Pan Aadhar link online આટલા લોકો માટે જરૂરી નથી | www.incometax.gov.in aadhaar pan link

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Pan aadhaar link online 2023: હાલમાં પાનકાર્ડ આધારકાર્ડ લિંકિંગ નો મુદ્દો ખૂબ જ ચર્ચામાં છે કારણ કે 31 માર્ચ 2023 સુધીમાં આધાર કાર્ડ અને પાનકાર્ડ લિંક કરવાની પ્રક્રિયા પર 1000 રૂપિયા ફી રાખવામાં આવેલ છે. ત્યારબાદ આ ફીમાં વધારો કરવામાં આવશે ત્યારે હાલમાં લોકોમાં એ પ્રશ્ન છે કે આધાર કાર્ડ અને પાનકાર્ડ લિંક કરવું કોના માટે ફરજિયાત છે અને કોના માટે આ ફરજિયાત નથી.

આજના આ લેખની અંદર આપણે જાણીશું કે કયા લોકોને આધારકાર્ડ પાનકાર્ડ લિંક કરવું જરૂરી નથી શું તમે આ કેટેગરીમાં આવો છો તો જાણવા માટે આ લેખને સંપૂર્ણ વાંચો. | www.incometax.gov.in aadhaar pan link

Aadhar Pancard linking 2023

સરકારની સૂચના અનુસાર 31 માર્ચ 2023 સુધીમાં દરેક પાનકાર્ડ ધારકે આધાર કાર્ડ સાથે પાનકાર્ડ લિંક કરાવવું જરૂરી છે. જેની ફી ₹1,000 છે. ત્યારબાદ જો પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરવામાં નહીં આવે, તો તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેમ જ પાનકાર્ડ સાથે જોડાયેલ ઘણા બધા વ્યવહારો બંધ પણ થઈ શકે છે.

ત્યારે દરેક વ્યક્તિએ એ જણાવવું જરૂરી છે કે શું તેમણે પાનકાર્ડ આધારકાર્ડ સાથે લીંક કરાવવું જરૂરી છે. સરકારે નીચે પ્રમાણેની 4 કેટેગરી આપી છે જેને આધાર પાનકાર્ડ લિંકિંગ કરવાની જરૂર નથી.

  • એનઆરઆઈ
  • જે ભારતના નાગરિક ના હોય
  • જેની ઉંમર 80 વર્ષથી વધુ છે
  • આસામ, મેઘાલય અને જમ્મુ કશ્મીરમાં રહેતા લોકો

આ ચાર કેટેગરી સિવાયના તમામ લોકોએ Pan Aadhaar Link કરવું ફરજિયાત છે.

આ પણ વાંચો: માત્ર 10 મિનિટમાં ઘરે બેઠા બનાવો પાનકાર્ડ ફ્રી માં

Pan Aadhaar link online આ લોકોને પણ જરૂરી નથી

જે લોકોએ આધાર કાર્ડ ના આધારે પાનકાર્ડ કઢાવેલું હોય એટલે કે આધાર કાર્ડને પુરાવા તરીકે આપી અને પોતાનું નવું પાનકાર્ડ બનાવેલું હોય તેવા લોકોએ પણ પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવાની જરૂર નથી કારણ કે તેમનું પહેલેથી જ પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક હશે. એવા લોકોએ પોતાના પાનકાર્ડ આધારકાર્ડ લિંક છે કે નહીં તે નીચે આપેલી પ્રક્રિયાને અનુસરીને ચેક જરૂર કરી લેવું.

આ પણ વાંચો: હવે આ તારીખ સુધી કરી શકશો PAN Aadhaar લિંક

Pan Aadhaar link status Check

તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લીંક છે કે નહીં તે ચેક કરવા માટે નીચેના સ્ટેપ ફોલો કરો

  • સૌપ્રથમ ઇન્કમટેક્સની વેબસાઈટ https://www.incometax.gov.in/ પર જાવ.
  • અહીં તમને Link Aadhar Status નામનું ઓપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરો.
  • તમારી સામે નવું પેજ ખુલશે તેમાં તમારા પાનકાર્ડ નંબર અને આધાર કાર્ડ નંબર દાખલ કરો ત્યારબાદ નીચે રહેલ View Link Aadhar Status પર કરો.
  • જેવું તમે ક્લિક કરશો એટલે તમારું પાનકાર્ડ અને આધાર કાર્ડ લિંક છે કે નહીં તે તમને જોવા મળશે.

જો તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લીંક ન હોય તો નીચેની પ્રોસેસ અનુસરી તમે આધાર કાર્ડ પાનકાર્ડ લિંક કરી શકો છો.

Adhar-Pancar link online 2023

  • સૌપ્રથમ ઇન્કમટેક્સની વેબસાઈટ https://www.incometax.gov.in/ પર જાવ.
  • અહીં તમને Link Aadhar નામનું ઓપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરો.
  • તમારી સામે નવું પેજ ખુલશે તેમાં પાનકાર્ડ નંબર અને આધાર કાર્ડ નંબર દાખલ કરો.
  • ત્યારબાદ Validate બટન પર ક્લિક કરો.
  • તમારી વિગત દાખલ કર્યા પછી પેમેન્ટ માટેની વિન્ડો ખુલશે.
  • જેમાં ઓનલાઇન પેમેન્ટ કરવાનું રહેશે એકવાર ઓનલાઇન પેમેન્ટ સક્સેસફૂલ થઈ ગયા પછી તમારું પાનકાર્ડ આધારકાર્ડ લિંક થઈ જશે.

તો મિત્રો આશા રાખું છું કે તમને આ માહિતી ગમી હશે. અને તમારા વધુમાં વધુ મિત્રો સાથે આ માહિતીને શેર કરો જો અન્ય કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં જરૂર જણાવો. અને આવી જ માહિતી મેળવતા રહેવા માટે અમારી ચેનલ Sarkari Yojana Gujarat ની દરરોજ મુલાકાત લો

Leave a Comment