PAN Aadhar Link Online: પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરો ઘરે બેઠા મોબાઈલથી ફ્રીમાં

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

PAN Aadhar Link Online: મિત્રો પાનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની લાસ્ટ ડેટ નજીક આવી ગઈ છે. જો તમને ન ખબર હોય તો જણાવી દઈએ કે 30 જૂન 2023 પાન આધાર લિંક કરવાની છેલ્લી તારીખ છે. 1 જુલાઈ 2023 થી જે પાનકાર્ડ આધારકાર્ડ સાથે લીંક નહીં હોય તે બંધ કરી દેવામાં આવશે.

ઘણા લોકોએ પાનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરાવી લીધું છે પરંતુ હજી ઘણા એવા લોકો છે જેને પાનકાર્ડ આધારકાર્ડ લિંક નથી થયું તો આજના આ લેખમાં અમે તેમને જણાવીશું કે PAN Aadhar Online Link કેવી રીતે કરવું.

પાનકાર્ડ આધાર કાર્ડ લિંક કરો ઓનલાઇન | PAN Aadhar Link Online

પાનકાર્ડ સાથે આધાર કાર્ડ ની લીંક કરવાની પ્રક્રિયા ઘણા સમયથી ચાલી રહી છે. અગાઉ સરકાર દ્વારા પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ માં ફેરફાર કર્યો હતો. તે મુજબ પાન આધાર લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2023 હતી. આથી આ તારીખ પછી એટલે કે 1 જુલાઈ 2023 થી જે લોકોના પાનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક નહીં હોય તેઓના પાનકાર્ડ બંધ થઈ જશે.

સૌપ્રથમ તો તમારે એ ચેક કરી લેવું જોઈએ કે તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લીંક છે કે નહીં તેના માટે નીચેની લીંક પર ક્લિક કરો

Pan Aadhaar link status Check

આ રીતે ઘરે બેઠા કરો પાનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક

તમને જણાવી દઈએ કે પાનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવું ફરજિયાત છે. જો પાનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક નહીં કરવામાં આવે તો તે નિષ્ક્રિય થઈ જશે અને તેનો ઉપયોગ તમે કરી શકશો નહીં. જેના લીધે તમારા બેંકના કામો અને અન્ય પાનકાર્ડ સાથે જોડાયેલ કાર્યો અટકી શકે છે.

નીચે આપેલી પ્રોસેસ દ્વારા તમે પાનકાર્ડ આધારકાર્ડ ઓનલાઈન લીંક કરી શકો છો તેના માટે નીચેના સ્ટેપ અનુસરો.

  • સૌપ્રથમ ઇન્કમટેક્સ વિભાગની ઓફિસિયલ વેબસાઈટ https://www.incometax.gov.in/ પર જાઓ
  • હોમપેજ પર Quick Links વિભાગમાં Link Aadhaar ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારો પાનકાર્ડ નંબર અને આધાર કાર્ડ નંબર દાખલ કરી Validate પર ક્લિક કરો.
  • તમારા મોબાઈલ નંબર પર એક OTP આવશે તે દાખલ કરી વેરીફાઈ કરી લ્યો.
  • OTP વેરિફિકેશન થઈ ગયા પછી પેમેન્ટ ઈન્સ્ટ્રક્શન પેજ ખુલશે. જે પેજ પર Continue to Pay પર ક્લિક કરો.
  • નવા પેજમાં બે વાર પાનકાર્ડ નંબર નાખ્યા બાદ મોબાઈલ નંબર નાખો અને Continue પર ક્લિક કરો.
  • આ પેજમાં OTP વેરિફિકેશન લેવાનું રહેશે, અને Continue પર ક્લિક કરીને, તમારે આગલા પેજ માં જવાનું છે. અહીં તમને ઘણા ઓપશન જોવા મળશે તેમાં Income Tax વિભાગ પર ક્લિક કરવાનું રહેશે. અને કેટલીક વિગતો ભરવાની રહેશે.
  • ત્યારબાદ નવું પેમેન્ટ પેજ ખુલશે, જેમાં 1000 રૂપિયાનું ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. (નેટ બેંકિંગ, ડેબિટ કાર્ડ, RTGS/NEFT વગેરે દ્વારા પેમેન્ટ કરી શકો છો)
  • પેમેન્ટ થઈ ગયા પછી, તમારે હોમ પેજ પર પાછા આવવાનું છે અને આધાર લિંક પર ક્લિક કરો અને PAN નંબર અને આધાર નંબર નાખીને Validate પર ક્લિક કરવાનું રહેશે.
  • ક્લિક કરતાં જ સ્ક્રીન પર એક મેસેજ દેખાશે. જેમાં તમારે continue પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે નવા પેજમાં PAN નંબર, આધાર નંબર, આધાર રજિસ્ટર્ડ નામ, મોબાઈલ નંબર દાખલ કરો અને Condition પર ટિક કરો. અને લિંક આધાર પર ક્લિક કરો.
  • ક્લિક કરવા પર, સ્ક્રીન પર એક મેસેજ દેખાશે કે PAN આધાર લિંક વિનંતી UIDAI (આધાર કેન્દ્ર) ને મોકલવામાં આવી છે.

આ પણ વાંચો: PAN-Aadhar લિંક ન કરનારના પાનકાર્ડ થયા નિષ્ક્રિય, ફરી સક્રિય કરવા જાણો શું કરવું

તો મિત્રો આવી રીતે તમે પાનકાર્ડ આધારકાર્ડ ઓનલાઈન લીંક કરી શકો છો જો તમારા મનમાં હજુ કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કમેન્ટ કરી શકો છો અને તેનો જવાબ આપવાનો પ્રયત્ન જરૂર કરીશું.

માહિતી તમને ગમી હોય તો તમારા મિત્રો અને સંબંધીઓને શેર કરો અને આવી જ લેટેસ્ટ અપડેટ મેળવવા માટે અમારા Whatsapp ગ્રુપમાં જરૂર જોડાઓ.

Leave a Comment