતો આ ભાવ રૂપિયા 1100 ની બહાર પહોંચી ગયો હતો. પરંતુ કેન્દ્ર સરકારે ગેસના બાટલાના નવા ભાવની જાહેરાત કરતા લોકોમાં આનંદ જોવા મળી રહ્યો છે.
આ રીતે મળશે ₹600 માં ગેસ નો બાટલો
થોડા સમય પહેલા રક્ષાબંધનના દિવસે કેન્દ્ર સરકારે ગેસના બાટલાના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો હતો જેથી 1100 રૂપિયા ના ભાવમાં મળતો ગેસનો બાટલો ₹900 નો થઈ ગયો હતો.
ઉજ્વલા યોજના ના લાભાર્થીઓને 200 રૂપિયાની સબસીડી આપવામાં આવે છે. જેથી 200 રૂપિયાનો ભાવ ઘટાડો અને 200 રૂપિયા સબસીડી મળી કુલ 400 રૂપિયાનો ફાયદો થતો હતો. આમ 1100 નો ગેસનો બાટલો 700 ના ભાવમાં મળતો હતો.
હવે કેન્દ્ર સરકારે ઉજ્વલા યોજના હેઠળ મળતી 200 રૂપિયાની સબસીડી વધારીને 300 રૂપિયા કરી દેતા જોલા યોજનાના લાભાર્થીઓને 600 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે.
પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના ના લાભાર્થીને વર્ષ દરમિયાન ૧૨ સિલેન્ડર ઉપર સબસીડી આપવામાં આવતી હોય છે હાલમાં સિલિન્ડરના ભાવમાં પણ બદલાવો થયા છે ત્યારે તમને કેટલી સેલ્સીડી મળશે તે જાણવું ખૂબ જ જરૂરી છે.
કઈ રીતે મળશે 600 રૂપિયામાં ગેસનો બાટલો
હાલમાં ગેસ સિલિન્ડર પ્રાઈઝ ₹900 છે આ યોજનાના લાભાર્થીએ રૂપિયા 900 માં ગેસ ની બોટલ ભરાવવાની રહેશે ત્યારબાદ ₹300 ની સબસીડી તેના બેંક ખાતામાં સ્થિતિ જમા કરવામાં આવશે. આમ તેમને 600 રૂપિયામાં ગેસનો બાટલો મળશે.
કોને મળશે 600 રૂપિયામાં ગેસનો બાટલો
તમે જણાવી દઈએ કે આ લાભ ઉજવલા યોજના માં જોડાયેલા લોકોને મળશે જે કુટુંબો ને ઉજ્વલા યોજના અંતર્ગત ગેસ સિલિન્ડર આપવામાં આવેલો છે. તેઓ આનો લાભ લઈ શકશે. આથી આ યોજનામાં જોડાયેલા કુટુંબોને માત્ર 600 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે. માટે ખુબ જ અગત્યની જાહેરાત છે.
પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના શું છે
પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના છે જેમાં ભારતના ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબોને ફ્રીમાં ગેસ કનેક્શન સાથે ગેસ નો બાટલો આપવામાં આવે છે. આ સાથે જ ગેસના બાટલાને રીફીલ કરાવવામાં સબસીડી આપવામાં આવે છે
તમને જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના માટે એલપીજી સબસિડી હેઠળ હવે દેશના કુલ 9.59 કરોડ લાભાર્થીઓ છે.