પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના: નાગરિકોની આર્થિક પરિસ્થિતિ અને જીવન ધોરણમાં સુધારો થાય તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. આર્થિક અને સામાજિક રીતે પછાત વર્ગો ના લોકો માટે વસવાટની મુશ્કેલી દૂર કરવા સરકાર દ્વારા આવાસ યોજના શરુ કરવામાં આવી છે.
નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સરકારી યોજના વેબસાઈટમાં આજે અમે તમને પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના વિશે જણાવીશું, કઈ રીતે ઓનલાઇન ફોર્મ ભરવું? આવક મર્યાદા, જરૂર ડોક્યુમેન્ટ વગેરે તમામ માહિતી નીચે આપવામાં આવી છે.
પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના ગુજરાત
ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં વસવાટ કરતા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક પછાત વર્ગ, વિચરતી વિમુક્ત જાતિના ઘરવિહોણા લોકોને શહેરો અને ગામડામાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા લોકોને મકાનના બાંધકામ માટે આર્થિક સહાય આપવામાં આવે છે.
Aavas Yojana Overview
યોજનાનું નામ | પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના |
રાજ્ય | ગુજરાત |
વિભાગ | સમાજ કલ્યાણ |
લાભાર્થી | ગુજરાતના નાગરિક |
સહાય ધોરણ | 1,20,000/- |
ઓફિશિયલ વેબસાઈટ | https://esamajkalyan.gujarat.gov.in/ |
આ પણ વાંચો: મફત પ્લોટ યોજના ફોર્મ 2023: દરેકને મળશે મકાન બનાવવા 100 વારનો પ્લોટ
સહાય ધોરણ
સામાજિક અને શૈક્ષણિક રીતે ૫છાતવર્ગ, આર્થિક ૫છાતવર્ગ, વિચરતી વિમુકત જાતિના ઘર વહોણા ઈસમોને શહેરોમાં અને ગામડામાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા ઈસમોને મકાન બાંધવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં રૂ.૧,૨૦,૦૦૦/- આપવામાં આવે છે.
મકાન બાંધકામ પૂર્ણ કરવાની સમય મર્યાદા 2 વર્ષની છે.
આ પણ વાંચો: દિવ્યાંગ લગ્ન સહાય યોજના: રૂ. 1,00,000 ની આર્થિક સહાય
પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના પાત્રતા
- અરજદાર ગુજરાતના રહેવાસી હોવા જોઈએ
- સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ, આર્થિક પછાત વર્ગ કે વિચરતી વિમુક્ત જાતિ માં સમાવેશ થતો હોવો જોઈએ.
- અરજદારની વાર્ષિક આવક રૂપિયા 6,00,000/- થી વધુ ના હોવી જોઈએ .
જરૂરી ડોક્યુમેન્ટ
- અરજદારની જાતિ/પેટા જાતિનો દાખલો (આર્થિક પછાતવર્ગના અરજદારે જાતિનો દાખલો જોડવાની જરૂર નથી.), અરજદારનું લીવીંગ સર્ટીફીકેટ (શિક્ષિત હોય તો)
- આવકનો દાખલો
- અરજદારનો રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ/ વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈપણ એક)
- કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન/તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીના હુકમની, એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ.
- જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/અકારની પત્રક/હક પત્રક/સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે )
- અરજદારને મકાન સહાય મંજુર કરવા માટે ગ્રામપંચાયતના તલાટી ક્મ મંત્રી / સિટી તલાટી ક્મ મંત્રી / સર્કલ ઇન્સ્પેક્ટરે આપવાનું પ્રમાણપત્ર
- મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી
- BPLનો દાખલો
- પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
- જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રિશ્રિ)ની સહીવાળી.
- પાસબુક / કેન્સલ ચેક
- અરજદારના ફોટો
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી
- સૌપ્રથમ ઈ-સમાજ કલ્યાણ વેબસાઈટ પર જાવ. અહીં ક્લિક કરો
- હોમપેજ પર રજીસ્ટર યોર સેલ્ફ પર ક્લિક કરો.
- તમારી વ્યક્તિગત માહિતી દાખલ કરો જેવી કે નામ, આધાર કાર્ડ નંબર, જન્મ તારીખ, મોબાઈલ નંબર.
- ત્યારબાદ નીચે રહેલા રજીસ્ટર બટન પર ક્લિક કરો, તમારા મોબાઇલ પર એસએમએસ દ્વારા યુઝર આઇડી આપવામાં આવશે.
- ફરી હોમ પેજ પર આવો યુસર આઈડી અને પાસવર્ડ દાખલ કરી લોગીન કરો.
- નિયામક વિકસતી જાતિ કલ્યાણ ઓપશન પર ક્લિક કરો
- તમારી સામે યોજનાનું લિસ્ટ આવશે તેમાંથી પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના પર ક્લિક કરો.
- તમારી વિગતો દાખલ કરો ત્યારબાદ ડોક્યુમેન્ટ અપલોડ કરો અને તમારી અરજી સબમીટ કરો.
મિત્રો ઉપર પ્રમાણે ની માહિતી મુજબ તમે આ યોજનાનો લાભ લઈ શકો છો વધુ માહિતી તેમજ ચોક્કસ વિગતો માટે એક વાર ઓફિસિયલ વેબસાઈટની મુલાકાત ચોક્કસ લેવી.
આશા રાખીએ છીએ કે ઉપરોક્ત માહિતી તમને ઉપયોગી સાબિત થશે. જો માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રો અને સગા સંબંધીને શેર જરૂર કરો. અને આવી જ લેટેસ્ટ યોજનાઓ વિશે માહિતી મેળવવા માટે અમારા Whatsapp ગ્રુપમાં જોડાઈ શકો છો.