PM Kisan eKYC ઘરે બેઠા મોબાઈલ થી કરો

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

PM Kisan eKYC Online: શું તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના હેઠળ નોંધણી કરાવી છે? જો તમે યોજના હેઠળ નોંધણી કરાવી હોય, તો તમારા માટે eKYC કરવું ફરજિયાત છે.

નમસ્કાર મિત્રો આજે અમે તમને જણાવીશું કે પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના હેઠળ ઘરે બેઠા મોબાઈલ વડે કેવાયસી કેવી રીતે કરવું? જો તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નોંધાયેલ ખેડૂત છો અને વાર્ષિક રૂપિયા 6000 ની આર્થિક સહાય મેળવો છો અને જો તમે આગળના સમયમાં પણ આ સહાય મેળવવા માગતા હોય તો તમારે કેવાયસી કરવું ફરજીયાત છે.

હાલમાં સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ ની ઓફિશિયલ વેબસાઇટ પર OTP આધારિત eKYC સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેના દ્વારા તમે ઘરે બેઠા PM Kisan eKYC Online કરી શકો છો.

આજે અમે તમને PM Kisan eKYC મોબાઈલથી કેવી રીતે કરવું તે જણાવીશું, તેના પહેલા આપણે પ્રધાનમંત્રી સન્માન નિધિ કિસાન યોજના વિશે થોડી માહિતી મેળવીએ.

PM Kisan Yojana eKYC Online 2023

PM કિસાન યોજના એ કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે જે દેશના તમામ જમીનધારક ખેડૂતોના પરિવારોને આવક સહાય પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવી હતી. વાર્ષિક નાણાકીય લાભ રૂ. 6000 યોજના હેઠળ પાત્ર લાભાર્થી ખેડૂત પરિવારોને આપવામાં આવી રહ્યા છે.

દર ચોથા મહિને ₹2,000ના ત્રણ સમાન હપ્તામાં આ રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે. જો તમે હજુ સુધી PM કિસાન eKYC કર્યું નથી, તો તમારે અહીં નીચે આપેલ પ્રોસેસ અનુસરવાની જરૂર છે.

PM કિસાન યોજના હેઠળના લાભો મેળવવા માટે પાત્ર બનવા માટે ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે તેઓ નવી સમયમર્યાદા પર અથવા તે પહેલાં KYC ધોરણો પૂર્ણ કરે. તેના પર સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

PM Kisan Yojana eKYC Online Proccess

  • સૌ પ્રથમ PM કિસાનની વેબસાઇટ પર જાઓ અથવા લિંક પર ક્લિક કરો- https://pmkisan.nic.in/.
  • નીચે ફોટામાં દર્શાવ્યા પ્રમાણે વેબસાઈટ પર ‘Farmers Corner‘ (ખેડૂત કોર્નર) વિભાગ જુઓ અને તેની નીચે દર્શાવેલ ‘eKYC’ પર ક્લિક કરો.
  • જેવું તમે eKYC વિકલ્પ પર ક્લિક કરશો, તમને ‘OTP આધારિત Ekyc’ પેજ પર રીડાયરેક્ટ કરવામાં આવશે, જ્યાં તમારે તમારો આધાર નંબર દાખલ કરી અને પછી ‘Search‘ પર ક્લિક કરો.
  • એકવાર તમારો આધાર નંબર પ્રદર્શિત થાય પછી તમારો મોબાઈલ નંબર દાખલ કરો જે આધાર સાથે લિંક થયેલ છે. ત્યારબાદ તમારે ‘GET OTP‘ પર ક્લિક કરવાનું રહેશે.
  • તમારા ફોન પર પ્રાપ્ત થયેલ OTP દાખલ કરો અને ‘Submit OTP’ ઓપ્શન પર ક્લિક કરો
  • હવે તમને ‘Get Aadhar OTP’ નો ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરો
  • તમારા મોબાઈલ નંબર પર આધાર તરફથી પણ એક OTP આવશે, જેને એન્ટર કરી ‘Submit For Auth‘ પર ક્લિક કરો
  • આટલું કર્યા બાદ થોડી રાહ જુઓ. આધાર સાથે વેરીફાઈ થવામાં થોડો સમય લાગી શકે છે. ત્યારબાદ તમને નીચે દર્શાવેલ ફોટા પ્રમાણે ‘eKYC is Successfuly Submited‘ નો મેસેજ જોવા મળશે

Conclusion

આ લેખ દ્વારા તમને PM Kisan Samman Nidhi Yojana હેઠળ પોતાના મોબાઇલ વડે કેવાયસી કેવી રીતે કરવું તે અંગેની સંપૂર્ણ પ્રક્રિયા આપી છે. જો તમને હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં અમને જરૂર જણાવો. અમે તમારી સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરીશુ.

Leave a Comment