કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક મદદ મળી રહે તે માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અમલમાં છે આ યોજના અંતર્ગત વાર્ષિક ₹6,000 ની આર્થિક સહાય દરેક ખેડૂતને આપવામાં આવે છે .આ સહાય રૂપિયા 2000 ના ત્રણ હપ્તા દ્વારા વર્ષમાં જમા કરવામાં આવે છે.
અત્યાર સુધીમાં આ યોજના હેઠળ 13 હપ્તા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યા છે. આગામી 14મોં હપ્તો એપ્રિલથી જુલાઈના સમયગાળામાં ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે, પરંતુ તે પહેલા દરેક ખેડૂતે પોતાના બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક કરાવવું પડશે. જો આધાર કાર્ડ લિંક નહીં હોય તો ખેડૂત ના ખાતામાં રૂપિયા બે હજારનો હપ્તો જમા નહીં થાય.
PM Kisan યોજનામાં આધાર લિંક હશે તો જ મળશે રૂપિયા 2000
ભારત સરકાર શ્રી દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં રજીસ્ટર થયેલ લાભાર્થીઓ માટે આગામી એપ્રિલથી જુલાઈના સમયગાળા માટેના 14માં હપ્તાની ચુકવણા માટે લાભાર્થીઓની ચકાસણીની કાર્યવાહી ચાલુ કરેલ છે.
પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા ભારત સરકારે લાભાર્થીઓનું eKYC તથા બેંક ખાતાનું આધાર સિડિંગ ફરજિયાત કરવામાં આવેલ છે. આ માટે જે લાભાર્થીઓએ અત્યાર સુધી e-KYC તથા બેંક ખાતાનું આધાર સિડિંગ કરાવવાનું બાકી હોય તે તમામ લાભાર્થીઓને સત્વરે પૂર્ણ કરવું.
ઈ-કેવાયસી જુદી જુદી ચાર પદ્ધતિથી કરાવી શકાય છે
- જે લાભાર્થીઓના મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક છે તે ખેડૂત લાભાર્થીઓ ઘરે બેઠા પીએમ કિસાન પોર્ટલ પર અથવા મોબાઈલ પર ઓટીપી મોડ દ્વારા eKYC સી ખૂબ જ સરળતાથી કરી શકે છે.
- નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) પર લાભાર્થી ₹15 ચાર્જ ચૂકવીને બાયોમેટ્રિક ઓથેનટીફીકેશન દ્વારા ઈ કેવાયસી કરાવી શકે છે.
- ગામના “ઈ ગ્રામ” કેન્દ્ર ખાતે લાભાર્થી ₹15 ચાર્જ ચૂકવીને વીસીઈ મારફતે બાયોમેટ્રિકફીકેશન દ્વારા ઈ કેવાયસી કરાવી શકે છે.
- આધારકાર્ડમાં મોબાઈલ નંબર લીંક ન હોય તો ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની મદદથી મોબાઈલ નંબર લીંક કરાવી મોબાઈલ પર ઓટીપી મોડ દ્વારા પીએમ કિસાન પોર્ટલ પર ઈ-કેવાયસી કરી શકાય છે.
આ પણ વાંચો: PM Kisan eKYC ઘરે બેઠા મોબાઈલ થી કરો
આધાર સિડિંગ
ઈ-કેવાયસી ઉપરાંત લાભાર્થીએ જો પોતાનું લાભાન્વિત બેંક ખાતુ આધાર સિડિંગ કરાવેલ ન હોય એટલે કે બેંક ખાતા સાથે આધાર લિંક કરાવેલ ન હોય તેવા લાભાર્થીઓએ તેના બેન્ક ખાતામાં આધાર લિંક કરાવવા માટે બેંકમાં આધાર કાર્ડ સાથે ઉપસ્થિત રહી આધાર લિંક કરાવી લેવું.
પીએમ કિસાન સન્માન નિધિ યોજના ના લાભાર્થીઓએ ઈ કેવાયસી તથા બેંક ખાતાનું આધાર સીડીંગ 30 મી એપ્રિલ પહેલા અવશ્ય પૂર્ણ કરાવી લેવું